એક તંત્રીએ મને એક વાર પૂછ્યું કે તમારી ટ્વીટ કે તમારા લેખોમાં ડાબેરી કે
જમણેરી જેવા પારિભાષિક શબ્દો કયા આધારે વાપરો છો. મારા માટે તો ડાબેરી કે જમણેરી એ
બે છેડા પરના અંતિમો જ છે.બંને પ્રકારનાં લોકો એક પ્રકારની નૈતિક સ્તરે ચુસ્ત
જણાતી માન્યતાઓને વળગેલાં હોય છે. બંનેમાંથી કોઈ પણ વૈવિધ્યને પચાવી નથી શકતાં
એટલે જ એકબીજાંની બાદબાકી કરવામાં મંડ્યાં પડ્યાં રહે છે. જો તેમના વિચારો સમધારણ
સ્તરના રહે, બંને વિચારસરણી કામની
છે.પૌરાણિક માન્યતાશાસ્ત્ર વિષે દરેલ લોકોની કંઈને કંઈને પૂર્વધારણા હોય જ છે, એટલે લોકોનું વલણ પારખવા માટે મેં બહુ સાદું ચેકલિસ્ટ બનાવ્યું છે.
નોંધ : આ ખાનાંઓ ચુસ્તપણે બંધ
કરાયેલાં નથી, તેમ જ બંને વચ્ચે કોઈ ખાસ અંતર
પણ નથી. વાતના સંદર્ભ કે તેમને સાંભળનાર વર્ગનાં વલણ અનુસાર, મોટા ભાગે લોકો એકથી બીજાં ખાનાંમાં કુદી જતાં પણ હોય છે. જે લોકો આમ કુદી નથી
જતાં તે પોતાને ચુસ્ત શુદ્ધાચારી મનાવે છે અને બીજાં બધાંને તેઓ તકવાદી
અને દૂધદહીંમાં પગ રાખનારાંમાં ગણાવે છે. તેમને પોતાના મતમાંની જડતા કે
બંધિયારપણું દેખાતાં નથી. અને આમ, બીજાંઓનું ન સાંભળવાની તેમની
પડી ગયેલી ટેવોને કારણે તેમનો વિકાસ અટકી જાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો