શુક્રવાર, 11 મે, 2018

૧૦૦ શબ્દોની વાત :લોકો સાથે, વર્તનમાં ધીરજ રાખીએ

તન્મય વોરા
જ્યારે આપણે બીજાંને (આપણાં બાળકો સુધ્ધાંને) વિકસાવવા મેદાને પડીએ, ત્યારે આપણે તેમને સમય અને મોકળાશ તો આપવાં જોઇએ. લોકો,છોડની જેમ,કુદરતી રીતે વિકસે છે. આપણે તેમને કહીએ છીએ, તેમ જ જે સંવેદના અને અનુભવમાંથી તેઓ પસાર થાય છે, તેમાંથી પણ શીખે છે.

એક અગ્રણી તરીકે (હા, માતાપિતા પણ એક અર્થમાં અગ્રણી છે!) જો આપણે તેમની પાસેથી બહુ ત્વરીત પરિણામ અંગે ચિંતિત રહ્યા કરીશું, તો નિરાશા સાંપડશે. જ્યારે આપણે બીજ વાવીએ છીએ, ત્યારે દરરોજ ખોદીને જોતાં નથી કે તે કેટલાં વધ્યાં છે. એમ તો તે કદી નહીં ઉગે. ક્યારેક નેતૃત્વની ઓછી માત્રા એ ઉત્તમ નેતૃત્વ પરવડે છે.

લોકો સાથે, વર્તનમાં ધીરજ રાખીએ.  

  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો