શુક્રવાર, 30 નવેમ્બર, 2018

૧૦૦ શબ્દોની વાત : ઉડતાં શીખવું, (અને શીખવાડવું)

તન્મય વોરા

ગરૂડને ઉડતું શીખતાં નીહાળીએ.

બચ્ચાંની પાંખો પૂરેપૂરી વિકસતાં જ મા નહોરમાં ખોરાકનો ટુકડો ભરાવીને માળાની ઉપર ચક્કર લગાવવાનું શરૂ કરી દે છે. બચ્ચાંની ઉત્સુકતા જગાવીને મા તેને શીખવાડે છે કે પાંખો ઉડવા માટે છે. બચ્ચાંના ઉડાનના પાઠની પ્રેરણા ખોરાકનો એ ટુકડો છે.

જો તેમાં કારી ન ફાવે તો, મા બચ્ચાંને માળામાંથી સીધું જ બહાર ફેંકી દે. ફંગોળાયેલાં બચ્ચાંની નીચે મા તરાપ મારીને પહોંચી જાય અને તેને પોતાની પાંખ પર ઝીલી લે. જ્યાં સુધી બચ્ચું પોતાની પાંખ પસારીને ઉડવાનું શરૂ ન કરે ત્યાં સુધી વારંવાર ફેંકી દેતી અને ઝીલતી રહે છે. આમ બચ્ચાંને સ્વબળે ઉડતાં શીખવામાં, મા ટેકો કરતી રહે છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો