શુક્રવાર, 23 માર્ચ, 2018

૧૦૦ શબ્દોમાં : આપણે ખુશખુશાલ વ્યક્તિ શી રીતે બની શકીએ?



                                                                                                                                  ઉત્પલ વૈષ્ણવ
"આપણા વિચારોને દબાવી દેવાની ટેવ ન પાડીએ.તેને બદલે, વિચારો ને આપણા સુધી પહોંચવા દઇએ અને આપણે એક પ્રકારે નિરીક્ષક બની જઇએ. આપણા પોતાના જ મનને નિરખવાથી શરૂઆત કરીએ. છટકવાનું ન કરશો; તમારા વિચારોથી ડરશો નહીં."
                                                                                                    - સ્વામી રામ

સાચાં કે ખોટાંથી પર થાઇએ. આજની ઘડી માણીએ. બસ, શ્વાસ લેતાં રહીએ.

આપણી જાતને ખુશખુશાલ રાખવી એ સતત પ્રક્રિયા છે.

આપણા વિચારોને સાક્ષીભાવે જોઇએ.તેનાથી ભાગી ન છૂટીએ. ડર પણ ન રાખીએ.નક્કી આપણે જ કરવાનું રહે છે કે આપણે આપની જીંદગી ડરથી વિતાવવી છે કે સંભાવનાઓથી?

મેં તો સંભાવનાઓ પર પસંદ ઉતારી છે, અને કદી પસ્તાવાનો વારો નથી આવ્યો. તમને પણ આમંત્રણ છે.




અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો