બુધવાર, 23 જાન્યુઆરી, 2019

જાતે બની બેઠેલા સંતો અને નામાંકિત કરાયેલ સંતો - દેવદત્ત પટ્ટનાઈક


જાહેર પ્રચાર માધ્યમોમાં, રામપાલ, રામરહિમ કે આશારામને 'જાતે બની બેઠેલા સંતો' કહેવામાં આવે  ત્યારે
તેમના અનુયાયીઓના વિશાળ સમુહને હાડોહાડની લાગી જાય છે. સંતોની એક બીજી શ્રેણી પણ છે, જેને આપણે 'નામાકિત થયેલ સંતો' કહીશું. આ પ્રકારના સંતો સંસ્થાગત અનુશાસનથી ચાલતી, ચર્ચ જેવી, ધાર્મિક સંસ્થાઓમાં નીમવામાં આવતા હોય છે.
સંત થવા માટે વ્યક્તિએ પવિત્ર (પછી ભલે તેના પર વિવાદ છેડાય) હોવું પૂરતું નથી, સંતને અનુસરતા (સાબિત કરી શકાય એવા) અનુયાયીઓ પણ હોવા જરૂરી છે. મોટા ભાગના કિસ્સાઓમાં અનુયાયીઓ કોઈ 'પવિત્ર' વ્યક્તિને સંત તરીકે પ્રસ્થાપિત કરતાં હોય છે, જે કોઈ સંસ્થા કે પ્રેસને ભલેને સ્વીકાર્ય ન હોય. હિંદુસ્તાનમાં કબીર કે મીરાબાઈ જેવાં ભક્ત-કવિઓ અને સુફી-કવિઓની પરંપરા બહુ જૂની છે. કોઈએ ભલે તેમને સંત તરીકે નામાંકીત ન કર્યાં હોય, પણ સમાજમાં તેમનું સ્થન નિઃશંકપણે સર્વસ્વીકૃત સંત તરીકેનું રહ્યું છે. .લોકોનાં દિલમાં વસી જવાથી જેમને સંતપદ મળ્યું છે અને જે 'બની બેઠેલા સંત' છે તેમાં ફરક છે તેઓની પ્રવૃત્તિઓનો અને મનોભાવનાનો. 'બની બેઠેલા સંતો'ની જેમ લોકચાહનાથી સ્વીકૃત ગણાયેલ સંત પોતાનાં પદ અને લોકચાહનાનો વાણિજ્યિક ફાયદો તેમના જીવનકાળમાં નથી ઉઠાવતાં. આ સંતો તેમના જીવનકાળમાં અંગત રીતે અકિંચન રહ્યાં હોય છે, એટલે દુન્યવી દૃષ્ટિએ તેઓ 'ગરીબ' દેખાય છે. તેની સામે 'બની બેઠેલા' સંતો ભૌતિક સુખ સગવડોનાં ઐશ્વર્યને માણવામાં તસુભાર પણ કચાશ નથી રાખતાં.  તેને કારણે આપણા મનમાં માન્યતા ઘર કરવા લાગે છે કે સંપત્તિવાન વ્યક્તિ સંત ન હોઈ શકે.
પર્શિઆના શિઆ મુસ્લિમો પવિત્ર વ્યક્તિની ભૂમિકાનું મહત્ત્વ માને છે, પણ માણસ ગમે તેટલો પવિત્ર હોય, તેને સુન્ની પંથીઓ પૂજ્ય તરીકે નથી સ્વીકારતા. પૂજા તો માત્ર અલ્લાહની કરી શકાય, કોઈ બીજાંની નહીં. કુરાન પયગંબરોની વાત કરે છે, જેમાના છેલ્લા પયગંબર મોહમ્મદ હતા, પણ સંતની નથી કરતું. સુન્નીઓ માટે આ પયગંબરોની દરગાહ પર ઇબાદત માટે જવું પણ હરામ છે, પાપ સમાન છે. બન્ને પંથ વચ્ચે તનાવનું મૂળ અભિગમના આ પાયાના ફરકને કારણે છે. તેમાં પણ ભારતામાં તો વળી પીર તરીકે ઓળખાતા મહાત્માઓની દરગાહ પર જવામાં હિંદુઓને વાંધો ન પડે એ વાતે એક વધારાની ગુંચવણ ઉમેરાય.
થોડા સમય પહેલાં કેરળના, ૧૯મી સદીમાં થઈ ગયેલ, બે સંત પુરુષોને રોમન કેથોલિક ચર્ચે તેમનાં સંતત્ત્વને સમર્થિત કર્યું.
આમાં આપણા વિષયની સાથે સુસંગત, નોંધપાત્ર, વાત છે સંત તરીકે સમર્થિત કરવાની આખી પ્રક્રિયા, જેમાં દસ્તાવેજીકરણ, જુબાનીઓ, ચર્ચા વિચારણા, પુરાવાઓ અને મત આપવાની એક બહુ ચોક્કસ પધ્ધતિ અનુસરવાની રહે છે. આ બધું ચકાસવા માટે એક અલગ ટીમ નીમવામાં આવે છે, જે, શેતાનના વકીલની જેમ,   આ સંતપદમાટે મનોનિત થયેલ  વ્યક્તિ સાથે સંકળાયેલી માન્યતાઓ, પરચાઓ, સખાવતો, વીરત્વ જેવી માહિતીઓની ખરાઈ કરીને તેમને સુનિશ્ચિત કરે છે; પછી સંત બનનાર વ્યક્તિને પહેલાં પૂજ્યની કક્ષાએ ચડાવવામાં આવે છે, પછી તેને મુક્તિ આપવામાં અવે છે અને તે પછી તેમને સંત પદ આપવામાં આવે છે. આ બધું કોઈ કોર્પોરેટમાં બનતી પ્રક્રિયા જેવું લાગતું હોય તો તેનું સીધું કારણ એ છે કે આધુનિક પાશ્ચાત્ય મૅનેજેમૅન્ટ પ્રણાલિકાઓનાં મૂળ ચર્ચમાં છે, જેનો પોતાનો આધાર રોમન લશ્કરની શિસ્તની પ્રણાલિકાઓ પર રહ્યો છે. ચર્ચમા આ પ્રથા ૧૩મી સદીમાં શરૂ થઈ જેથી ગમે તેને સંતપદ અપાઈ ન જાય. હિંદુ ધર્મ જેવા સંસ્થાગત ન થયેલા ધર્મ તેની સરખામણીએ ગેરફાય્દામાં રહે કારણકે સંત પદનાં નામાંકનની નોંધણી કરવાના સત્તાધિકાર જેવી કોઈ પ્રથા જ તેમાં નથી. કેટલાક આમૂલ સુધારાવાદીઓ હિંદુ ધર્મને સંસ્થાગત કરવાનો આગ્રહ રાખે છે, પણ એ વાત હિંદુ ધર્મની મૂળ  વિચારસરણી સથે સુસંગત નથી.
સમ્રાટ કોન્સન્ટનીને, ત્રીજી સદીમાં, ખ્રિસ્તી ધર્મને કાયદેસર માન્યતા આપી તે પહેલાં માર્યા ગયેલા બધા ખ્રિસ્તીઓને શહીદ તરીકે માન્યતા આપવામાં આવી, અને પછીથી તેમને સંતપદ આપવામાં આવ્યું. કોઇએ હકીકતો ચકાસવાની તસ્દી ન લીધી. એમાંથી સંત બરલામ અને સંત જોસાફાતની કથા નીપજે છે. ભારતમાં એક રાજા ખ્રિતીઓને બહુ કનડતો હતો. જ્યોતિષીઓએ આગાહી કરી કે તેનો પુત્ર, જોસાફાત, ખ્રિસ્તી થશે. એટલે પિતાએ તેના પુત્રને બહારની બધી જ અસરોથી વેગળો રાખ્યો. તેમ છતાં પુત્રની મુલાકાત ખ્રિસ્તી સન્યાસી બરલામ, સાથે થઈ, અને તેણે ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કર્યું. પિતાના વિરોધ છતાં તેણે ખ્રિસ્તી ધર્મ પાળ્યો.
છેવટે, પિતાએ પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો અને રાજગાદી તેના પુત્રને સોંપી દીધી. પુત્રએ સફળતાપૂર્વક રાજ કર્યા પછી ગાદી ત્યાગ કર્યો અને તેના ગુરુ સાથ એકાંતવાસમાં ચાલ્યો ગયો. સાંપ્રત સંશોધકો આ ખ્રિસ્તી શહીદની કથાને બુધ્ધ સાથે સાકળે છે !
v  દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Self-styled saints and registered saintsનો અનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો