તન્મય વોરા
જિંદગીની જેમ જ રૅલ્વૅ પ્લૅટફોર્મ પર પણ લોકો તેમનાં ગંતવ્ય સ્થાને પહોંચવાની લ્હાયમાં, દોડભાગ કરતાં જ હોય છે. હુ ત્યાં ઉભો હતો. હમણાં જ આવેલી ટ્રેનમાંથી તેઓ ઉતરી રહ્યાં હતાં તે મારી નજરમાં કેન્દ્રીત બની રહ્યું.તેમના કરચલીવાળા, થાકેલા ચહેરાપર ચિંતાની રેખાઓ દેખાઇ આવતી હતી. કમરપાસે બાંધેલા પટા પાસેથી તેઓ ઝૂકી ગયાં હતાં. માડ ઉપડી શકાતા થેલા સાથે આ દોડતાં પ્લૅટફોર્મને પાર કરવું તેમનામાટે દુષ્કર જણાતું હતું. હું તરત જ તેમની પાસે પહોંચી ગયો અને તેમનો થેલો ઉંચકી લઇ, તેમને સ્ટેશનની બહાર પહોંચાડી, ટેક્ષી કરી આપી. તેમનાં આભારનાં સ્મિતમાં તેમની લાગણીસભર કૃતજ્ઞતા દેખાતી હતી.
આજે મેં એક સારૂં કામ કર્યું હતું!
- અસલ અંગ્રેજી લેખ -In 100 Words: Do Something Good Today! - પરથી ભાવાનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો