"પ્રશ્ન(થી
ઉદ્ભવતા) વિચાર" શૃંખલામાટે રાજેશ સેટ્ટીએ
કેટલાક અગ્રણી વિચારકોને 'પ્રશ્નવિચાર'
મોકલવા જણાવ્યું.
તેમણે આ વિચારકોને પ્રશ્ન કર્યો હતો કે - તમારી યુવાનીના સમયે કયો એક સવાલ કોઇએ
તમને કરવો જોઇતો હતો?
આ સવાલના જવાબમાં જે સવાલ પૂછાયો તે
છે "પ્રશ્ન(થી ઉદ્ભવતા)વિચાર \ Question
that provokes thought!
પ્રશ્નો
જેટલા મહત્ત્વના છે, (કમ સે કમ) તેટલા જ મહત્ત્વના વિચાર છે.
એટલે પ્રશ્નોથી ઉદ્ભવતા વિચાર અનેકગણા
મહત્ત્વના બની રહે છે.
આ પહેલાં પહેલી, બીજી, ત્રીજી અને ચોથી કડીમાં વિવિધ વ્યક્તિત્વો ધરાવતાં વિચારકોના ૨૦
પ્રશ્નવિચારને પરિણામે આપણે આ વિચારવલોણાંની
પ્રક્રિયામાં ભળી જ ચૂક્યાં છીએ.
આ શૃંખલાની કડી
અહીં પ્રસ્તુત છે.
/\/\/\
#૨૧ ટૉની ક્લર્ક
ટૉની ક્લર્ક વ્યવસાયે એક તરફ EfficiencyLab, LLC ના સ્થાપક અને સલાહકાર છે તો બીજી તરફ તેઓએ લગભગ ૨૦૦૮માં તેમના બ્લૉગ પરથી લાંબી રજા લીધી અને Teaching Sells, Lateral Action અને એ પ્રકારના અનાગત પ્રકલ્પોમાં વધારે ને વધારે વ્યસ્ત થતા ગયા. આમ તેઓ એક હેટ પહેરે છે અને થોડા સમય પછી તે ઉતારીને બીજી હેટ પહેરે છે. તેમની સર્જનાત્મકતા તેમને કોઈ એક જગ્યાએ પગ વાળીને બેસવા નથી દેતી. તેઓ ઘણી બધી જગ્યાએ સંકળાયેલા છે, પણ ક્યાંય બંધાયેલા નથી.
આશાવાદી ચેતવણી:
ટૉની ક્લર્કનો પ્રશ્નવિચાર વાંચ્યા પછી બહુ
ચોક્કસપણે સમજાઈ જાય છે કે આપણે અદમ્યપણે જે પણ શરૂ કરવાનું હતું તેના માટેનું ઉત્તમ
ચોઘડિયું તો ગઈ કાલે જ હતું!
પ્રશ્નવિચાર :
'બસ, અત્યારથી જ' માટે કેટલા ' હવે થોડા જ દિવસ' વેડફીશું?
ટૉની ક્લર્કની નોંધ : આપણા અદમ્ય મનોરથને સિદ્ધ કરવા માટે 'બસ હવે થોડા જ દિવસમાં જ શરી કરી દઈશ'માટે બહુ રાહ જોઈ કાઢતાં હોઈએ છીએ. સ્વપ્ન સિદ્ધ કરવા માટે મુહુર્ત કઢાવવાનું ન હોય. એ માટે તો 'બસ, અત્યારથી જ' સાચો સમય છે. અને એ “અત્યારથી” માટે 'અત્યારથી જ'થી વધારે સમય કયો હોઈ શકે?
વીજાણુ કડીઓઃ
1. Blog: Success from the Nest
2. Website: Implementing Scrum (Tony provides the cartoons
relevant to the content)
3. Podcast: The Creative Venture
4. Company: EfficiencyLab, LLC (Tony’s consulting company)
#૨૨ કીથ ફેર્રઝ્ઝી
સ્ટીલનાં કારખાનામાં કામ કરતા એક કામદાર પિતા અને બીજાંને ત્યાં છૂટક કામ કરતી માતાનો દીકરો એવો કીથ ફેર્રઝ્ઝી એક એક એવી જૂજ વ્યક્તિઓમાંથી છે જેણે બહુ જ સંતુલિત અને તેમ છતાં પ્રભાવશાળી માર્કેટીંગ કૌશલ્ય અને સંબંધોની શક્તિ વડે પોતાની સફળતાનો માર્ગ કંડાર્યો છે. ફૉર્બ્સ અને ઈન્ક સામયિકો તેમને સૌથી વધારે 'સંકળાયેલ' વ્યક્તિ કહે છે. તેમની કંપની ફેર્રઝ્ઝી ગ્રીનલાઈટએ સંસ્થાની સંસ્કૃતિમાં પરિવર્તન લાવવા માટે જે વર્તણૂંક એન્જિનીયરીંગ અભિગમ વિકસાવ્યો છે તે અહીં જોઈ શકાય છેઃ
આશાવાદી ચેતવણી:
કીથ ફેર્રઝ્ઝીનો પ્રશ્નવિચાર આપણને સંબંધોની જાળવણી માટેની ગુરુચાવી પૂરી પાડી શકે છે.
પ્રશ્નવિચાર :
કોણ ? મારાં ધ્યેયની સિદ્ધિમાટે
મદદરૂપ થઈ શકે તેવી સૌથી વધારે મહત્ત્વની વ્યક્તિઓ કોણ છે?
શું? હું તેમના માટે શું કરી
શકું?
કીથ ફેર્રઝ્ઝીની નોંધ : મોટા ભાગનાં લોકો બીજા સવાલમાં ગુંચવાઈ જતાં હોય છે. પણ સફળ સંબંધોનું રહસ્ય આ સવાલના તમારા જવાબમાં જ રહેલું છે.
વીજાણુ કડીઓઃ
1. Blog: Never Eat Alone (shifted to Keith Ferrazi.com w.e.f. 2010)
2. Company: Ferrazzi Greenlight
3. Book: Never Eat Alone
#૨૩ - બૉબ સુટ્ટૉન
બૉબ સુટ્ટૉનનું મુખ્ય કાર્યક્ષેત્ર સંચાલન અંગેનાં જ્ઞાન અને સંસ્થાકીય કાર્યવાહી, નવોત્થાન અને સંસ્થાકીય કામગીરી વચ્ચેની કડીઓનો અભ્યાસ રહેલ છે.
તેમના બ્લૉગ પર 12 Things I Believe શીર્ષક હેઠળ તેમની વિચારસરણીના નિચોડસમ લેખો વાંચવા મળે છે. બીજી ઘણી રસપ્રદ માહિતી અને ચર્ચાઓ ઉપરાંત એમના બ્લૉગ પર Good Books હેઠળ દરેક સંચાલકે વાંચવા જેવાં પુસ્તકોની યાદી પણ હાથવગી રાખવા જેવી છે.
આશાવાદી ચેતવણી:
ઘણી વાર આપણી પાસે શું નથી તેની શોધમાં આપણે આપણી પાસે જે છે તેની મજા માણવાનું જ ભૂલી જતાં હોઈએ છીએ. બૉબ સુટ્ટૉનનો પ્રશ્નવિચાર આપણામાં જ છૂપાયેલી આપણાં સુખરૂપી કસ્તુરી વિષે સભાન કરે છે.
પ્રશ્નવિચાર :
શું ખરેખર મને મારા માટે વધારે ને વધારે, ને હજુ વધારે જોઈતું જ
રહે છે?
એક સુખી જીવન
જીવવા માટે મારી પાસે જે કંઈ છે તે પૂરતું નથી?
વીજાણુ કડીઓઃ
1. More about Bob Sutton (Bio at Stanford)
2. Blog: Work matters
3. Bob’s latest book: (with Huggy Rao) - Scaling
Up Excellence: Getting to More Without Settling for Less
4. Bob Sutton’s Other Online Places
#૨૪ ડેવીડ મૈસ્ટર
ડેવીડ મૈસ્ટર વ્યાવસાયિક સેવાઓની સંસ્થાઓનાં સંચાલનના સિદ્ધાંતોના નિષ્ણાતોમાં વિશ્વકક્ષાનું સ્થાન મેળવી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે તેમનાં જીવનભરના અનુભવોનો નીચોડ (કંઈ પણ કરવા માટેની) અદમ્ય ભાવના, લોકો અને સિદ્ધાંતો એ ત્રણ પરિમાણોમાં સમાઈ જાય છે. તમને જેના માટે અદમ્ય ભાવ છે, તમારી આસપાસનાં બધાં જ લોકો જેને સ્વીકારે એવા સિદ્ધાંતોથી વધારે પ્રભાવશાળી કોઈ પણ બાબત કોઈ પણ વ્યવસાયમાં ન હોઈ શકે.તેમની વેબસાઈટ પર તેઓ આ પ્રકારના વ્યાવસાયિક સિદ્ધાંતોના Strategy, Managing, Client Relations અને Careers જેવાં પાસાંઓમાં અમલ વિષેની સૂક્ષ્મસૂઝની ચર્ચા કરતા રહે છે.
લગભગ ૩૦ વર્ષની કન્સલટીંગ પ્રેક્ટીસ પછીથી ૨૦૧૦માં તેમણે સલાહકાર કે લેખન કે વ્યક્તવ્યો આપવામાંથી નિવૃત્તિ લઈ લીધા પછી હવે તેઓ તેમનાં પત્ની સાથે "નાની નાની" બાબતોમાં આનંદ માણી રહ્યા છે..
આશાવાદી ચેતવણી:
અત્યંત પ્રભાવશાળી અને મજબૂત સંબંધો હોય એ વાત
માત્ર દિવાસ્વપ્ન જ બની રહે જો તેના હકદાર થવા માટે અને તે મેળવી શકવા માટે જરૂરી
પરિશ્રમનું સિંચન ન કરવામાં આવે. ડેવીડ મૈસ્ટરનો પ્રશ્નવિચાર આ બાબતપર બહુ જ
સુંદરપણે પ્રકાશ પાડે છે.
પ્રશ્નવિચાર :
“મારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચવા માટે મહત્ત્વના
સંબંધોના હકદાર થવા અને તે કેળવવા માટે મારે શું શું કરવું જોઈએ?"
વીજાણુ કડીઓઃ
1. Website: David Maister
2. Blog: Passion, People and Principles
3. David Maister’s famous book: Managing the Professional Services
Firm
4. David Maister’s Other Books - http://davidmaister.com/books
#૨૬ ડેબ્બી કૅલ
એક વાકયની પોતાની ઓળખાણમાં ડેબ્બી કૅલ કહે છે કે ૨૦ વર્ષ ઉપચારક તરીકે અને ૧૦ વર્ષ કૉચ તરીકે ગાળવાની સાથે સાથે તેઓ જીવનભર વ્યક્તિગત વિકાસનાં ઉપાસક રહ્યાં છે.
તેમની વેબસાઈટ પર તેમને ગમતાં પુસ્તકોની યાદીમાં Gretchen Rubin: The Happiness Project; Christina Baldwin: The Seven Whispers; અને Arjuna Ardagh: The Translucent Revolution જોવા મળે છે.૨૦૦૫થી ૨૦૧૨ સુધીની તેમની પૉસ્ટ્સ Spirit In Gear: Archives પર જોવા મળે છે. તેમણે ૨૦૦૬થી ૨૦૧૩ સુધી રીયલ એસ્ટેટ નિવેષક તરીકે કારકીર્દીના બીજા છેડાનો પણ સુખદ અનુભવ કરી લીધો છે.
આશાવાદી ચેતવણી:
પોતાને ખરેખર શું
જોઈએ છે તે ખબર ન હોવી એ દુઃખી થવા માટેનો ધોરી માર્ગ છે. અને તેમ છતાં આપણે
લોકોને પોતાને શું જોઈએ છે જાણ્યા સમજ્યા વિના જ કંઈક મેળવવાની પાછળ લગી પડેલાં
જોઈએ છીએ. અને એટલે, તેમને એ મળી પણ જાય
તો પણ તેઓ સુખી તો નથી જ થઈ શકતાં. ડૅબ્બી કૅલનો સવાલ છે દેખાય છે બહુ સીધો, પણ છે એટલો જ ગહન.
પ્રશ્નવિચાર :
મારે
શું જોઈએ છે?
ડૅબ્બી કૅલની નોંધ : આમ જૂઓ તો મારૉ પ્રશ્નવિચાર વ્યક્તિનાં સમગ્ર જીવનને લાગુ પડતો જ કહી શકાય. પણ તોડી સૂક્ષ્મ નજરે જોઈએ તો તે પોતાની કારકીર્દી કે પોતાના સંબંધોના સંદર્ભમાં પણ એટલો જ પ્રસ્તુત છે. જ્યારે જ્યારે આપણે આપણી જાતને આ સવાલ કરીશું ત્યારે ત્યારે એ સમયના સંજોગ અને સંદર્ભ અનુસાર આપણો જવાબ પણ આગવી રીતે અલગ પડતો હશે.જીવનમાં ( કે પછી કારકીર્દીમાં કે કોઈ સંબંધમાં) આ સવાલને દિશાસૂચક યંત્રની જેમ ઉપયોગ કર્યા સિવાય જો સ્વયંસંચાલિત ગતિમાં જ આગળ વધતાં જશું, તો કશે પણ નહીં પહોંચી શકાય.આ પ્રશ્નના આપણા અંતરાત્માના જવાબને સાંભળવા માટે બીજાં આપણામાં શું ખોળે છે, તેમની આપણા તરફ શું અપેક્ષા છે જેવા સવાલોના જવાબોની ગુંજને સાંભળી સમજી લીધા પછી શાંત પાડી દેવાની હિંમત પણ જોઈશે.
વીજાણુ કડીઓઃ
શ્રી રાજેશ
સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી
-‘Quought for the Day’-ના લેખોનો
ગુજરાતીમાં રસાસ્વાદ- ગુચ્છ ૫ //
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જુન ૧૫, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો