તન્મય
વોરા
જે સંસ્થાઓ નવું નવું શીખવા કે બદલાતા સંજોગોની
સાથે કદમ મેળવવામાં અને વ્યૂહરચનાઓના અસરકારક અમલ કરવામાં ઉણી પડતી હોય છે તે સતત
થતાં પરિવર્તનો અને સ્પર્ધાના શિકારનો કોળીયો બની જવાની વધારે શકયતા ધરાવે છે.
'લોકો જે પરિણામો ઈચ્છે છે
તેને સિદ્ધ કરવા માટે પોતાની ક્ષમતા સાતત્યપણે વધારતાં રહે છે, જ્યાં વિચારસરણીની નવી અને વિકસતી તરાહોની
સંભાળ લેવાય છે, જ્યાં
સામુહિક અપેક્ષા મુક્તપણે વિહરે છે અમે જ્યાં લોકો સાથે મળીને સમગ્ર ચિત્રને
જોવાનું સતત શીખતાં રહે છે.'
આજનાં ઝડપથી બદલતાં રહેતાં વિશ્વમાં નવું શીખતી
રહેતી સંસ્થાઓનું ઘડતર કરતા રહેવા માટે આપણે ઔપચારિક શિક્ષણ પદ્ધતિઓને પાર પહોંચવું
પડશે.નવું શીખતી સંસ્થા નવું શીખતી વ્યક્તિઓ સિવાય શકય નથી. બીનઔપચારિક શિક્ષણને પ્રોત્સાહન આપતાં વાતાવરણમાં
લોકો એકબીજાંની સાથે હળે મળે ત્યારે જ વધારે શીખી શકે છે.
અહીં વાતાવરણ અપર ખાસ ભાર એટલે મુકવો છે કે
નવું શીખવાના, અને
જે શીખ્યાં તેનો અથપૂર્ણ પરિણામો સિદ્ધ કરવામાં, અમલ કરવામાં સંસ્થાનું વાતાવરણ સૌથી મોટો અંતરાય નીવડી શકે
છે. વિધિપુરઃસરનાં શિક્ષણ, સાધનો કે કાર્યપદ્ધતિઓ
પાછળ તમે કેટલો ખર્ચ કર્યો છે તેનું કોઈ જ મહત્ત્વ નથી જો લોકો કોઈ જાતના
ભય વગર પોતે જે શીખે તે બીજાં સાથે વહેંચી ન શકે અને નવું શીખવાની ક્ષિતિજો
વિકસાવી ન શકે.
નવું શીખવામાં માથાફોડ કરવી પડે અને વાતે વાતે
લડખડાઈ જવું પડે એમ કેમ થતું હશે? આ સવાલના જ જાણે જવાબ માટે ફ્રાંસેસ્કા જિનો અને બ્રૅડલી
સ્ટૅટ્સએ HBRના
નવેમ્બર, ૨૦૧૫ના
અંકમાં “Why Organizations Don’t Learn” શીર્ષક હેઠળ એક લેખ લખ્યો છે. આ લેખમાં સંસ્થાનાં શીખવાનાં
વાતાવરણને અવરોધ કરતા સાંસ્કૃતિક અને વ્યક્તિગત પૂર્વગ્રહો આલેખેલ છે. તેઓ એ આ
પૂર્વગ્રહોને અતિક્રમવા માટે કેટલાંક ઉપયોગી સુચનો પણ કરેલ છે.
એ લેખમાં વર્ણવેલ મુખ્ય પૂર્વગ્રહોનો નિચોડ મેં આ
રેખાચિત્રમાં રજૂ કરેલ છે. જૂદા જૂદા પૂર્વગ્રહોને કેમ દૂર કરવા એ અંગે માર્ગદર્શન
મેળવવા માટે તો HBRનો લેખ જ વાંચવો રહ્યો.
Ø
અનુવાદકઃ અશોક
વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો