શુક્રવાર, 3 ઑગસ્ટ, 2018

૧૦૦ શબ્દોની વાત : પ્રત્યક્ષ પ્રેમ

તન્મય વોરા

પોતાની રોજીંદી પ્રવૃત્તિને કળાનું સ્વરૂપ બક્ષવું તે ધન્યતાની અભિભૂતિ છે.

આવો,. રસ્તાપર ઊભીને સ્વાદિષ્ટ સોડા વેંચતા ડૉ. સોડાને મળીએ. પોતાનાં કામના તે ચાહક છે. પોતાને "સોડામાં પી.એચડી." કહે છે. તેમના માટે સોડા એ લોકોને આનંદીત કરવા માટેનું માધ્યમ છે. માત્ર ૧૦ જ રૂપીયામાં - ફરતી રહેતી સોડા બૉટલો, જાણે બંધ આંખે બનતી જતી ભાત ભાતની સોડા, ત્રણ ભાષાઓમાં માહીરી, લારીએ ધીંગામસ્તી કરતાં બાળકો, અસ્ખલિત વાત-પ્રવાહ, ચહેરા પર રમતું હાસ્ય અને,ગ્રાહકોને નિતનવા અનુભવો વડે - તે નવા સંબંધો બાધે છે અને તેમની કળાનો અસ્વાદ કરાવે છે.

જો રસ લઇએ, તો કોઇ કામ નાનું નથી હોતું. કામ એ પ્રેમનું મૂર્ત સ્વરૂપ છે.


  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો