બુધવાર, 5 એપ્રિલ, 2017

થોડુંક વધારે, થોડુંક ઓછું...




ઘણી વાર આપણા મનમાં સવાલ ઊઠે છે કે કેમ કરીને પ્રગતિ સાધતા રહેવું?
સવાલનો કોઈ સીધો કે સચોટ જવાબ તો છે નહીં.
જ્યારે પણ કંઈ નવું કરવાનૂં નક્કી કરતાં હોઈએ, અને તે માટે અવનવા ઉપાયો વિષે વિચારતાં હોઈએ, ત્યારે વિચારવાલાયક ગણી શકાય એવો એક રસ્તો છે ખરો...
તેના મૂળમાં બે જ બાબતો છે જેને હંમેશાં ધ્યાનમાં રાખવી જોઈએ.
૧. થોડુંક વધારે
૨. થોડુંક ઓછું
આના પર થોડી વધારે વાત કરીએ :
૧. થોડુંક વધારે
આપણે એટલું તો કરવા જેટલાં તો સમજૂ છીએ જ કે :
ક) જે બજારમાં કંઈ મૂલ્યવાન ગણાય તે કરીએ, અને
ખ) (ક) કરવા માટેની આપણી ક્ષમતા વધારે તે કરીએ.
આ બન્ને બાબતે જો સતત થોડું થોડું કંઈક વધારે કરતાં રહીશું તો તેના ફાયદા અનેક ગણા પરવડશે.
૨. થોડુંક ઓછું
આ તો સહેલું છે. જ્યારે આપણે આપણાં ધારેલાં કમ કરવા માટે કમર કસીને મચી પડતાં હોઈએ છીએ ત્યારે તેમાં કેટલીય પ્રવૃત્તિઓ એવી સામે આવે છે જે ધ્યેયસિધ્ધિમાં મદદરૂપ ન થતી હોય કે પછી નડતરરૂપ જ થતી હોય.એવી પ્રવૃત્તિઓ થોડી ઓછી કરવાથી જે સમય, શકતિ અને વિચાર કરવા માટેનો અવકાશ આપણી પાસે ફાજલ પડશે તે ઉપર કહ્યું તે થોડું વધારે કરવામાં સીધું જ મદદરૂપ થશે.
સૈધ્ધાંતિક રીતે તો આ વાત દેખાય સાવ સીધી.
તેને થોડું વધારે કરવા માટે નિશ્ચયની જે ગાંઠ મારવી પડે તે ખરી મજબૂત હોવી જોઈએ.....



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો