તન્મય વોરા
જન્મથી જ તેમને હાથ કે પગ ન હતાં! એક હતાશ બાળક તરીકે શરૂઆતનો
થોડો સંધર્ષ તેમને આત્મહત્યા સુધી દોરી ગયેલ. પરંતુ,તેમના જેવી જ પંગુતાથી પીડાતા એક
વ્યક્તિની લડત વિષેના, તેમની માતાએ વંચાવેલા પ્રેરણાદાયી લેખે,
તેમનું જીવન બદલી નાખ્યું.
એ જ્ઞાને
તેમના પર ઊંડી અસર કરી. જીવન તરફનો તેમનો દ્રષ્ટિકોણ જ બદલી ગયો, શારીરીક અક્ષમતા પર પ્રભુત્વ મેળવી,આજે
તેઓ કોઇ પણ સામાન્ય વ્યક્તિની જેમ જ જીવે છે. આજે તે સફળ સ્વયંસેવી-સંસ્થા
ચલાવે છે અને સમગ્ર દુનિયામાં જીવનના પડકારો ઝીલવાનો સંદેશ ફેલાવે છે.
તેમનો સવાલ છે,"જિંદગીના પડકારો તમને માઠા કે મીઠા
બનાવી શકે છે.તમે શું પસાંદ કરશો?"
- અસલ અંગ્રેજી લેખ - In 100 Words: Bitter or Better?- પરથી ભાવાનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો