બુધવાર, 10 ઑક્ટોબર, 2018

અરાજકતા અને આંટીઘૂંટીઓ #૮# શાસન, સીમાઓ અને સમયનું પ્રબંધન

ગેરી મૉન્ટી
અરાજક પરિસ્થિતિઓમાં સમયનું પ્રબંધન કરવું એ સૌથી મોટો પડકાર ગણી શકાય,. જોકે , ખરેખર તો એમ કહેવું જોઈએ કે અરાજક પરિસ્થિતિ સમયે પુરતો સમય મેળવી શકવો એ ખરો પડકાર છે. સમય મહત્ત્વનો બની ગયો છે, કે નવા દૃષ્ટિકોણની તાતી જરૂર છે, તે તો બહુ વધારે સમય અપાવા લાગે તેના થકી આપમેળે જ સમજાઈ જવું જોઈએ.  વધારે પડતો સમય લાગવાની સાથે નિષ્ફળતાઓની સંભાવનાઓ પણ વધવા લાગે છે. આ સમય છે સંચાલનને બદલે હવે શાસન અખત્યાર કરવાની કળાને કામે લગાડવાનો.
સંચાલન
આ પરિસ્થિતિઓમાં કોમિક્સનાં જાણીતાં પાત્ર ફ્લેશ ગોર્ડનની જેમ આંખનાં પલકારાંમાં અહીંથી ત્યાં પહોચવાની
- ફટાફટ એક સાથે ઘણે મોરચે પહોંચી વળવાની  - કોશીશ કરવી એ એક છટકામાં પગ ઘાલવા જેવું છે. આમ કરવાનો એકસીધો અર્થ તો એ છે કે દરેક વ્યક્તિ, દરેક ઘટના, દરેક કામનાં પોટલાંને વ્યક્તિગત રીતે ન્યાય આપવો. હકીકત એ છે કે ફ્લેશ ગોર્ડન જેવાથી પણ, આમ કરી શકવું શક્ય નથી !
પરિસ્થિતિ જ્યારે ઠીક ઠીક સ્થિર હોય ત્યારે સંચાલન કાર્યપ્રણાલિ એ સારો વિકલ્પ નીવડી શકે, કેમ કે એ સમયે મોટા ભાગના નિયમો અપેક્ષિત રીતે વર્તશે તેમ માની સકાય, અને તેથી અપવાદ દ્વારા સંચાલનની રીત કામે લગાડીને પરિસ્થિતિને પહોંચી વળી શકવાની સંભાવના વધી શકે છે. પરંતુ આમ થવું જ્યારે અસંભવ કહી શકાય તે હદે અરાજક હોય ત્યારે શાસન પધ્ધતિ જ કામ આવી શકે છે.
શાસન
શાસન વ્યવસ્થાનો અર્થ થાય કે વ્યક્તિગત ધોરણે પ્રયત્નો કરવાને બદલે સીમાની પાર પ્રયત્નો કરવા પર ધ્યાન આપવું. બધા જ વ્યક્તિગત પડકારો ઝીલવા અને એક એક લોકો જે સમસ્યા રજૂ કરે તેના ઉપાય શોધવામાં મદદ કરવી એ અરાજક પરિસ્થિતિમાં અગ્રણી માટે કાંટાની શય્યા પર સુવા જેવું છે. જેમ સીમાની નજીક પહોંચો તેમ પારસ્પરિક  ક્રિયાપ્રતિક્રિયાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવા લાગે છે, જેને પરિણામે અગ્રણીના સમય પરની ધોંસ ઘણે અંશે ઓછી થાય છે.
આ તબક્કે વ્યક્તિગત સ્તરે દરેકને ભલે દેગડામાં ઉકળતા ખીચડીના અલગ અલગ દાણાની જેમ ખદબદવા દેવા પડે, પણ રસોઇ કરનારની નજર તો સમગ્ર ખીચડી કેમ એકરસ થવા લાગે છે તેના પર હોય છે તેમ એ અરાજક પરિસ્થિતિને સામુહિકપણે સ્થિર કરવા માટે શું કરવું એના પર અગ્રણીએ ધ્યાન આપવું રહ્યું. આ સમયે વ્યક્તિગત દાણાના ખદબદાટ જેવી લોકોની નાની નાની, બિનમહત્ત્વની, બાબતો પર ધ્યાન ઓછું કરીને, જાણીતાં લેખિકા, મેરી કેસનાં પ્રખ્યાત કથન ' કોઈ દબાણ નહીં, (તો) કોઈ હીરા નહીં'ની જેમલોકોને વિચાર કરતાં કરવાં મહત્ત્વનું બની રહે છે.  માત્ર ટકી જતી જ નહીં પણ સારી પેઠે વિકસતી, જટિલ તંત્રવ્યવસ્થાની એક ખા લક્ષણિકતા છે એવાં દબાણની હાજરી, જે અનુકૂલનશીલ સમાધાન નીપજે નહીં ત્યાં સુધી જરા પણ ઓછું નથી થતું.
સત્તાધિકાર અને ટકી શકવાની ક્ષમતા
જટિલ પરિસ્થિતિમાં સૌથી પહેલું કામ એ નક્કી કરવાનું રહે છે કે આપણો, કે આપણાથી ઉપરના સહયોગીનો, સતાધિકાર કેટલો છે. અહીં સત્તાધિકારનો અર્થ બીજાં પર પ્રભાવ પાડી શકવાની ક્ષમતા જ કરવાનો છે. 'અપેક્ષાઓનો પ્રબંધ કરવો'માં આ બબત આવરી લેવાઈ છે. સત્તાધિકારનું છત્ર એટલું વિશાળ હોવું જોઈએ કે સંબંધિત બધા હિતધારકો અને સંતોષકારક સમાધાન માટે આવ્શ્યક બધાં જ સંસાધનો તેમાં આવરી લઈ શકાય.એક વાર જરૂરી સત્તા મળી જાય પછી ઝીણી ઝીણી વિગતોનાં વર્ણનનાં આલેખનમાં અને તેના અમલમાં ઉતરી પડવાનાં ભયસ્થાનથી પણ બચી રહેવું આવશ્યક છે.
કાર્યલક્ષી વિરૂધ્ધ આલેખન વિશિષ્ટ વિગતવર્ણન
આલેખન વિગત વિશિષ્ટવર્ણનો મહત્ત્વનાં છે જ કેમકે પરિયોજનાની સફળ પૂર્ણાહુતિ માટે તે પરિક્ષણ યોગ્ય વિતરણપાત્ર પરિમાણોની આવશ્યકતા પૂર્ણ કરે છે. આલેખન વિગતોમાં સફળતારૂપી દેવો અને નિષ્ફળતા રૂપી દાનવો બન્ને છૂપાયેલાં છે. જોકે, એક અગણીનું લક્ષ્ય કાર્યલક્ષી વિશિષ્ટ વિગતવર્ણન તરફ વધારે રહેવું જોઈએ. આલેખનને લગતી સમસ્યાઓના ઉપાયો શોધવાનું કામ ટીમનાં સભ્યો માટે છોડી દેવું જોઈએ. જો અગ્રણી આલેખન સમસ્યાઓમાં ગુંચવાઈ જાય તો બે બાબતો બની શકે છે: હવે કોઈ નેતૃત્વ પૂરૂં પાડનાર નથી રહ્યું, જેથી ટીમના સભ્યોની ગતિશીલતા ખોરવાઈ જઈ શકે છે કે કેમકે સૌથી વધારે પ્રભાવશાળી વ્યક્તિ આલેખનલક્ષી પ્રયાસોમાં વ્યસ્ત બની ગયેલ છે. લોકો તો વધારે અધિક પ્રભાવશાળી પરિબળ પ્રમાણે દોરવાય છે - એટલે કે ઉપાયો તરફ ધ્યાન કેન્દ્રીત કરવાને બદલે તેઓ પ્રભાવશાળી વ્યક્તિની હાજરી તરફ વધારે ધ્યાન આપવા લાગે છે.
સવાલ થશે કે કાર્યલક્ષી વિશિષ્ટ વિગતવર્ણનો પર ધ્યાન કેમ કરીને આપવું. જેનો જવાબ આપણને ફરી એક વાર વ્યક્તિઓ અને સમુદાયની સીમા તરફ લઈ આવે છે. સમગ્ર તંત્રવ્યવસ્થા અને બહારની દુનિયાની સીમા પર પેટા તંત્રવ્યવસ્થાઓની અપેક્ષિત કામગીરી પર ભાર મુકવાથી અગ્રણી પોતાનો દૃષ્ટિકોણ જાળવી રાખી શકે છે. એક વાર ટીમને નિર્ણયો લેતાં આવડી જાય અને સીમાઓ પર વિવેકપૂર્ણ પસંદગી કરી શકે તો ટીમનાં બધાં સભ્યો અને હિતધારકો પર  કામ કરવા બાબતે  સકારાત્મક દબાવ બનવા લાગે છે.
જ્યારે અપેક્ષિત પ્રતિભાવો મળવા લાગે ત્યારે અગ્રણી સફળતામાં યોગદાન આપનાર બધાં સભ્યોને પુરસ્કૃત કરી શકે છે. અહીં કદાચ વિરોધાભાસ પણ જણાશે કેમકે ટીમના અન્ય સભ્યો સાથે સહકાર દ્વારા વ્યક્તિ સફળ થવાનું અને ગ્રાહકની સફળતાને સિધ્ધ કરવાનું શીખે છે. જ્યારે આ પ્રકારની મનોસ્થિતિ પ્રસરે છે ત્યારે પરિવર્તનક્ષમ સંબંધો વિકસે છે, જે પરિસ્થિતિમાં રહેલ પ્રભાવને વિસ્તારે છે. આનું એક સીધું પરિણામ એ આવે છે કે ગ્રાહકો ટીમમાંથી નિપજતી સકારાત્મકતાનો પ્રભાવ અનુભવવા લાગે છે અને તેમને હવે તે વધારે ને વધારે જોઈએ પણ છે. જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થવા લાગે છે ત્યારે સફળતાની શક્યતાઓ પણ વધવા લાગે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો