બુધવાર, 12 સપ્ટેમ્બર, 2018

અરાજકતા અને આંટીઘૂંટીઓ # ૭ # કાળા હંસ, યાર્દચ્છિકતા અને તમારી કારકીર્દી


ગેરી મૉન્ટી
તમારી પરિસ્થિતિ કેટલીક સ્થિર છે? આજના સમયનો વ્યવહારદક્ષ ઉદ્યોગકાર પોતાની સ્થિતિ સલામત છે એમ અનુભવાતાં શકુન અનુભવે છે કારણકે સ્થાયિતા અને સલામતી તેનાં વ્યક્તિગત અને વ્યાવહારીક એમ બન્ને જીવન સાથે વહુ ઘનિષ્ઠપણે સંકળાયેલ છે. પણ હકીકત તો એ છે કે આ આપસી સંબંધ જેટલો તેની સફળતામાં યોગદાન આપે છે એટલું જ તેની પડતીનું પણ કારણ બની શકે છે. આમ થવા મટે આપણે જે આપસી સંબંધ ધ્યાનમાં લેવો રહે છે તે એ છે કે જે તંત્ર વ્યવસ્થાઓમાં બહુ જ ઘનિષ્ઠ સ્તરની (જટિલ) - આપસી કે પોતાની અંદર જ - ક્રિયાપ્રક્રિયાઓ થતી રહેતી હોય તે બહુ મોટી અસરોવાળી, યાર્દચ્છિક ઘટનાઓ,  પેદા કરે છે.
આ બાબતે થોડી વિગતે વાત કરીએ.
કાળો હંસ
નસીમ તાલેબ તેમનાં પુસ્તક 'કાળો હંસ'માં લખે છે કે જટિલ સ્થિતિમાં સ્થિરતા (સંપોષિત, સ્થાયી પરિણામો ની માન્યતા) કેટલીય બાબતો વિષે આપણામાં અંધત્ત્વ લાવી મૂકે છે, જેનાં પરિણામો બહુ જ ગંભીર આવી શકે
છે.એનું એક સરસ ઉદાહરણ હમણાં થોડાક સમયથી રૂપિયાનું ડોલર સામે ઘટતું જતું મૂલ્ય છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે પોતાના દેશની આર્થિક સ્થિતિ સંગીન કરવા માટે આયાતો પર ભારે આયાતશુલ્ક નાખ્યું તેની આડકતરી અસર  આ માટે કારણભૂત ગણાય છે. અણધારી કહી શકાય તેવી બીજા દેશ પર થયેલી એક ઘટનાનાં આવાં અને આટલાં અણધાર્યાં પરિણામ માટે, ભારતનાં અર્થતંત્રમાં છેલ્લાં બે એક વર્ષથી ઘટેલ ફુગાવો અને થોડાં વર્ષોથી ઊંચો વિકાસ વૃધ્ધિનો દર એવી  માન્યતા અનુસરવા તરફ દોરી ગયો કે અમેરિકા ચીનનું વ્યાપાર યુધ્ધ ભારતનાં 'સબળ' અર્થતંત્રને બહુ અસર નહીં કરે ! પણ વૈશ્વિક બજારોનાં આપસી જોડાણો કયાં પરિબળની શું અસર કરશે તે બિલકુલ યાર્દચ્છિક રીતે જ વર્તન કરે છે અને વૈશ્વિક સ્તરે બહુ બધાં પરિબળોની, દેખીતી રીતે એકબીજાં સાથે ન સંકળાયેલ હિલચાલ એવી સંભાવનાઓને નાટકીય રીતે વધારી મૂકે છે.
યાર્દચ્છિકતા
પ્રસ્તુત શ્રેણીની પાંચમી પૉસ્ટમાં નિર્ધારાણાત્મક અને આપસી નિયમો ધરાવતી જે ઘટનાઓ અરૈખિક, વણકલ્પ્યાં પરિણામો પેદા કરતી હોય  તેને અરાજક ઘટનાઓ તરીકે વ્યાખ્યાયિત કરેલ છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પરિણામો અસ્થિર હોય છે. એટલે નિષ્ફળતાઓનો દોર ચાલતો હોય ત્યારે જટિલ સમસ્યાઓમાં આશાનું કિરણ દેખાઈ શકે છે. તો બીજી બાજૂ, સફળતાની ક્ષણો, વરસ્યા વગર પસાર થઈ જતાં વાદળો જેવી, સંક્રાંતિકાલીન પરવડી શકે છે.
જોખમ સંચાલન
મારાં લખાણોથી પરિચિત વાચકોએ નોંધ્યું હશે કે જટિલ પરિસ્થિતિમાં હું ઘણી વાર જોખમ સંચાલનનો નિર્દેશ કરતો આવ્યો છું. આ માટેનું કારણ જટિલ તંત્ર વ્યવસ્થાઓની વાસ્તવિકતાઓ છે, જે પાછું છે સીધું સાદું. મહાસત્તાઓએ જ્યારે અણુ શસ્ત્રો વાપરવા વિષે વિચાર્યું તે વખતે જે ચિત્ર ખડું થયું તેના બરાબર આ વાત કહી શકાય. વધારેમાં વધારે જે ખરાબ થઈ શકે તે અસહ્ય છે. જો નાણાં સંસ્થાઓએ આ  રીતે વિચાર્યું હોત તો ૨૦૦૮ની આંતરરાશ્ટ્રીય કટોકટી નિવારી શકાઈ હોત. 'જેને અડો તે સોનું બની જાઓ' વરદાનને કારણે એક જાતનું જે અંધત્વ વળવા લાગે છે તેવું જ જોખમ સતત મળતી તહેતી સફળતાનું છે. એટલે કે વ્યક્તિ એમ માનતી થઈ જાય છે કે એ તો જેને અડશે એ સોનું જ થઈ જશે, એટલે તેને હવે તો સફળતા સિવાય ક્યાં કશું જોવાનું છે ! પણ જેવો એ રોટલીના ટુકડાને અડે છે તેવું તેને ભાન થાય છે કે સફળતા બધે જ કામ નથી આવતી.
તમારી કારકીર્દી
આ બધી બાબતોને તમારી કારકીર્દી શાથે શું સંબંધ હોઈ શકે ? જવાબ સાવ સરળ ચે - ઘણો બધો. એક વિકલ્પ છે તમારી કારકીર્દીના માર્ગને એક વાર પાછળ વળીને જૂઓ. કારકીર્દીના સારાંશ પર નજર કરો અને  નાની નાની ઘટનાઓની યાદી બનાવો જેને કારણે આજે તમે જ્યાં છો ત્યાં આવી શક્યા છો. બહુ તરત જ જણાઇ આવશે કે મોટા ભાગની નાની ઘટનાઓ જેની અસર ઘણી વધારે પડી એ બધી 'કાળા હંસ' સમાન હતી. ઘટનાઓ બિનઆયોજિત હતી અને તેની અસરો એ ઘટનાઓ તમે આયોજિત કરી હોત અને તેમનો જે પ્રભાવ પડત તેનાથી ઘણી જ વધારે હતી. જેમ કે તમને કોઈએ આંગળીનો ટેકો કર્યો હઓય અને તમારા માટે નવાં કામનીટોચ પર પહોંછવાનો માર્ગ ખુલી ગયો હોય. તમારા અંગદ કુદકાસમાં આગળ વધવામાં તમારી તૈયારીઓની માત્રાનું યોગદાન જરૂર છે, જેને પરિણામે સકારાત્મક ઘટનાનાં વમળો વિકસીને મોટાં મોજાં બની શક્યાં.  જોખમ સંચાલન આ જ છે.
આખી વાતનો સાર એ કે જ્ઞાનાત્મક વિસંવાદિતાનો કોઈને કોઇને પ્રકારે અભ્યાસ કરતાં રહેવું, જે બે સમાંતર વિચારધારાઓને સાથે ચલાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે. પહેલી વિચારધારા હાલના સંજોગોમાં જે કંઈ સારામાં સારૂ થઈ શકે તે કહે છે, જ્યારે બીજી વિચારધારા ખરાબમાં ખરાબ શું થઈ શકે તે કહે છે.આ બન્ને ઇચારદારોઅને મગજમાં સાથે કમા કરતાં દેવાની સાથે નિર્ણયો લેતાં રહેવું  જરૂરી છે. કારકીર્દીની સફળતાની એક ચાવી આ શિસ્ત છે. આ શિસ્તનો અભાવ તમને પ્રતિક્રિયાવાદી અનુયાયી બનાવવા તરફ ધકેલે છે જેના હાથમાં બધાંએ જંઈ લીધા પછી વધ્યું ઘટ્યું ખાવાના વારા આવે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો