કુદરતમાં બધાં પ્રાણીઓ પણ
કામક્રીડા કરે છે, પછી એ ગાય હોય, કે હાથી હોય, કે
સિંહ હોય કે હોય વાઘ કે ઘોડો હોય કે વૉલરસ હોય કે પછી કોઈ પણ જળચર હોય.
પોતાની કામક્રીડાના સાથી માટે
કરીને પ્રાણીઓ લડી પણ પડે છે. પક્ષીઓ તેમનાં સાથીને આકર્ષવા તરહ તરહના રસ્તા
અપનાવે છે. સાથી પસંદગી ખૂબ જ સ્પર્ધાત્મક હોય છે. પ્રાણીઓ એકપત્નીત્વવાદી પણ હોય
કે બહુપત્નીવાદી પણ હોય.કેટલીક પ્રજાતિઓમાં સંતાનોની સારસભાળ માદા કરે છે તો બીજી
કેટલીક પ્રજાતિઓમાં તે ફરજ નરની હોય છે.
પશુઓ તો વળી, નર
નર સાથે કે માદા માદા સાથે,
જેને વકીલો અને ન્યાયધીશો 'અકુદરતી' કહે
છે તેવી, કામક્રીડા પણ કરે છે. અમુક પ્રજાતિઓમાં, સમયની
માંગ મુજબ, નર તરીકે માદા તરીકે વર્તી શકે છે, કે
એવો દેખાવ કરી શકે છે તો ક્યારેક નર કે માદા બની પણ જઈ શકે છે. ૧૯૯૯ સુધી થયેલા એક
અભ્યાસ મુજબ આંતરડામાં વસતાં કૃમિઓથી લઈને ઉચ્ચ કક્ષાનાં સસ્તન પ્રાણીઓમાં લગભગ
૧૫૦૦ જેટલી પ્રજાતિઓ સજાતીય કામક્રીડા કરતી નોંધવામાં આવી છે; ૫૦૦
જેટલી પ્રજાતિઓમાં તો આ અભ્યાસ સારી પેઠે દસ્તાવેજિત પણ કરાયેલ છે.
કોઇ પ્રાણી કે વનસ્પતિ
બ્રહ્મચાર્ય પાળતું નહીં જોવા મળે. કેમ કે તેઓ કામક્રીડા કરરી શકે તેમ નથી
માટે અજીવ કે નિર્જીવ વસ્તુઓ જ કામક્રીડા નથી કરતી. પોતની પ્રજાતિને ટકાવી રાખવા
માટે દરેક સજીવે કામક્રીડામાં રસ લેવો જ પડે છે.અને શિકારીઓના હાથે કે પોતાનાં ટકી
રહેવા માટે ભક્ષ્ય બની જનારાં કે કુદરતી કારણોસર અકાળે મૃત્યુ પામતાં તેમનાં
સંતાનોની શક્ય સંખ્યાને ધ્યાનમાં રાખીને
તેમણે એ કામક્રીડા પણ પુષ્કળ પ્રમાણમાં જ કરવી પડે છે.
જોકે પ્રજોત્પતિની ભાવના
સજાતીય કામક્રીડા કે ઉગ્ર ઉત્તેજનાના આવિર્ભાવને સમજાવી નથી શકતી. ડોલ્ફીન જેવી
ઘણી પ્રાણી પ્રજાતિઓમાં ઉગ્ર ઉત્તેજના કેમ હોય છે? તેને
કારણે ઉત્ક્રાંતિને લગતો કયો ફાયદો રહેલો હશે?
આનંદ ખાતર હશે? કુદરતમાં
આનંદની ઝંખના હોય ખરી? ઈચ્છાઓ,
કામક્રીડાઓના દેવ કામનું અસ્તિત્વ બધાંથી
પહેલેથી રહ્યું છે એવું અથર્વ વેદમાં એટલા માટે કહેવાયું હશે? તેને
પ્રજોત્પતિ સાથે કોઈ લેવા દેવા નથી,
અસ્વીકાર કે હૃદયભંગનું જોખ વેઠીને પણ તેને
તો માત્ર અને માત્ર બિંદાસ્ત,
પ્રાસંગિક, અમર્યાદ
મોજમજાની પડી છે.
શિવ તેને પોતાનાં નેત્રની
અગ્નિથી ભસ્મીભૂત કરી નાખે છે,અને તેની રાખ પોતાના શરીર પર ચોળે છે. દેવી બહુ જ વ્યાકુળ
થઈ ઊઠે છે. પ્રકૃતિનાં રૂપધારક દેવી કામાખ્યાનું સ્વરૂપ ધારણ કરે છે અને સુનિશ્ચિત
કરે છે કે સંન્યાસી કામક્રીડામાં પળોટાય. તેમના આનંદના
અવાજો સાંભળીને નંદી કામક્રીડાનું મહાપુસ્તક, કામશસ્ત્ર, લખે
છે, જે પછીથી વાત્સ્યાયનના હાથમાં આવી પડે છે.
પરંતુ શિવ દેવી પાસેથી વિરક્ત
થનાર,યોગેશ્વર પણ છે,
જે કૈલાસ પર્વત પર એકલવાસ ભોગવે છે. ત્યાં
તે આંતર્દર્શન દ્વારા પોતાનાં વિર્યને ઊંધી દિશામાં (ઉર્ધ્વ-રેતસ) ચડાવે છે. આ
બ્રહ્મચર્યાવસ્થા છે. તે પોતાને પ્રકૃતિથી અલગ કરી નાખે છે અને અકુદરત, આપણે
અલૌકિક કહીએ છીએ, તરફ પોતાનો માર્ગ કંડારે છે, જે સિધ્ધિ
તરફ લઈ જાય છે. એ એવી સ્થિતિ છે જેમાં પ્રકૃતિના નિયમો કામ નથી કરતા, જ્યાં
સ્થળ અને કાળ એ માલિક નહીં પણ ગુલામ છે. આવી સ્થિતિ સમાજ માટે જોખમી છે, કેમકે
ક્રોધે ભરાયેલા ઋષિઓનાં કથાનકોમાં આપણે જોયું છે તેમ સમાજ તો અમર્યાદિત સતાથી
ભ્રષ્ટ બની જઈ શકે છે.
આપણે કયા શિવને ભજીએ છીએ? દેવી
વડે દીક્ષિત ઉમાપતિ કે દેવીથી વિરક્ત યોગેશ્વર. બન્ને સ્વરૂપ માન્ય છે. પહેલું
સ્વરૂપ જીવનથી ધબકતાં કાશીનો હિસ્સો છે જ્યારે બીજું એ સુદૂરના હિમાચ્છાદિત કૈલાશ
પર્વતની ટોચ પર વસે છે.
શિવની કદાચ નાપસંદ હશે તેમ છતાં પણ કળિયુગમાં બ્રહ્મચારીઓ ગુફાની બહાર
આવીને પોતાનાં શિષ્યોની સાથે નગરોમાં વસે છે અને દેવીના ઉપાસકોને ઉપદેશ આપે છે કે
તેમણે કેમ વર્તવું. દેવી તિરસ્કારયુક્ત હાસ્ય કરે છે અને પોતાની જીભ બહાર કાઢીને એ
તિરસ્કાર મૂર્ત કરે છે. છેલ્લે જીત તો તેમની જ થતી આવી છે ,અને
થતી આવતી રહેશે !!
§ 'ધ મિડ ડે'માં
૯ નવેમ્બર, ૨૦૧૪
ના રોજ
પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Celibacy is Unnatural, નો અનુવાદ
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૨૨ ઓગસ્ટ, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો