શુક્રવાર, 2 નવેમ્બર, 2018

૧૦૦ શબ્દોની વાત : રમતને અંતે

તન્મય વોરા

એક મૅનેજમૅન્ટ પ્રશિક્ષણ તાલીમ વર્ગમાં, પ્રશિક્ષકે વિદ્યાર્થીઓને તેમનાં અવસાન પછી તેઓ કઇ રીતે યાદ રહેવાનું પસંદ કરશે, તે વિષે પૂરેપૂરો વિચાર કર્યા બાદ, એક વાક્યમાં લખવા કહ્યું.
કાર્યક્રમમાં ભાગ લઇ રહેલા પીસ્તાલીસે પીસ્તાલીસ તાલીમાર્થીઓનો સર્વસામાન્ય પ્રતિભાવ હતો કે, "એક સારા માનવી તરીકે યાદ રહું તેવી મારી તમન્ના છે"
આ પ્રતિસાદને શિક્ષકે આગળ વિકસાવતાં કહ્યું, "ઘણી વાર, આપણે સહુ સારી વ્યક્તિ થવાને બદલે, મોટા ભાગનો સમય અને શક્તિ, સફળ, સંપન્ન કે પ્રખ્યાત થવા પાછળ ખર્ચી નાખતાં હોઇએ છીએ. પરંતુ જો આપ ણાં જીવનનો આખરી ધ્યેય એક સારા માનવી થવાનો જ હોય, તો તે આપણે દરરોજ જ શા માટે અમલમાં નથી મુકતાં?"અસલ અંગ્રેજી લેખ -  In 100 Words: The End Game  – નો ભાવાનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો