બુધવાર, 23 માર્ચ, 2016

પ્રશ્નવિચાર - રાજેશ સેટ્ટી \ Quought – Rajesh Setty ગુચ્છ ૪



"પ્રશ્ન(થી ઉદ્‍ભવતા) વિચાર" શૃંખલામાટે  રાજેશ સેટ્ટીએ  કેટલાક અગ્રણી વિચારકોને 'પ્રશ્નવિચાર'  મોકલવા જણાવ્યું. તેમણે આ વિચારકોને પ્રશ્ન કર્યો હતો કે - તમારી યુવાનીના સમયે કયો એક સવાલ કોઇએ તમને  કરવો જોઇતો હતો?
આ સવાલના જવાબમાં જે સવાલ પૂછાયો તે  છે "પ્રશ્ન(થી ઉદ્‍ભવતા)વિચાર \ Question that provokes thought!
પ્રશ્નો જેટલા મહત્ત્વના છે, (કમ સે કમ) તેટલા જ મહત્ત્વના વિચાર છે. એટલે  પ્રશ્નોથી ઉદ્‍ભવતા વિચાર અનેકગણા મહત્ત્વના બની રહે છે.
આ પહેલાં પહેલી, બીજી અને ત્રીજી કડીમાં વિવિધ વ્યક્તિત્વો ધરાવતાં વિચારકોના ૧૫ પ્રશ્નવિચારને પરિણામે આપણે આ વિચારવલોણાંની પ્રક્રિયામાં ભળી જ ચૂક્યાં છીએ.  
આ શૃંખલાની ચોથી કડી અહીં પ્રસ્તુત છે.
/\/\/\
બ્રેન્ડન કૉનલી વિષે જૂદા જૂદા સંદર્ભમાં ઘણું ઘણું કહી શકાય. ટુંકમાં કહીએ તો કંઈક નવો વિચાર જણાવવા માટે, નિર્ણયકર્તાઓને તેમના નિર્ણય વિષેના વિકલ્પોમાંથી કંઈક પસંદ કરવામાં કે ખરેખર કામનું કંઇક વેંચવા માટે બહારના કે અંદરના પ્રયત્નોમાં તેઓ મશગુલ હોય છે ત્યારે તેમની સર્જનાત્મક શક્તિઓ પુરબહાર ખીલી ઊઠે છે.
આશાવાદી ચેતવણી:
તમને મનપસંદ ખેલ હોય તેને સ્કોરકાર્ડ વગર જ જોવાની મજા ક્યારે માણી જોઈ છે ? સ્કોર તો ખેલના આનંદને સ્થૂળ બનાવી દેતો હોય છે. જો કે મોટા ભાગનાં લોકોની જિંદગીમાંથી સ્કોરકાર્ડ હટી જાય તો કદાચ જિંદગીમાંથી તેમનો સ્પર્ધાત્મક રસ ખતમ પણ થઈ જાય! બ્રેન્ડનનો પ્રશ્નવિચાર આ બાબતે નવાં પરિમાણો ખોલી આપે છે.
પ્રશ્નવિચાર :
શું હું સાચા માર્ગ પર છું ?
પ્રશ્નવિચાર પરની બેન્ડન કૉનલીની નોંધ: જેમ પ્રોજેક્ટ મેનેજર, જૂદા જૂદા ઉદ્દેશ્યોના સંદર્ભમાં, ગૅન્ટ ચાર્ટ કે એવા કોઈ સાધન વડે પોતાના પ્રોજેક્ટની પ્રગતિ  પર નજર રાખ્યાં જ કરતાં હોય છે તેમ આપણે પણ આપણી જિંદગીની સફર પર, તેનાં જૂદાં જૂદાં ગંતવ્ય સ્થાનોના સંદર્ભમાં, નજર રાખ્યા કરતાં રહેવું જોઈએ? જો આપણે સાચા માર્ગ પર હોઈએ તો વળી આ પ્રશ્ન તો આધ્યાત્મિક પરિમાણ પકડી લઈ શકે છે. પણ આપણે સાચા માર્ગ પર છીએ કે નહીં તે જ એક ગૂઢ સવાલ છે. માર્ગ એટલે શું? આપણે જ્યાં જવું છે ત્યાં લઈ જતો રસ્તો, આપણી જિંદગીનો તે માર્ગ છે. આપણે જે વ્યવસાયમાં છીએ તે કે કુટુંબ સાથે વેકેશન ગાળવાની વાત હોય કે આપણા મનની  શાંતિ માટેનો ઉપાય હોય તે માટે  લીધેલો કોઈ એક રસ્તો હોઈ શકે છે. એક વાર સફર શરૂ કર્યા બાદ સમયે સમયે આપણી કેટલે પહોંચ્યાં તેના પર આપણે નજર પણ રાખતાં રહીએ છીએ. રસ્તો ગમે ત્યાં જતો હોય, પણ માર્ગમાં અવનવાં વિઘ્નો પણ આવતાં રહેવાનાં ! એમાં પણ જો રસ્તો બહુ સ્પષ્ટ ન હોય તો વિઘ્નો કે માર્ગદર્શક ચિહ્નો વચ્ચે અંતર કરવું પણ મુશ્કેલ બની જતું હોય છે. એક અલગારી મુસાફરનું કહેવું છે કે મોટા ભાગે આપણી ધારણા કરતાં આપણો માર્ગ વધારે સાંકડો જ હશે ! શુભ સફર.
વીજાણુ કડીઓઃ

1. Brendon Connelly’s blogsite


2. Brendon Connelly@ LinkedIn


3. Brendon Connelly@ Compound Simplicity


4. Brendon Connelly@ ATTN.


5. Brendon Connelly’s Battery Heroes


6. Brendon Connelly’s articles @ AllBusiness.com
7. Bren’s
Book review: Beyond Code

હવાઈમાં જ જન્મેલ અને ઊછરેલ સોઝા સૅ  રીસૉર્ટ આતિથ્ય વ્યવસાય અને રહેણાંક રીસોર્ટ વિકાસ ઉદ્યોગ સંચાલનના વ્યવસાયમાં ત્રીસથી પણ વધારે વર્ષોથી સક્રિય છે. તેઓ કાર્યસ્થળ (HO‘OHANA) સંસ્કૃતિનાં પ્રશિક્ષિકા છે જે કાર્યસ્થળની સંસ્કૃતિનાં એક એક મૂલ્યને ખોળીને કાર્યસ્થળને વધારે આરોગ્યપ્રદ અને વધારે લાભદાયી કરવા માગે છે. મોટા ભાગે આપણે, આપણાં ALOHAનાં મૂલ્યો વડે જીવવાને બદલે  બીજાંઓની 'હોવું જોઈએ'ની અપેક્ષા મુજબ જીવવા મથતાં હોઈએ છીએ. રોસા સૅ હવાઈ સંસ્કૃતિનિ માન્યતા - પોતાની અંદરનાં ઊંડાણમાંથી કોઈ વ્યક્તિ ખરાબ નથી હોતી, જો કદાચ ખરાબ હોય તો તેની વર્તણૂક ખરાબ હોઈ શકે છે, જેનાં અનેક કારણો હોઈ શકે છે-ને પોતાની કાર્યપદ્ધતિમાં વણી લેવાનાં આગ્રહી છે.
આશાવાદી ચેતવણી :
આપણને બધાંને એક દિવસ તો કંઈક સારું કામ કરવું તો છે જ, પરંતુ એ 'સારું' કામ કરવાના દિવસનું શુભ ચોઘડિયું જલદી નથી આવતું. આપણી આજનાં કામો કરવાની વ્યસ્તતાએ આપણને એટલાં ઉલજાવી નાખ્યાં છે કે કદાચ આપણી પાસે તારીખિયામાંથી શુભ મુહુર્તનો સમય શોધી કાઢવાનો પણ સમય નથી. રોસા સૅનો પ્રશ્નવિચાર આપણી વ્યસ્તતાની એ ગહરી ઉંઘમાંથી જગાડવાની આલબેલ છે.
પ્રશ્નવિચાર :
વધારે સારૂં ભવિષ્ય સર્જવા માટેની મારી જવાબદારી અદા કરવા માટે જો છેલ્લું જ વર્ષ હોય તો હવે પછીના આ વર્ષના મારા દિવસોને કિંમતી નગદ નાણાંની જેમ વાપરવા માટે શ્રેષ્ઠ માર્ગ કયો?
વીજાણુ કડીઓઃ
1.       Rosa Say’s website
2.       Rosa’s Blog: Managing with Aloha
3.       Book: Managing with Aloha
4.       Coaching: Say Leadership Coaching
5.       Rosa Say’s Change Manifesto

છેક ૧૯૮૦થી ઑનલાઈન વિશ્વ સાથે સંકળાયેલા ડેવ ટેલરનું મુખ્ય ધ્યાન તેમની વ્યૂહાત્મક માર્કેટીંગ કન્સલટન્ટની ભૂમિકા પર જ છે.તેમના મોટા ભાગના ગ્રાહકો નાના પાયા પરના નવાં સાહસો છે.પરંતુ તેને કારણે ડેવ ટેલર જરૂર પડ્યે લેખક, બ્લૉગ્ગર, શિક્ષક, કમ્પ્યુટર સમ્બંધિત બાબતો વિષે ગાંડા શોખીન, એક વ્યાવસાયિક કે સારા મિત્રની હૅટ પહેરી અને નિભાવતાં અચકાતા નથી. જો મોટી કંપનીઓને પાણીમાં ડુબકી મારી અને ભીના થઈને સમસ્યાઓનાં સમાધાન શોધવાની બેશરમી નડતી હોય, તેમની સાથે પણ ડેવ ટેલર પોતાની શૈલીમાં મજાથી કામ કરી શકે છે.
આશાવાદી ચેતવણી
ડેવના સવાલ વિષે વિચાર કરવાથી આપણી પ્રાથમિકતાઓને પણ ખરી દિશા મળતી થઈ જઈ શકે છે.
પ્રશ્નવિચાર :
"બસ, આટલું પૂરતું છે?" એમ શી રીતે ખબર પડે?
વીજાણુ કડીઓઃ
1. Dave’s Blog: The Intuitive Life
2. Dave’s latest book:
The Complete Idiot’s Guide to Growing Your Business with Google
3. Dave’s Q&A site:
Ask Dave Taylor
4. Dave Taylor’s Presence on Social Networks :  DaveTaylorOnline.com
પોતાના પરિચયાત્મક સંદેશનું સ્ટીવ ફાર્બરનું કથન છે - તમે જે કરો છો તે પસંદ કરતાં લોકો માટે તમે જે કંઈ પસંદ કરતાં હો તે બધું જ કરી છૂટો." તેઓ Extreme Leadership, Incorporatedના સ્થાપક પ્રમુખ છે. Extreme Leadership\આત્યંતિક નેતૃત્ત્વની તેમની વ્યાખ્યા એટલે નેતૃત્ત્વના વાઘા પહેર્યા પછી એ ક્ષેત્રમાં પડઘાતા ઉલ્લાસ કે ભયના સ્વાભાવિક પડકારો તમારી પ્રતિબદ્ધતાને છકાવી ન નાખે કે ડગાવી ન નાખે તે પ્રકારની પોતાની જાત સાથે વચનબદ્ધતા.આત્યંતિક નેતૃત્ત્વ બહુ જ પ્રબળ કક્ષાએ અંગત અને ડરામણું બની રહે છે. અહીં ભય એ વાતનો છે કે તમારી આસપાસનાં લોકો તમારા વિષે શું આધાર, ક્યારે બાંધી બેસશે તે વિષે કંઇ જ અનુમાન કરી શકાય તેમ નથી. આ કારણે તમરી અત્યાર સુધી ઊભી કરેલી શાખ હંમેશ દાવ પર જ લાગેલી રહે છે. ભયની આ લાગણી તમારા માટે તમે સાચી દિશામાં આગળ વધી રહ્યાં છો તે વાતનું આંતરિક દિશાસૂચક ગણી શકાય. સ્ટીવ ફાર્બરની વેબસાઈટ પર આ વિષય બહુ રસપ્રદ માહિતી જાણવા મળે છે.
આશાવાદી ચેતવણી:
સ્ટીવ ફાર્બરના પ્રશ્નવિચારને કારણે આપણું પોતાનું ઉત્તરદાયિત્વ બેચાર પગથિયાં ઉપરની કક્ષાએ પહોંચી શકે છે.
પ્રશ્નવિચાર :
કોઈ કંઈ કરતું હોય કે ન કરતું હોય, તો પણ, મારી આસપાસની દુનિયાનો એક અંશ પણ વધારે સારો કરવા માટે હું શું કરી શકું?
વીજાણુ કડીઓઃ
જ્યારથી કેથી સિયેરા Virgin, Amblin', MGM જેવી કંપ્યુટર ગેમ્સના વિકાસ સાથે સંકળાયાં છે ત્યારથી તેમના રસના વિષય છે મગજ, આપણી પોતાની વિચાર પ્રક્રિયા{metacognition) અને અનૈસર્ગિક બુદ્ધિમતા(artificial intelligence)રહ્યા છે. તેમનો આ રસ તેમને, અને સાથે સાથે આપણને પણ, આપણું મગજ કેમ કરે છે, તેની કામ કરવાની ક્ષમતાનો નવું નવું શીખવા અને યાદ રાખવામાં કેમ ઉપયોગ કરવો તે વિષે સમજણ પાડે છે. તે સાથે સાથે સામેની વ્યક્તિ આપણી પાસે કામ કઢાવવા માટે મગજ-આધારિત ટેકનીક્સનો કેમ પ્રયોગ કરી રહી છે તે પારખી લેવામાં પણ મદદગાર બને છે.બહુખ્યાત Head First શ્રેણીનાં તે સહસર્જક છે. javaranch.com જેવી સહુથી વિશાળ સામુદાયિક વેબસાઈટ વિકસાવવાનું પણ માન તેમને ફાળે છે.
આશાવાદી ચેતવણી :

કેથી સિયેરાના પ્રશ્નવિચાર પર વિચાર કર્યા પછીથી આપણે હવે  કદાચ 'કોઇ આમ, અથવા તેમ, કરશે જ એવું ધારી નહીં લઈએ'.
પ્રશ્નવિચાર :
આપણે શું ધારી જ લઈએ છીએ?” 
વીજાણુ કડીઓઃ

1. Blog: Creating Passionate Users
2. Books:
Head Rush Series
3. Community:
Java Ranch

4. Kathy Sierra’s top 13 Quotes

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Quought for the Day’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ-  ગુચ્છ ૪ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ માર્ચ ૨૩, ૨૦૧૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો