ગેરી
મૉન્ટી
અત્યાર સુધી આપણે જે સિધ્ધાંતોની વાત કરી છે તેને હવે કામે લગાડીએ.
સારાં અગ્રણીઓ સાચા સવાલ પૂછે અને પછી બીજાંના
જવાબો સાંભળે. જ્યારે પણ નવી પરિસ્થિતિમાં મુકાઈએ
તો સારામાં સારો સવાલ એ છે કે, "પરિસ્થિતિ
જટીલ છે?” “અને
જો છે તો, જટીલપણાની
માત્રા કેટલી છે?" આ સવાલ લાગે છે તો સારો
પણ તરત જ સમસ્યાઓ શરૂ થઈ જાય છે. સામાન્યપણે જે
સમસ્યા સૌથી વધારે સામે આવે છે તે એ છે કે લોકોને પોતાનું ધ્યાન કેન્દ્રીત કરીને
પોતાનાં કામે લાગવું હોય છે. જો
મનની ખરી સ્થિતિ કયાં કામ કરવાનાં છે અને તે માટે શું સંસાધનો જોઈશે તે નક્કી ન કરી
શકે,
તો આ બધો સમય નકામો જાય.
આ પહેલાંની આગળ
વધો કે પછી નવેસરથી પુનઃગઠન કરો? પૉસ્ટમાં આવી
જ પરિસ્થિતિની વાત કરી હતી.
નીચે એક ચેકલિસ્ટ રજૂ કરેલું છે જે પરિસ્થિતિની
જટીલતાનું ગુણાત્મક મુલ્યાંકન કરવામાં મદદરૂપ બની શકે છે. બધાં જ સ્તરનાં હિતધારકો
અને ટીમનાં સભ્યો તેનો સહેલાઈથી ઉપયોગ કરી શકે એટલે તે દરરોજની બોલચાલની ભાષામાં બનાવેલ
છે. એટલે કે લોકો પાસેથી માહિતી માગવા માટે જે મરણતોલ ફટકારૂપ પરવડે છે એવી ક્લિષ્ટ
ભાષાના પ્રયોગને સદંતર ટાળેલ છે.
ચેકલિસ્ટ
૧. ખાતરી નથી કે આ પરિયોજના કેમ થશે;
૨. બહુ હિતધારકો, ટીમો અને પેટા-ટીમો;
3. બહુ
પુરવઠાકારો;
૪. નવા પુરવઠાકારો;
૫. નવાં ગ્રાહકો;
૬. ટીમનાં સભ્યો ભૌગોલિક સ્તરે વીખરાઈને
પડેલ છે ;
૭. છેવટનાં વપરાશકારો પણ ભૌગોલિક સ્તરે વીખરાઈને
પડેલ છે;
૮. અનેક સંસ્થાઓ;
૯. અનેક (વ્યાવસાયિક, સંસ્થાકીય અને
સામાજિક) સંસ્કૃતિઓ ;
૧૦.અનેક (વ્યાવસાયિક, સંસ્થાકીય અને
સામાજિક) ભાષાઓ;
૧૧. ઘણું વધારે જોખમ;
૧૨. સ્વીકાર્ય માપદંડના અભાવ જેવાં સીધે
સીધાં દેખાતાં પરિબળોને કારણે પરિણમતો ગુણવત્તાનો અભાવ;
૧૩. સ્પષ્ટ આવશ્યકતાઓનો અભાવ;
૧૪. અનેક કામ;
૧૫. ઢંગધડા વિનાનું બજેટ;
૧૬. મનસ્વી અંત તારીખ;
૧૭. અપૂરતાં સંસાધનો;
૧૮. બહુ આધુનિક ટેક્નોલોજિ;
૧૯. વર્તમાન ટેક્નોલોજિની નવી, સિધ્ધ ન થયેલ
વપરાશ પધ્ધતિ;
૨૦. ઉચ્ચ સ્તરીય (વ્યાવસાયિક, સંસ્થાકીય અને
સામાજિક)આંતરિક જોડાણો.
જો, આ ખરૂં હોય તો…
આ યાદી સોંપીએ ત્યારે, 'જો આ યાદી ખરી
હોય, તો તો એનો અર્થ એ થયો કે
મારી બધી જ પરિયોજનાઓ જટીલ છે' એવો, મોટા
ભાગે, સામેથી પ્રતિભાવ મળશે. આ યાદી બહુ
વધારે પડતી છે કંઈક એવા ભાવ સાથે આ કથનમાં થોડી ઘણી નવાઈનો, અને થોડો ઘણો
આશ્ચર્યનો, ભાવ
પણ ભળેલો જણાશે.
આપણે ફરીને 'અપેક્ષાઓનો
પ્રબંધ કરવો' એ પૉસ્ટ પર આવી ગયાં.
અમલ થઈ શકે એવી વાસ્તવિક આધાર રેખા સુધી પહોંચવા માટે આગળ વધવું કે નવેસરથી પુનઃગઠન
કરવું તે બાબતે ખરી અપેક્ષાઓ બાંધવી જોઈએ.
બધું બહુ સરળ છે
આ ચેકલિસ્ટની ખરી શક્તિ આટલી બાબતોને કારણે
છે:
§ એ
સિધ્ધાંત-આધારીત છે - દરેક પ્રશ્ન એવી મહત્ત્વનાં ક્ષેત્રને
લાગેવળગે છે કે જો બરાબર વિચારવામાં આવે તો જટીલતા ઘટાડી શકાડે છે અને સ્થિર સોંપણીક્ષમ
પરિણામ તરફ દોરી જવઈ શકે છે;
§ એ
સરળ છે. આ યાદી એક કાગળની એક બાજૂએ સમાઈ જઈ શકે
છે. એ ખિસ્સામાં પણ સમાઈ જઈ શકે છે. યાદીમાંના વીસે વીસ પ્રશ્ન એકબીજા સાથે સાવ સરળતાથી
સંકળાયેલ છે. કોઈ પણ એક ક્ષેત્રમાં આગળ વધી, તેની આવશ્યકતાઓ
જેવાં બીજાં ક્ષેત્રો પર સકારાત્મક અસરો જોઈને પછી વધારે કોશીશ કરવાનું કરી શકાય;
§ પુનઃદિશા
નક્કી કરવામાં મદદ કરે છે, ખાસ
તો જ્યારે લોભ, ભય, અજ્ઞાન કે બેપરવાઈને
કારણે જ્યારે ગુંચવણ પેદા થાય કે સંવાદને અસ્પષ્ટ થતા હોય. આ યાદી વાતચીતને પાછી માર્ગ
પર લાવે છે;
§ એ
બહુ સુગમ છે. એ એનો કદાચ સૌથી વધારે મહત્ત્વનો મુદ્દો
છે.તેને વાપરવા માટે કોઈ ખાસ કૌશલ્યની જરૂર નથી. મને આઈનસ્ટાઈનનું એક કથન યાદ આવે છે.
કોઈએ તેને પૂછ્યું કે 'સાપેક્ષતાનો
સિધ્ધાંત સમજાઈ ગયો છે એમ ક્યારે કહી શકાય ?' જવાબમાં તેમણે ક હ્યું
કે ' જ્યારે
ચાની લારી ચલાવનારને જો સમજાવી શકો...' આ યાદી એક એવી વાસ્તવિકતાને
ઢંઢોળે છે જે આપણે હંમેશાં અનુભવ કરતાં આવ્યાં છીએ.
યાદ તો એ રાખવાનું રહે છે કે જ્યારે યથોચિત
દૃષ્ટિકોણથી જોવામાં આવે ત્યારે બધું સરળ બની જાય છે. જો ચેકલિસ્ટના અમલમાં ખામી રહી
જાય તો પરિયોજના જટીલ જ બની રહેશે. પૂર્ણ વિરામ. જેમ જેમ યાદીમાં જણાવેલ બાબતો વિષે
અમલ થતો જશે તેમ તેમ, સંજોગો
જેટલી છૂટ આપશે એટલું, પરિસ્થિતિની
મર્યાદાની અંદર રહીને, બધું સરળ બનતું જશે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧ ઓગસ્ટ, ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો