શુક્રવાર, 25 જાન્યુઆરી, 2019

૧૦૦ શબ્દોની વાત : સર્જનાત્મક થવું એટલે...

તન્મય વોરા

સર કેન રૉબિન્સનની આ એક જાણીતી વાર્તા છે:

વર્ગના પાછળના ભાગમાં બેસીને, એક નાની છોકરી કશુંક દોરી રહી હતી. શિક્ષકના "શું દોરે છે?" સવાલના જવાબમાં મીઠું હસીને તેણે જવાબ આપ્યો, "હું ભગવાનની તસવીર બનાવું છું."
"પણ, હજૂ સુધી ઇશ્વરને તો કોઇ એ જોયો નથી?"
"બસ, થોડી જ વારમાં બધાં જોઇ શકશે."
બાળકો તક ઝડપવામાં ખચકાતાં નથી. તેઓ અસફળ થાય છે અને પાછાં પણ પડે છે, પણ તેમની ખોજ અટકતી નથી. બીજાં તેમના માટે શું વિચારશે તેની તેઓ દરકાર નથી કરતાં - દરકાર કરે તો જે પહેલાં કદી નથી કર્યું તે કરવાની હામ ક્યાંથી લાવે?

ક્યાંથી લાવે છે તેઓ આ સર્જનાત્મકતા?

  • અસલ અંગ્રેજી લેખ - In 100 Words: To Be Creative – નો ભાવાનુવાદ 
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો