થોડા સમય પહેલાં મેં પ્રેમ, ભોજન અને ડબ્બાવાળાઓ વિષેની એક બહુ સ્પર્શી જાય તેવી ફિલ્મ જોઇ. પણ, તેમાં બાંદ્રાના રહેવાસી એવા પાત્ર દ્વારા શાકનું નામ કંઇક જૂદી રીતે ઓળખાવાતું હતું - ઔબરજિન. સામાન્યતઃ બાંદ્રામાં જ રહેતાં તળનિવાસીઓ આ શાકને બ્રીંજલ - રીંગણ કે બૈંગન - તરીકે ઓળખતાં હોય છે. તો આ ઔબરજિન ક્યાંથી ટપકી પડ્યું ?
એ જ રીતે થોડા સમય પહેલાં મેં એક લાગણીસભર જાહેરાત જોઇ, જેમાં એક છોકરો તેની માને મળવા (કાંદીવલીમાં ?)આવે છે તેની ખુશીમાં મા તેને ભાવતું શાક બનાવે છે. એ શાકને મા ઑકરા કહીને ઓળખાવે છે. ઑકરા ! એ વળી શું? જાહેરાતમાં જોઇ શકાય છે કે એ શાક તો આપણી જાનીપહેચાની ભીંડી - ભીંડાનું છે, જેને અંગ્રેજીમાં તો લોકો પ્રેમથી લેડીફીંગરનાં નામથી જ ઓળખે છે. તો આ ઑકરા વળી ક્યાંથી આવી પડ્યું ?
પછી જરા ઊંડેથી વિચાર કરીએ તો સમજાય છે કે કહાનીકાર આ વાત આપણને ઉદ્દેશીને નથી કહી રહ્યાં. આપણી હાજરી તો આકસ્મિક છે. એ મૂળે તો એવાં શ્રોતાગણ માટે છે જે ઔબરજિન કે ઑકરા જ સમજી શકે - જેમ કે આંતરારાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું નિર્ણાયક પંચમંડળ કે એવાં કોઇ અન્ય પાશ્ચાત્ય શ્રોતાઓ !
કયા શ્રોતાને ઉદ્દેશીને કહાની રજૂ થઇ રહી છે તેના આધારે તેની ભાષા નક્કી થતી હોય છે. મલ્ટીપ્લેક્ષ માટેની ફિલ્મોની ભાષા એકલ-પર્દાવાળાં થીયેટરવાળાં શ્રોતાગણ માટેની ફિલ્મો કરતાં અકગ જ હોય છે. મને એક ઑસ્કાર-વિજેતા ફિલ્મ યાદ આવે છે જેમાં એક યુવાન ભારતીય અદાકાર 'વિષ્ણુ'ના નામે પોકાર કરે છે. સામાન્યતઃ એ દક્ષિણ ભારતના જે પ્રદેશમાંથી આવેલો બતાવાયો છે, તેમાં તેની પોકાર 'નારાયણ' હોવી જોઇતી હતી. ફિલ્મ હતી વિદેશી શ્રોતાઓ માટે જેમને આમ પણ 'વિષ્ણુ' કે 'નારાયણ'નો તફાવત આમ પણ સમજાવાનો તો હતો નહીં. ડબ કર્યા વિનાની એ ફિલ્મ આજનો ભારતીય શહેરી સમાજ જુએ તો કદાચ તેને પણ 'વિષ્ણુ' અને 'નારાયણ' વચ્ચેનો તફાવત સમજ નહીં પડે. આમ પણ, આને કારણે ફરક શું પડે ?
એક દલીલ એમ પણ થઇ શકે કે સંશોધન ટીમે કહાનીલેખકને રીંગણ/બ્રીંજલ - ઔબરજિન કે ભીંડી/ લેડીફીંગર - ઑકરા કે નારાયણ - વિષ્ણુ વચ્ચેનો તફાવત સમજાવ્યો જ ન હોય ! એમ પણ દલીલ કરી શકાય કે પાત્ર એ બસ એક શબ્દ વાપર્યો, અને આપણે વધુ પડતી ચીકાશ કરી રહ્યાં છીએ. આવા મામુલી તફાવતોથી ખાસ ફેર પણ ન પડે. પણ કહાનીકાર તેનાં શ્રોતાગણ માટે કેટલાં સચિંત છે, અને વળી વાર્તાને કેટલી હદે તેનાં મૂળ રૂપમાં જ કહેવા તે મહેનત કરે છે, એટલું જ કાફી નથી!
મેં એક ભારતીય દ્વારા બનાવાયેલી ફિલ્મનાં અમેરિકામાં ભરપેટ વખાણ થતાં સાંભળ્યાં છે. ફિલ્મમાં એ ક બંગાળી સ્ત્રીને વાળમાં જૂઇનાં ફૂલ ગૂંથેલ બતાવેલ છે. પાશ્ચાત્ય દર્શકને આમ કરીને પ્રભાવિત જરૂર કરી શકાય કારણકે તેને ખબર નથી કે વાળમાં ફૂલ ગુંથવાની પ્રથા બંગાળને બદલે દક્ષિણ ભારતમાં વધારે પ્રચલિત છે.એ જ ફિલ્મનિર્માતાએ ચોમાસામાં લગ્ન થતાં પણ બતાવ્યાં છે - કદાચ પશ્ચિમના લોકોની ભારતની કોઇ પણ (પરદેશી) વાત માટેનાં આકર્ષણનો લાભ લેવો હશે !
એક બહુ મોટા યુરોપીઅન ફિલ્મનિર્માતાએ બુદ્ધ વિષે ફિલ્મ બનાવી હતી, જેમાં સ્મશાનયાત્રામાં ડાઘુઓ 'રામ બોલો ભાઇ રામ' પોકાર કરી રહ્યા હતા. ફિલ્મનો દાવો હતો કે સેટ્સ પર જતી વખતે તે ઐતિહાસીક સ્તરે પૂરે પૂરી રીતે ભૂલરહિત હતી. પણ કોઇ પણ ઇતિહાસકાર કહી જ શકે કે ૨૫૦૦ વર્ષ પહેલાં આ પ્રકારનો સૂત્રોચ્ચાર શક્ય જ નહોતો. આ ફિલ્મ જોયા પછી તો મને એ ફિલ્મનિર્માતાની એ પહેલાંની ચીનના અંતિમ શહેનશાહનાં આવાં ઐતિહાસીક નિરૂપણ વિષે શંકા થવા લાગી હતી.જેટલી હદે દાવો કરાયો હતો તેટલી હદે એ ફિલ્મમાં બતાવાયેલા પોષાકો ખરે ખર એ સમયનું ખરૂં નિરૂપણ કરતા હશે ખરા ? સેટ્સ કે દૈહિક ભાવપ્રદર્શન ખરેખર વાસ્તવિક હશે કે પછી પૌવાર્ત્ય સંસ્કૃતિની કલ્પના માત્ર હશે ?
પ્રાચીન ભારતીય કથા કરવાની પરંપરામાં કથાકાર (સૌતી), વાર્તા (કથા) અને શ્રોતાગણ (શૌનક)વચ્ચે શબ્દોનાં અંતરને બહુ જ શાન્તિપૂર્વક સચેત કરાયું છે. કથાકાર જે કહે છે એ જ રીતે, એ જ ભાવમાં, એ જ શબ્દોમાં કથાનું પાત્ર કહેતું હશે ખરૂં ? લોકોને સહેલાઇથી સમજ પડે એ માટે વાર્તામાં કોઇ ફેરફાર કરાતા હશે ? રજૂ થયેલી વાર્તા પર આ વધી બાબતોની ખાસ્સી ઊંડી અસર પડતી હોય છે.
એટલે જ 'કથા' શબ્દનું મૂળ બહુ અટપટું છે એ વિષે નવાઇ નહીં લાગે. તેમાં 'ક' એ કોણ, ક્યારે, કેમ, ક્યાં શું કામ જેવા પ્રશ્નાર્થનું મૂળ છે, જ્યારે 'થા' એ 'સ્થાપના' સૂચવે છે. વાર્તાનું કામ પણ વાસ્તવિકતાની સ્થાપના જ છે ને ? પણ શું ખરેખર વાસ્તવિકતાએ સિદ્ધ થયેલ સત્ય હોય છે ખરૂં ? સત્ય હોવું જરૂરી પણ છે ? સાચું - કોના સંદર્ભમાં ? આ સવાલોના જવાબો શોધવાના રહે છે.
'મીડ ડે'માં ઑક્ટોબર ૧૩, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ

- અસલ અંગ્રેજી લેખ, Of Aubergine and Okra વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ફેબ્રુઆરી ૨૧, ૨૦૧૪ના રોજ Blog • Society ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જાન્યુઆરી ૭, ૨૦૧૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો