બુધવાર, 28 ડિસેમ્બર, 2016

લઘુ ગાથા - ગુચ્છ ૧૫
બીજી ઓવરને અંતે બેટ્સમેન આક્રમક અદામાં નજદીકના ફિલ્ડર તરફ ધસતો હતો. અમ્પ્યાર કૈલાસે તેને તરત જ પાછા આવી જવા કહ્યું.

બેટ્સમેને પૂછ્યું, 'પણ કેમ?"

કૈલાસે એટલી જ કડકાઈથી કહું, 'ચાલુ મેચે ફિલ્ડર સાથે ટંટો મારી પાસે નહીં ચાલે.'

ગુંચવાયેલ બૅટ્સમેન બોલ્યો, 'પણ હું તો બુટની વાધળી બંધાવવા જતો હતો !'
કોઈ વાર આપણે આપણી ફરજ (જાણ્યે અજાણ્યે) વધારે પડતી ગંભીરતાથી નિભાવતાં હોઈએ છીએ !
# ૧૩૩ – બૂમરેંગ

પ્રોગ્રામના એક બગ વિષે તપસ અને તમસ વચ્ચે દલીલબાજી ચાલી રહી હતી. સમસ્યાના સંભવિત ઉકેલ અંગે બંનેના અભિપ્રાય સામસામા અંતિમે પહોંચી ગયા હતા. તપસે ગુસ્સામા આવીને કહ્યું, 'તું હવે જે કંઈ કહીશ તે મહત્ત્વનું નથી, કારણકે તારી એકોએક દલીલ સાવેસાવ ખોટી રહી છે.' તમસે ઠાવકાઈથી જવાબ દીધો, 'તું સાચો છે.'
ગુસ્સામાં  હોઈએ ત્યારે થુંકેલું ગળવાનું આવે એવું બોલાઈ જવાની શકયતાઓ રહેલી જ હોય છે.

#૧૩૪ - ચક્રાવામાં


વાયએમસીએની બહાર તરફ ભાગતી કૃષ્ણાએ કાવેરીને લગભગ પાડી કાઢી. તે તો પોતાના ફોનમાં વાતો કરવામાં મશગુલ હતી -'સૉરી..હું મારા ક્લાયંટ સાથે વ્યસ્ત છું એટલે વાત કરવામાં મોડું થયું'. કાવેરી પોતાના હોશકોશ સંભાળે એટલી વારમાં તો કૃષ્ણા પાછી વાયએમસીએ તરફ દોડતી હતી - 'તમે વાયએમસીએમાં છો. તો તો પછી વાત કરીશું'.

ઘણાં લોકો ચક્રાવામાં એટલે ફસાતાં હોય છે કે તેઓને બન્ને પગ ચક્રાવામાં નાખવાનો શોખ હોય છે.


મંદિરના દરવાજે લખ્યું હતું - 'આપનાં જૂતાં અને મગજ બહાર મૂકીને આવજો.' વાંચીને રવિ દાખલ થયો. એક બુજુર્ગે તેને રોક્યો અને કહ્યું, જૂતાં પહેરીને અંદર નહીં જવાય.' રવિ હસ્યો અને બોલ્યો,'ઓહ, મગજ બહાર મૂકતી વખતે હું જૂતાં ઉતારવાનું તો ભૂલી જ ગયો.' મંદિરના દરવાજાની સૂચના તરત બદલી કાઢવામાં આવી.
કહેવા કહેવામાં કેટલો બધો ફરક પડી જઈ શક્તો હોય છે !

'ડૅડ, ગળી ગયો' એવી ત્રણ વર્ષના દીકરાની રાડ સાંભળી મૈત્રેય મુંઝાયો અને નવાઈ પણ પામ્યો.

'શું થયું?" તેણે પૂછ્યું.

ગળી ગયો, ડૅડ, ગળી ગયો.' દીકરાએ ફરીથી કહ્યું.

તને ક્યારે ખબર પડી?” મૈત્રેયે પૂછ્યું.

ખબર નહીં. મેં હાથ અંદર નાખ્યો અને હવે નીકળતો નથી.' દીકરાએ સમજાવ્યું.

ઓહો, ફસાઇ ગયો.મૈત્રેય સમજ્યો.
ઘણીવાર આપણી પૂર્વધારણાઓ આપણા પર હાવી થઈ જાય છે.જો તેને કારણે ઉપર કહી છે તેવી હાસ્યાસ્પદ સ્થિતિ પેદા થાય તો તો ચાલી જાય, પરંતુ કોઈકવાર તેને કારણે ગેરસમજણો પણ પેદા થઈ શકે છે.આવી ગેરસમજણો જીવન કે કારકીર્દી કે પોતાના વ્યવસાય પર અવળી અસરો પણ પેદા કરી શકે છે.
તસવીર સૌજન્ય:Alicia Piper on Flickr
 
અનુવાદકની પાદ નોંધઃ  ૫૦ (જ) શબ્દોની મર્યાદા અનુવાદમાં પણ ચુસ્તપણે પાળી છે.  તેમ જ,  લેખકે અમેરિકામાં બહુ પ્રચલિત નામો મૂળ અંગ્રેજીમાં લખાયેલ ગાથાઓમાં વાપર્યાં છે, જેનું આ અનુવાદોમાં ભારતીયકરણ કરેલ છે.
પહેલાનાં ગુચ્છઃ