એક અહેવાલ પ્રમાણે ડેન્માર્કના સત્તાવાળાઓએ કોશેર કે હલાલ માંસનાં
ઉત્પાદન પર દેશમાં પ્રતિબંધ લગાવી દીધેલ
છે. યહુદી પરંપરામાં 'કોશેર' હિબ્રુ "કશરુત \Kashrut”
પરથી આવ્યો છે, જેનો અર્થ યોગ્ય કે ઉચિત થાય છે. અહીં તે ખાવા માટે ઉચિત એવા અર્થમાં
વપરાયેલ છે. 'હલાલ' એ અરેબીક શબ્દ છે, જેનો અર્થ કાયદેસરનું કે સ્વીકાર્ય થાય છે. અહીં તેનો અર્થ થાય છે જે માંસ
ઇસ્લામિક ધર્મ મુજબ ખાવા માટે કાયદેસર રીતે બનાવાયું છે તેમ થાય. આ પ્રકારનું માંસ
બનાવવા માટે ગળાં પર એક જ ઘા કરીને
પ્રાણીની ધોરી નસ કાપી તેનું બધું જ લોહી નીતરી જાય તેમ કતલ કરવાનું જણાવાયું છે.
તેની સામે આજનાં આધુનિક કતલખાનાંઓમાં મોટેભાગે પ્રાણીની બેભાન જેવી અવસ્થામાં
કરવામાં આવે છે કે જેથી કરીને તેમને ઓછામાં ઓછી પીડા અનુભવવી પડે. ડેનીશ
સત્તાવાળાઓનું કહેવું છે કે તેમના મત મુજબ પ્રાણીના હક્કનું મૂલ્ય ધાર્મિક હક્કો
કરતાં વધારે છે, એટલે પ્રાણીઓને શકય
તેટલી દયાથી જોવાં જોઈએ. એટલે એટલું તો માની જ લેવાય કે તેમના આવા પ્રતિબંધો, યહૂદી કે ઇસ્લામ
વિરોધી ખ્રિસ્તી કે બિનસાપ્રંદાયિક માનસ ધરાવતા કહેવાયા છે.
વિજ્ઞાન અને તર્કશક્તિ વડે ધાર્મિક પરંપરાઓનો હ્રાસ બહુ
સામાન્ય બની રહેલ છે.જેમ કે, બાળજન્મ સમયે માતાનાં અને જન્મથી લઇને બાળપણ સુધીમાં થતાં બાળમરણનો દર
ઘટાડવામાં આદિવાસી પરંપરાનો થતો નાશ.
સામાન્ય લોકોને ધ્યાન પર પણ આવે તે પહેલાં જ સરકાર આદીવાસી બાળકોને આધુનિક શિક્ષણ
આપવાનું શરૂ કરી દેશે, તેમને વ્યાવસાયિક કામ કે નોકરીઓ આપશે જેથી તેઓ પોતાના તબીબી ખર્ચા ઉપાડી
શકે. આ બધું થાય છે વિકાસનાં ઓઠાં હેઠળ.
ધીમે ધીમે આદીવાસી પરંપરાઓ લુપ્ત થવા માંડે છે અને પછી પર્યટકોને આકર્ષવા માટે
ઉત્સવો કે સંગ્રહાલયોમાં પ્રદર્શનાર્થ ચીજ બનીને રહી જાય છે.
અરે, એટલે દૂર જવાની પણ જરૂર નથી. 'પોષણશાસ્ત્રની તાર્કીક સલાહ' તો લગભગ દરેક પરંપરાગત વાનગી અને વાનગી રાંધવાની રીતનાં જોખમો ચીંધ્યે રાખે
છે - 'તળવું હાનિકારક છે' 'મસાલા તો છોડી જ દો' 'ઘી ખાઈને હૃદયરોગ
નોતરવાને બદલ ઑલીવ ઑઇલ વડે હૃદયને તંદુરસ્ત રાખો'. વૈજ્ઞાનિકોની આ વ્યૂહરચના સૌથી પહેલાં રોમન વિજેતાઓએ
તેમના દ્વારા પરાજિત કરાયેલ જંગલી જાતિઓને 'સભ્ય' બનાવવામાં વાપરી. તે પછીથી ખ્રીસ્તી મિશનરીઓએ પણ ખરાબે ચડી ગયેલા ધર્મોને
સહી માર્ગ પર લાવવામાં તેનો ઉપયોગ કર્યો. બહુ સ્પષ્ટપણ જોઈ શકાય છે કે વિજ્ઞાન પણ
લશ્કરી તાકાત કે બજારનાં બળ કે ધાર્મિક પ્રભાવ જેવી અન્ય શક્તિઓ જેવું જ, બીજાંઓની ખફાગી વહોરી
લેતું, સામાજિક પ્રભાવક બળ
બની રહ્યું છે.
દરેક તાર્કીક દલીલ સાચી જ હોય તેવું જરૂરી નથી, કારણ કે તે પણ કોઈને
કોઈ અનુમાન પર જ આધારિત હોય છે.પ્રસ્તુત કિસ્સામાં દલીલ છે કે પ્રાણીઓની કતલ શકય
તેટલી ઓછી પીડાકારક બની રહે. તેની પાછળની માન્યતા એ છે કે માણસ માટે માંસાહાર
આવશ્યક છે.પણ તે સામે 'માણસ માટે માંસાહાર આવશ્યક નથી' એ પણ એટલું જ પ્રબળ અનુમાન છે. એટલે હવે તાર્કીક દલીલ એમ ચાલે કે પ્રાણીઓએ
માણસને તેમને મારી ખાવાની રજા આપી નથી, એટલે માંસાહાર શા માટે કરવો જોઈએ?
પ્રાણીઓના હક્કમાટે લડતાં લોકોની માગણી મુજબ ડેનિશ
સત્તાવાળાઓ માંસાહારને જ પ્રતિબંધિત કરવા તૈયાર છે ખરા ? જો કે તેમ કરવાથી તેમને મત નહીં મળે, પણ કોશેર કે હલાલ
માંસ પરનો પ્રતિબંધ મત મેળવી આપે, કારણકે તેમાં ડેનિશ સતાવાળાઓની મુસ્લિમો કે યહુદીઓની સામે બાથ ભીડવાની
હિંમત છતી થતી જોઈ શકાય. આ ચાલ તો ટ્રોજનના ઘોડા જેવી ચાલ છે - દેખીતી રીતે
વૈજ્ઞાનિક, તાર્કીક, માનવવાદી દલીલની પાછળ
દેશાંતરી મુસ્લિમોની વધતી જતી વસ્તીની સામે
જમણેરી રોષ કે યહુદી બેન્કરોની વિશ્વનાણાં અર્થતંત્ર પરની પકડની સામે
ડાબેરી રોષની આ છૂપી ચાલ જણાય છે.
આપણે એ ભૂલી જઇએ છીએ કે માણસ એ પુરેપૂરી રીતે તાર્કીક
પ્રાણી નથી. અસ્તિત્ત્વ માટેના આપણા ભયની સામે ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ ઢાલની
મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણા ખોરાક અને ખોરાક રાંધવાની પદ્ધતિઓ એ આપણી
પરંપરાઓનું એક મહત્ત્વનું ઘટક છે. ખોરાક માત્ર પોષણ પૂરતો જ મર્યાદિત નથી, નૃવંશશાસ્ત્રીઓ પણ
જેની સાથે સહમત થશે તેમ, તે સમાજની ઓળખનું એક આગવું પાસું છે. આપણે શું ખાઈએ છીએ, કેમ ખાઈએ છીએ, કેમ રાંધીએ છીએ વગેરેથી આપણે શું છીએ તેની એક ચોક્કસ પહેચાન
બને છે. જેમ કે ડુક્કરનું માંસ ન ખાવું એ મુસ્લિમ કે યહુદી સમાજની આગવી લાક્ષણિકતા
છે. અમુક દિવસોએ માછલી ન ખાવી એ અમુક ખ્રીસ્તી જાતિઓની પરંપરા છે. ભારતમા
હિંદુવાદી પક્ષની મનાતી સરકારો દ્વારા લાગુ કરાયેલ ગો-માંસ પરના પ્રતિબંધોની સામે
મુસ્લિમ, ખ્રીસ્તી અને અન્ય
કેટલીક આદીવાસી જાતિઓએ બાયોં ચઢાવી છે.
માણસ (અને માનવ સમાજ)ની ઓળખ કદી પણ તાર્કીક નહોતી, ન હોઈ શકે. એટલે જ ખાવાપીવાની બાબતોમાં હસ્તક્ષેપ
લાગણીઓને ડહોળી મૂકે છે. પરિણામે તનાવ તો વધવા નો જ.
- 'ધ મિડ ડે''માં માર્ચ ૨,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
- અસલઅંગ્રેજીલેખ It’s not Kosher, વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પરજુન ૨૩, ૨૦૧૪નારોજ Indian Mythology • Modern Mythmaking • Storify • World Mythology ટૅગહેઠળપ્રસિધ્ધથયેલછે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જાન્યુઆરી ૨૦,
૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો