બુધવાર, 17 ઑક્ટોબર, 2018

આહાર સાંકળમાં દિવ્યતા - દેવદત્ત પટ્ટનાઈક

એક વાત તમારા ધ્યાન પર આવી જ હશે કે શિવનું વાહન નંદી છે તો તેમની સાથેનાં પાર્વતીનું વાહન વાઘ છે. કુદરતમામ વાધનું ભક્ષ્ય નંદી છે. તે જ રીતે ગણેશની આસપાસ સર્પ અને મુસક હોય છે. કુદરતમાં તો મુસક સર્પનો આહાર છે. એ જ રીતે વિષ્ણુની સાથે સર્પ અને ગરૂડ સંકળાયેલા છે ! સર્પ ગરૂડનું ભક્ષ્ય છે અને ગરૂડનાં ઈંડાં સર્પનો ખોરાક છે. જે કળાકારે આ આકૃતિઓનું સર્જન કર્યું હશે તેને પણ આટલું તો જરૂર ખબર હશે જ. એણે આ આકૃતિઓ જાણીજોઈને, કુદરતની આહાર સાંકળમાં દિવ્યતાનો કોઈ ખાસ સંદેશો આપવા માટે રચી હોવી જોઈએ.

ઈશ્વર કોની વધારે સંભાળ રાખતા હશે - શિકારની કે શિકારીની? દુનિયાભરની પૌરાણિક કથાઓમાં 'વાધ અને બકરી મિત્રો છે' કે 'જ્યાં સિંહ અને ઘેટું સાથે રહે છે' શબ્દપ્રયોગો જે સ્ત્થળને સૂચવે છે તે સ્વર્ગ છે, જ્યાં કોઈ શિકારી નથી કે નથી કોઈ શિકાર. વાર્તાઓમાં શિકારીને એક ખુંખાર વિલન તરીકે ચિતરવામાં આવે છે અને શિકારને શોષિત તરીકે. શિકારી વરૂઓનાં ધાડાંઓને લોહી તરસ્યા લુંટારાઓ સાથે અને હરણનાં ટોળાંને ભયભીત ગ્રામવાસીઓ સાથે સરખાવવામાં આવતાં હોય છે.

જે પશુઓને નહોર અને અણીયાળાં દત હોય તેને આપણે ખારાબ જ માની લઈએ છીએ. વનસ્પત્યાહારી પશુઓ માટે આપણી હંમેશાં સહાનુભૂતિ હશે અને માંસાહારી પશુઓ માટે એક પ્ર્કારની નફરત. માંસાહારી શિકારી પશુઓનો આપણને ડર છે માટે એવું વિચારીએ છીએ ? વહેતું લોહી આપણને કંમકમાટી પેદા કરી દે છે માટે એવું વિચારતાં હશું.

પ્રાણી શાસ્ત્રીઓએ નોંધું છે કે જંગલોમં જ્યારે જ્યારે વાઘ કે ચિતા કે વરૂ જેવાં ટોચનાં શિકારી પશુઓ ઘટે છે ત્યારે હરણ કે ભૂંડ જેવાં શિકાર થતાં પશુઓની વસ્તી વધે છે. આમ થવાથી ઘાસચારાવાળી જમીન ઘટે છે, જેને પરિણામે પાણીનૂં વહન કરતાં ઝરણાંઓ અને તે પછી નદીનાળાંઓ પર અને આખરમાં વરસાદ પર પણ અવળી અસર જોવા મળે છે. ગીર અભયારણ્ય જેવાં સ્થળોએ સિંહોની સંખ્યા વધવાથી વનસ્પત્યાહારી પશુઓના વસવાટનાં ક્ષેત્રો મર્યાદિત થવા લાગ્યાં છે, જેને કારણે જંગલોનો અમુક વિસ્તારો વધારે ગીચ બનતા પણ જણાયાં છે.આને કારણે જંગલોની જૈવિક વિવિધતામાં, ત્યાંની જમીનની ગુણવત્તામાં અને નદીઓના વર્ષ ભરના વેણમાં પણ નોંધપાત્ર ફરક પડતા જોવા મળ્યા છે. કુદરતમાં દરેકે દરેક જીવનૂં એક આગવું મહત્ત્વ છે. દરેક જીવ એ વિસ્તારનાં પર્યાવર્ણીય પરિસરમાં પોતાનું કંઈને કંઈ યોગદાન આપતું હોય છે.

કુદરતને શિકારી કે શિકારમાં કોઈ વધારે વહાલુંદવલું નથી. દરેકની પોતાની સબળી અને નબળી બાજૂઓ છે, દરેકને પોતપોતાનાં અસ્તિતવને ટકાવી રાખવા માટેની તકો અને ભયસ્થાનો છે. એ તો માણસની દૃષ્ટિ છે જેણે કોઈને વિલન અને કોઈને શોષીત બનાવી દીધેલ છે. ઘેટાંઓ અને વરૂઓનો જ દાખલો લો. ઘેટાંઓના પાલનથી આર્થિક લાભ દેખાય છે. તેમનો ઉછેર પણ પ્રમાણમાં આસાન છે. વરૂઓ ઘેટાંઓને ખાઈ જાય છે, જંગલી છે અને તેમને પાળવાં અશક્ય છે. એટલે ઘેટાંઓને સારપની દેન ગણવાં અને વરૂઓને દુષ્ટતાની દેન સમજવાં સ્વાભાવિક છે.

માનવીની જરૂરિયાત પ્રમાણે પશુ જગતનાં આવાં કૃત્રિમ વર્ગીકરણને કારણે 'અપવિત્ર' ગણાતાં ચામાચીડીયાં કે સર્પ જેવાં પશુઓની નિર્મમ હત્યા કરવામાં આવતી રહી છે. ભારતમાં તો વળી ગાયની પવિત્રતા ચુંટણી લડવાનો એક રાજકીય મુદ્દો બની ગયેલ છે. એ જ રીતે ઇસ્રાયેલ કે અરબી દેશોમાં ભુંડની 'અપવિત્રતા' એ સંવેદનશીલ રાજકીય મુદ્દો બની રહ્યો છે.

કુદરતમાં માંસ નથી તો પવિત્ર કે નથી તો અપવિત્ર. એ બસ માંસ છે. યોગનાં પુસ્તકોમાં આ વાત સ્વીકારવામાં આવી છે. આહાર એ અન્ન છે અને માંસ એ અન્નકોષ છે, જેમાં આત્મા વસે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી શરીરનું માંસ બને છે. આપણા માટે જે માંસ છે તે કોઈ બીજાં પશુ માટે ખોરાક છે. તમે પુણ્યશાળી હો કે પાપી, કુદરતની નજરમાં તો કોઈ અન્ય પશુ માટેનો એ ખોરાક માત્ર છે.
  •      દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Divinity in the food chainનો અનુવાદ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો