બુધવાર, 6 ફેબ્રુઆરી, 2019

ગીતાને રાષ્ટ્રીય ગંથ બનાવવાથી દુનિયા ગુંચવાડામાં પડી શકે છે - દેવદત્ત પટ્ટનાઈક

'ગીતાનો સાર - ૧૮ ટ્વિટ્સમાં'[1] દ્વારા સંસ્કૃતમાં લખાયેલ ગીતાનો સાર સામાન્ય માણસને સમજાય એ
રીતે મૂકી દેવાનો પ્રયાસ મેં કર્યો છે. પૌરાણિક વેદોના સારને ગીતામાં એ સમયે ગ્રંથસ્થ કરાયો જ્યારે સંન્યસ્ત માર્ગની રાહે નિર્વાણ પામીને દુન્યવી દુઃખોમાંથી મુક્તિ પામવાના માર્ગને પુરસ્કૃત કરતો બૌધ્ધ ધર્મ ચડતી કળામાં હતો. તેની સામે, ગીતા સમાજમાં સક્રિય રહીને, આપણી દુન્યવી જવાબદારીઓ પૂરી કરવાની બધી જ પ્રવૃત્તિઓ કરીને પણ મોક્ષ મળી શકે છે તેવો વિચાર રજૂ કરે છે.
આજથી આશરે ૨૦૦૦ વર્ષ પૂર્વે લખાવા છતાં ગીતામાં કહેવાયેલી ઘણી બાબતો આજના સમયમાં પણ પ્રસ્તુત રહી છે. ગીતાના ૧૮ અધ્યાયમાં ફેલાયેલા ૮૦૦ જેટલા શ્લોકો જીવનને લાગણી  (ભક્તિ), બુદ્ધિ (જ્ઞાન) અને વહેવાર (કર્મ)ની દૃષ્ટિથી જૂએ છે. એનો અર્થ એમ નથી કે એ બાઈબલની જેમ નિયમોનું પુસ્તક છે. ગીતા તો તત્ત્વાર્થનો એવો દસ્તાવેજ છે જે આપણાં જીવનનું, અને એ જીવન આપણે જ્યાં વ્યતિત કરીએ છીએ એ દુનિયાનું, યથાર્થ દર્શન પૂરૂં પાડે છે. તેના મુજબ આપણા દરેક પગલાંનું કોઈને કોઈ પરિણામ આવતું જ હોય છે. આપણે આપણાં પગલાંઓ અને તેની પ્રતિક્રિયાઓને સાચું કે ખોટું , પાપ કે પુણ્ય જેવી કક્ષાઓમાં વહેંચવાની પળોજણમાં પડ્યા વગર, કેમ તેમની  જવાબદારી લેવી જોઈએ તે ગીતા સમજાવે છે. પરિણામે, ગીતા આપણાં મન અને આપણાં કર્મ વચ્ચે સંતુલન સ્થાપવામાં મદદરૂપ બને છે. પરંતુ થયું છે એવું કે, પોતપોતાની પરિસ્થિતિમાં, પોતપોતાના દૃષ્ટિકોણને બંધ બેસે તેવાં પોતપોતાનાં અર્થઘટન સાથે અનુરૂપ હોય એવા અમુક શ્લોકો પર મોટા ભાગનાં લોકો વધારે ધ્યાન આપતાં હોય છે.
ગાંધીજી માટે ગીતા અહિંસા માટેનું નૈતિક બળ હતું, તો બાળ ગંગાધર ટિળકને તેમાંથી ન્યાયોચિત હિંસા માટેની પ્રેરણા મળતી હતી. આંબેડકરને તેમાં વર્ણવ્યવસ્થાની પુષ્ટિ દેખાતી, તો શ્રી અરવિંદ માટે તેમાં દરેક વ્યક્તિનાં પરમેશ્વરના સાક્ષાત્કારનાં સત્યના સારનું નિરૂપણ હતું. આમ, અલગ અલગ લોકોનાં ગીતાનાં અલગ અલગ અર્થઘટનને કારણે ગીતાને 'રાષ્ટ્રીય ગ્રંથ' જાહેર કરવાથી  તેને કારણે દેશમાં અને પરદેશમાં ગુંચવાડો વધવાની સંભાવનાનું ભયસ્થાન રહેલ છે.
ગીતા અન્ય ધર્મના ગ્રંથોથી અનેક બાબતોમાં અલગ છે. બાઈબલ અને ક઼ુરાન એક જન્મનાં જીવનની દુનિયાની વાત કહે છે તો ગીતા અનેક જન્મોની. વિચારસરણીના આ મૂળભૂત ફરક ઉપરાંત બાઈબલ અને કુરાનનું કહેવું છે કે ઈશ્વર માનવ દેહની બહાર છે, જ્યારે ગીતા સમજાવે છે કે શી રીતે ઈશ્વરનો વાસ મનુષ્ય દેહની અંદર જ છે. બાઈબલ અને ક઼ુરાન 'ઈશ્વરને શું જોઈએ છે'નો પ્રચાર કરે છે, જ્યારે ભગવદ ગીતા અનુસાર ઈશ્વર જીંદગીમાં અનેક વિકલ્પો આપે છે. જીવનની સફરમાં મળતા વિકલ્પો દરેક વ્યક્તિ માટે તેની બૌદ્ધિક અને ઉર્મિની ક્ષમતા મુજબ અલગ અલગ હોઈ શકે છે. જે કોઇ પણ વિક્લ્પ પસંદ કરો, કે ન કરો, તેનાં આનુષાંગિક પરિણામ પણ તેની સાથે જોડાયેલાં હોય જ છે. દરેક વ્યક્તિએ પોતાની પસંદગીનાં, અને તેની પ્રતિક્રિયાનાં, પરિણામોની જવાબદારી જાતે જ ઉઠાવવી રહે છે,
v  દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Making Gita a Rashtriya Granth may confuse the worldનો અનુવાદ




[1]  ગીતાનો સાર - ૧૮ ટ્વિટ્સમાં - દેવદત્ત પટ્ટનાઈક

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો