બુધવાર, 4 જુલાઈ, 2018

અરાજકતા અને આંટીઘૂંટીઓ #૫ # અરાજકતા વિ. જટિલતા


ગેરી મૉન્ટી
અરાજકતા અને જટિલતા વચ્ચે શું તફાવત છે? આ પહેલાં આપણે આ બન્ને શબ્દપ્રયોગો કરતાં આવ્યાં છીએ. બન્ને વચ્ચે સંબંધ હોવા છતાં બન્નેમાં તફાવત છે. આજે આપણે એ તફાવત સમજીશું.
અરાજક વિ. યાર્દચ્છિક
પહેલાં તો આપણે જોઈએ કે અરાજકતા શું છે અને શું નથી. રોજબરોજની ભાષામાં અરાજકતા અને યાર્દચ્છિકતા એકબીજાંના પર્યાય માની લેવામાં આવે છે. પરંતુ, અરાજકતા સિધ્ધાંત અનુઅસાર બન્ને સાવ જ અલગ છે.
યાર્દચ્છિક એટલે કોઇ પણ કક્ષાએ કોઈ જ માળખું ન હોવું. કોઈ જ તર્ક કે ભાત ભાળી નથી શકાતી.

અરાજકતામાં જોઈ શકાય તેવી ભાતની હાજરી ભાળી શકાય છે. અરાજકતા એ નિર્ધારણાત્મક  (નિયમોથી ચાલતી) તંત્રવ્યવસ્થાની આગાહી ન થઈ શકે એવી વર્તણૂક છે. અરાજક તંત્રવ્યવસ્થાઓ બીન-રૈખિક હોય છે. એટલે કે, ઊંટ બેસી પડે ત્યારનાં તેની પીઠ પર મૂકાયેલાં  છેલ્લાં તણખલાંની જેમ, ઘણી વાર નાના ફેરફારો મોટાં પરિવર્તનોમાં પરિણમે છે. તો બીજી કોઈ વાર અરાજક તંત્રવ્યવસ્થા નોંધપાત્ર મજબુતપણે વર્તે છે અને મોટા મોટા, ઘણા, ફેરફારોના ફટકાઓ પડવા છતાં અડીખમ રહે છે. અરાજક તંત્રવ્યવસ્થાઓની બીજી પણ કેટલીક લાક્ષણિકતાઓ છે આપણે હવે પછીના લેખોમાં ચર્ચીશું. હાલ પૂરતી, એક એવી લાક્ષણિકતાની વાત કરીશું જે જટિલ તંત્રવ્યવસ્થામાં પરિણમે છે - તે છે  'ઉદ્‍ભવ'.
ઉદ્‍ભવ અને અનુકૂલન
ઉદ્‍ભવ એ દાણાના સ્તરે ઘટકોની ક્રિયાપ્રક્રિયામાંથી ઊભરતી ભાત કે તર્કસંગત માહિતી છે. ઉદ્‍ભવની સહુથી મહત્ત્વની વિશેષતા એ છે કે તેમાં ભાત ઉપરથી નીચે નહીં પણ નીચેથી ઉપર વિકસતી જણાય છે. પરિણમતી ભાતની આગાહી નથી કરી શકાતી, પણ  તેનો લાભ ઊઠાવી શકાય છે, તેને વિસ્તારી શકાય છે અને અનુકૂલન તરફ ધકેલી શકાય છે.
અનુકૂલન એ શરૂઆતની તંત્રવ્યવસ્થાનો રૂપાંતરિત ફેરફાર છે, એટલે કે, જ્યાંથી શરૂ કર્યું હતું તેના કરતાં અલગ તંત્રવ્યવસ્થા જોવા મળે છે.આનું બહુ જ સરસ ઉદાહરણ યુરોપનો બીજાં વિશ્વયુધ્ધ પહેલાંનો અને પછીનો નકશો છે.
Europe_1914_and_1924.png
 યુધ્ધની શરૂઆત થઈ જર્મનીનાં પોલેન્ડ પરનાં આક્રમણના બ્રિટન અને ફ્રાંસના પ્રતિભાવથી. તે સમયે તો ઉદ્દેશ્ય હતો પોલેન્ડનાં સાર્વભૌમત્વને સાચવી રાખવાનો. યુધ્ધને અંતે જર્મનીની હાર થઈ પણ પરંતુ પોલેન્ડ તો લોખંડી પર્દા પાછળ ખોવાઈ ચૂક્યું હતું. અનુકૂલનને કારણે ફાયદાકારક અસરો પરિણમી શકે પરંતુ તેનો અર્થ એમ નહીં કે અપેક્ષિત પરિણામો સિધ્ધ થયાં હશે. અરાજક તંત્રવ્યવસ્થાઓના પ્રદેશમાં કામ કરવાનાં જોખમનું આ બહુ સારૂં ઉદાહરણ છે. ઉછળતી કુદતી જમીન પર નિર્ધારકત્મતાની રીતે કામ કરવા કરતાં તો જોકે તે સારૂં છે. કોમ્યુસર્વ યાદ છે? તેની પાસે એઓએલ ખરીદી લેવાની તક હતી, પરંતુ તેને વ્યાવસાયિક કોમ્પ્યુટીંગમાં મોટા ભા બની રહેવામાં સંતોષ હતો, એટલે રૈખિક મૉડેલને વળગી રહ્યા, એમસીઆઇ વડે ખરીદાઈ ગયા અને પછી વેરિઝોનનાં માળખાંનો ઓથ ઇન્ક. / Oath Inc.તરીકે એક હિસ્સો બનીને રહી ગયા.
જટિલતા
જટિલ તંત્રવ્યવસ્થાઓ ખાસ પ્રકારની અરાજક તંત્રવ્યવસ્થાઓ છે. જટિલ તંત્રવ્યવસ્થાઓ, પૂરતાં તાર્કિકપણે  જટિલ અનુકૂલનશીલ વર્તણૂક તરીકે ઓળખાતી, બહુ રસપ્રદ ઉદ્‍ભવિત વર્તણૂક પ્રદર્શિત કરે છે. ઓહ, આ તો આપણે આપોઆપ જ આગળ વધી ગયા. થોડા પાછળ જઈને દાણાદાર સ્તરે થતી અને જટિલ અનુકૂલનશીલ વર્તણુક તરફ દોરી જતી મૂળભૂત વર્તણૂકની વાત કરી લઈએ. તે છે સ્વ-સંગઠન.
સ્વ-સંગઠન ત્યારે બને છે જ્યારે અરાજક તંત્રવ્યવસ્થાના વ્યક્તિગત ઘટકો ટીમ તરીકે કામ કરીને એક અપેક્ષિત ઉદ્દેશ્ય માટે કામ કરે છે. અરાજક તંત્રવ્યવસ્થાઓના બીન-રૈખિક ઘટકો યાદ છે ? કોઈ એક રાષ્ટ્રીય પક્ષ સામે ચુંટણી વખતે એક થઈ જતા પ્રાદેશિક પક્ષોનાં સ્વ-સંગઠનની જેમ અહીં પણ ટીમો બને, જરૂર પૂરતી સાથે કામ કરે, પછી છૂટી પડે અને ફરીથી જ્યારે નવો અંતરાય આવે ત્યારે ફરી નવાં સ્વરૂપમાં સ્વ-સંગઠિત બની નવો ઉદ્દેશ્ય પાર પડવા એકઠી થાય.
જટિલ અનુકૂલનશીલ વર્તણૂક એ બનતી - વિખરાઈ જતી- ફરીથી બનતી-વિખરાઈ જતી વર્તણૂક છે. વધારે ચોક્કસપણે કહેવું હોય તો એમ કહી શકાય કે તે ઘણાં પરિબળો સમાંતરે કોઇ એક ઉદ્દેશ્યને માટે કામ કરતાં રહેતાં હોય તેવી સ્થિતિ છે. જટિલ અનુકૂલનશીલ વર્તણૂકની ખાસ લાક્ષણિકતા એ છે કે તે શરૂઆતની સ્થિતિથી જ ફેરફાર કરવા લાગે છે જે માત્ર સ્તરમાં જ નહીં પણ પ્રકારમાં પણ અલગ હોય. જીવશાસ્ત્રમાં તેનું સરસ ઉદાહરણ આંતર-પ્રતીતિનો ઉદ્‍ભવ છે. બીજું ઉદાહરણ છે - મૅનહટ્ટન પ્રોજેક્ટ અને અણુ બોંબનો વિકાસ[i].
ફરી રૈખિકતા ભણી
અરાજક પરિસ્થિતિની અંદર જટિલ અનુકૂલનશીલ વર્તણૂકના વિકાસનો બહુ મોટો ફાયદો છે. જ્યારે નવા નિયમો કામ કરવા લાગી જાય છે ત્યારે જટિલ તંત્રવ્યવસ્થાઓ આગાહી કરવાની રેખા ઓળંગી જઈ શકે છે. જેમ કે અણુ બોંબનો ખરેખર વિકાસ અને તેનો યુધ્ધમાં થયેલ પ્રયોગ. આ પહેલાં આપણે સંતુલન-અસંતુલનની વાત કરી હતી તે યાદ છે?
આપણા વિષયની મુખ્ય ચર્ચા કરવા માટે આગળ વધવાની બાબતે આપણે હવે તૈયાર ગણી શકઈએ. હવે પછીથી આપણે અત્યાર સુધી વ્યાખ્યાયિત કરેલ શબ્દપ્રયોગો અને તેમની સમજણનો ઉપયોગ કરીને અરાજક પરિસ્થિતિમાં દોરવણી કેમ પૂરી પાડવી તે વિષે વાત કરીશું.


શ્રી ગૅરી મૉન્ટીના લેખ, Chaos and Complexity #5: Chaos vs. Complexity નો અનુવાદ
§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૪ જુલાઈ, ૨૦૧૮


[i] The Moment in Time: The Manhattan Project


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો