શુક્રવાર, 15 જુલાઈ, 2016

પરિવર્તન અંગે કેટલીક 'આઉટ-ઑફ-ધ-બૉક્ષ' વિચાર કણિકાઓ



તન્મય વોરા
આર્થિક ઉથલપાથલને કારણે પરિવર્તનો તો થતાં જ રહેવાનાં. આપણા વિકાસની ચાવી એ પરિવર્તનો સામેના આપણા પ્રતિભાવોમાં રહેલી છે. એ પરિવર્તનને કેવો પ્રતિભાવ આપવો એ સંસ્થા, કે વ્યક્તિ,ની પસંદગીનો સવાલ છે.અને એ પસંદગીઓ આપણાં ભવિષ્યના માર્ગને ઘડવામાં બહુધા પ્રભાવ પાડતી રહે છે.
સંસ્થા ક્યાં તો મંદી માટે કરીને માથાં કુટવાનું નક્કી કરે કે પછી આજની પરિસ્થિતિને સુસંગત સંસ્થાકીય કૌશલ્યને વિકસાવી લાંબા ગાળે અસર થાય તેવા નિર્ણયો લેવામાં પોતાની શક્તિ કામે લગાડી શકે.
આ સંદર્ભમાં એક બહુ જૂની ચીની કહેવત છે કે – 
જ્યારે પરિવર્તનનો પવન ફુંકાય છે, ત્યારે કોઇ બાંધે દીવાલ તો કોઈ બાંધે પવનચક્કી.[i]
-           અનામી
મંદી કે અવળા સંજોગો સમયે દિવાલ ચણવા જેવો સંરક્ષણાત્મક અભિગમ અપનાવવો કે પવનચક્કી બાંધવા જેવો સક્રિયાત્મક, રચનાત્મક અભિગમ અપનાવવો એ જ વિષય પર એક અન્ય રૂપક પણ બહુ ઘણું પ્રસ્તુત છે.

જ્યારે સંસ્થા પૂરજોશમાં કાર્યરત હોય - એફ૧ રેસીંગ ટ્રેક પરની સ્પર્ધામાંની કોઈ પણ કારની જેમ - અને વધારાનું ઈંધણ પૂરવાની કે પૈડું બદલવા જેવી જરૂરિયાત અનુભવાય ત્યારે બીજા કોઈ સ્પર્ધક દ્વારા પીળી ધજા બતાવી મરમ્મત માટે સમય મગાય તેવી પ્રતિક્રિયાત્મક રાહ જોવી કે 'પીટ સ્ટૉપ' સમય માગી લેવા જેવી સક્રિયાત્મક વ્યૂહરચના અપનાવવી?

એફ૧ રેસીંગ ભલે એક રમત ગમતની સ્પર્ધા જણાતી હોય પણ તેમાં સફળતા એ માત્ર કારચાલકનાં કૌશલ્ય કે તેની કારની ક્ષમતા પર જ નિર્ભર નથી. બીજાં કેટલાંય મહત્ત્વનાં પાસાંઓનાં અસરકારક અને સમન્વયિત સંચાલનની સાથે તેમાં એક મહત્ત્વની ભૂમિકા છે 'પીટ સ્ટૉપ' ટીમની . બહુ જ અસરકારક પીટ સ્ટૉપ ટીમની કામગીરી રેસ જીતવા માટે ખૂબ જ મહત્ત્વની એવી પાંચથી નવ સેકંડનો ફરક પાડી શકે છે.આ જ કારણ સર, ૧૯૫૦થી માંડીને આજ સુધી પીટ સ્ટૉપ સંચાલન કાર્યપ્રણાલિઓમાં પણ બહુ ફરક આવતો ગયો છે.[ii]

દવાઓ અને આરોગ્યસંભાળ ઉત્પાદનોમાં બહુખ્યાત એવી બહુરાષ્ટ્રીય કંપની, ગ્લેક્ષોસ્મિથક્લિન (GSK)એ પોતાની ઉત્પાદકક્ષમતાને વેધક પરિમાણથી સજ્જ કરવા એફ૧ રેસીંગનાં સંચાલનમાં અગ્રેસર એવી મૅક્લરૅન ગ્રુપની સાથે સહયોગ કર્યો. પરિણામે તેઓએ તેમનાં એક પછી એક ઉત્પાદન સંયંત્રોમાં પીટ સ્ટૉપ કાર્યપ્રણાલિને અપનાવવાનું શરૂ કરી દીધું અને બજારની માગને ત્વરિત પ્રતિભાવ આપવા માટે સક્ષમ થતા ગયા.
આપણા માટે સવાલ:
હવે જ્યારે પરિવર્તન અંગેની વિચારણા કરવાની થશે ત્યારે દીવાલ બાંધશું કે પવનચક્કી ?
જ્યારે દેખીતી રીતે બધું સમુંસુતરૂં ચાલી રહ્યું હોય ત્યારે 'પીટ સ્ટૉપ' સમય લઈશું?

પાદ નોંધઃ
પરિવર્તન સંચાલન વિષે આપણે આ પહેલાં જે ત્રણ લેખ રજૂ કર્યા હતા તેના પણ એક નજર ફરીથી કરી લઈશું?



[i] Winds of Change

 
[ii] Formula 1 Pit Stops - 50s, 60s, 70s, 80s, 90s, 00s and 10's
 


  • અસલ અંગ્રેજી લેખ, Great Quotes : Change પરથી ભાવાનુવાદ

Ø  અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો