શુક્રવાર, 18 મે, 2018

૧૦૦ શબ્દોમાં : નિયતિની ખોજ શી રીતે કરવી?

ઉત્પલ વૈષ્ણવ

“મારી નિયતિને ખોળવાનો સો ટચનો ઉપાય મને બતાવશો?”
“વર્તમાનમાં જીવો, તેને ચોક્કસ અર્થ આપો અને વર્તમાનને એ અર્થ સાથે સુસંગત પ્રવૃત્તિઓથી ભરી દો.”
“એ તો હુ કરૂં જ છું, પણ…”
“તો પછી તમારે બીજાને પણ એમ કરવાની પ્રેરણા આપવી જોઈએ.”
“શા માટે?”
“લોકોની પ્રવૃત્તિઓને નિયતિ તપાસતી રહે છે. જ્યારે તે તમારી મુલાકાત લેશે, ત્યારે આ વાત તેને ગમશે, અને તે તમારો પક્ષ ખેંચશે.”
“જો તે તમારી પ્રેરણાનું પ્રતિબિંબ બીજાંની પ્રવૃત્તિઓમાં ભાળશે, તો એક પ્રેરણાદાયી વ્યક્તિ તરીકે તમને તે અલગ તારવી રાખશે.”
“આ બધાંને પરિણામે, નિયતિની ખુશી અનેકગણી વધશે, કેમકે નિયતિને અર્થસભર પ્રવૃતિશીલતા અને તેના ચોતરફ પ્રસાર માટે ખાસ લગાવ છે.”  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો