શુક્રવાર, 7 સપ્ટેમ્બર, 2018

૧૦૦ શબ્દોની વાત : લોકોમાં આપણે શું જોઇએ છીએ?

તન્મય વોરા
ખેતરમાં રમતા એક છોકરાને સુકી માટીના લાડવાની થેલી મળી આવી હતી, એ વાર્તા મેં એક વાર સાંભળી છે. લાડવાની થેલીનું શું કરવું તે સમજાયું નહીં, એટલે એકે એક કરીને તે લાડવા તળાવમાં ફેંકી, પેદા થતાં તરંગોની તે મજા લઇ રહ્યો હતો. એ જ વખતે, એક લાડવો તેના હાથમાંથી પડીને તૂટી ગયો. તેમાંથી તેને ચમક્તો હીરો મળ્યો. બીજા પણ લાડવા તોડતાં, તેમાંથી પણ હીરા નીકળ્યા. હવે તે માથે હાથ દઇ ને બેસી રહ્યો.
માટીના લાડવા જેમ જ, આપણી આસપાસનાં લોકો પણ મૂલ્યવાન હીરા હોય છે. પણ, આપણે પણ કેટલી ય વાર,તેમને માટીના લાડવા માની બેસવાની ભૂલ કરી જ બેસીએ છીએ ને?

  1. અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો