"પ્રશ્ન(થી ઉદ્ભવતા) વિચાર" શૃંખલામાટે રાજેશ સેટ્ટીએ કેટલાક અગ્રણી વિચારકોને 'પ્રશ્નવિચાર' મોકલવા જણાવ્યું. તેમણે આ વિચારકોને પ્રશ્ન કર્યો હતો કે - તમારી યુવાનીના સમયે કયો એક સવાલ કોઇએ તમને કરવો જોઇતો હતો?
આ સવાલના જવાબમાં જે સવાલ પૂછાયો તે છે "પ્રશ્ન(થી ઉદ્ભવતા)વિચાર \ Question that provokes thought!
પ્રશ્નો જેટલા મહત્ત્વના છે, (કમ સે કમ) તેટલા જ મહત્ત્વના વિચાર છે. એટલે પ્રશ્નોથી ઉદ્ભવતા વિચાર અનેકગણા મહત્ત્વના બની રહે છે.
આ શૃંખલાની બીજી કડી અહીં પ્રસ્તુત છે.
/\/\/\
# ૬ - માર્ક ગૌલસ્ટન આશાવાદી ચેતવણી : માર્ક ગૌલસ્ટનના પ્રશ્નવિચાર પર વિચાર કરતાં કરતાં ચોખ્ખાં મૂલ્ય / નેટ વર્થ વિષેની આપણી સમજ બદલી જઇ શકે છે.
પ્રશ્નવિચાર:વીજાણુ કડીઓ :
દુનિયા પાસેથી આપણે જો સંપત્તિ લેતાં હોઇએ અને બદલામાં મૂલ્ય પરત કરતાં હોઇએ તો આપણું ચોખ્ખું મૂલ્ય કેટલું?
માર્ક ગ્લૌસ્ટનનું ગૃહ પૃષ્ઠ : Mark’s Home Page
માર્ક ગ્લૌસ્ટનનો બ્લૉગ : Usable Insights
માર્ક ગ્લૌસ્ટનનું પુસ્તક # ૧ : How to get out of your own way at work(2006)
માર્ક ગ્લૌસ્ટનનું પુસ્તક # ૨ : How to get out of your own way (1996)
# ૭ - હૈદી રોઇઝન
‘વેન્ચર કેપી
આશાવાદી ચેતવણી : પોતે જે કામ કરી છીએ તેને માટે ચાહત ન હોય એવી વ્યક્તિઓમાંનાં તમે પણ એક હો, તો આ પ્રશ્નવિચાર પર જરૂરથી વિચાર કરશો..
પ્રશ્નવિચાર:વીજાણુ કડીઓ :
તમારી રોજિંદી પ્રવૃત્તિઓ તમને ગમે છે? તમારો જવાબ નકારમાં હોય, તો તેમ થવા પાછળનાં કારણો ખોળી શકશો? પરિસ્થિતિને બદલવા તમે શું કરશો?
૧. Mobius VC
૨. About Heidi Roizen
# ૮ - સ્ટીવ શૅપિરૉ
પ્રશ્નવિચાર:સ્ટીવ શૅપિરૉની નોંધ : થીમ એ નવાંવર્ષના પરંપરાગત સંકલ્પ કે ધ્યેય કરતાં સાવ જ અલગ છે. આ વર્ષે દર મહિને પાંચના હિસાબે પૉસ્ટનું બ્લૉગ પર પ્રકાશન કરીશ જેવા સંકલ્પની આ વાત નથી, પણ બ્લૉગીંગ કે લેખન કે કુટુંબ સાથે રહેવાની મજા કે કુટુંબ સાથે ગાળવાનું વેકેશન જેવાં વિષયવસ્તુની અહીં વાત છે. એવું વિષયવસ્તુ જે વિચારતાંની સાથે જ દિલ બાગ બાગ થઇ જાય છે, મનમાં ઉત્તેજનાની સરવાણીઓ ફૂટી નીકળે છે, બધી જ થકાન કે નિરાશાઓ એક તરફ થઇ જાય છે.
આ વર્ષમાટે તમારૂં 'થીમ' શું છે?
વીજાણુ કડીઓ :
૧. સ્ટીવનું પુસ્તક : Goal Free Living
૨. સ્ટીવનો બ્લૉગ : Goal Free Living Blog
૩. સંબંધિત લેખ : Making Resolutions that Work
# ૯ - પીટર બ્લૉક
પ્રશ્નવિચાર:વીજાણુ કડીઓ :
“એ કયો સવાલ છે જેનો જવાબ તમને ખબર હોય તો તમે અનાસક્ત બની જાઓ?”
૧. પીટર બ્લૉકનું ગૃહ પૃષ્ઠ : Peter’s Home Page
૨. પીટર બ્લૉકની કંપની : Designed Learning
૩. પુસ્તક : Flawless Consulting
૪. પુસ્તક : The Answer to How Is Yes: Acting on What Matters
# ૧૦ - લીઝ સ્ટ્રૌસ
ME “Liz” સ્ટૌસ મુદ્રણ, સૉફ્ટવેર અને ઑનલાઈન પ્રકાશનના વ્યવસાય સાથે તેઓ વીસથી વધારે વર્ષોથી સંકળાયેલાં છે. સંપ્રાપ્તિ કરતી નાની કંપનીઓ તેમ જ સંકટમાં ફસાયેલી કંપનીઓથી માંડીને મહાકાય કૉર્પોરેટ કંપનીઓમાં તેમણે કામ કર્યું છે. પ્રોડક્ટ ડેવલેપમેન્ટ અને માર્કેટીંગથી લઇને નવા ઉદ્યોગની સ્થાપના અને લાંબા ગાળાનાં વ્યૂહાત્મક આયોજન એ તેમની નિપુણતાનાં ક્ષેત્રો છે.’
આશાવાદી ચેતવણી : આ પ્રશ્નવિચાર વિષે એક જ મિનિટ વિચાર કરતાં કરતાં "ખરા અર્થમાં" કોઈને પણ ધ્યાનથી સાંભળવાથી એમનો દિવસ સુધરી જશે.
પ્રશ્નવિચાર:વીજાણુ કડીઓ :
“આજના આ સતત આંશિક ધ્યાન આપવાના સમયમાં, આપણે ખરેખર કોઇને ધ્યાનથી સાંભળી રહ્યાં છીએ તે કેમ કરીને બતાવવું? શું જાણવા માટે ધ્યાનથી સક્રિયપણે સાંભળીશું ?"
૧. લીઝ સ્ટ્રૌસનો બ્લૉગ : Liz Strauss Blog
૨. લીઝ સ્ટ્રૌસે લીધેલો મારો ઇન્ટરવ્યૂ : Liz Interviews Me on variety of topics – 5 part interview
શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Quought for the Day’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- ગુચ્છ ૨ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જુલાઇ ૧૫,૨૦૧૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો