જંગલમાં ભૂલો પડેલો એક આધળો માણસ, ઠોકર ખાઇને એક અપંગ પર જઇ પડ્યો. તેણે કહ્યું," હું ક્યારનો જંગલમાં ભૂલો પડ્યો છું, પણ મને બહાર નીકળવાનો રસ્તો નથી જડતો!
પેલા અપંગે પણ સુર પુરાવ્યો," હું પણ અહીં ક્યારનો પડ્યો છું, પણ મને ઊભો કરીને કોઇ બહાર નથી કાઢતું."
અચાનક જ અપંગ ચિત્કારી પડ્યો," આ..હા! મળી ગયો રસ્તો! તું મને ખભા પર ઉંચકી લે. હું તને બહાર નીકળવાનો રસ્તો બતાડીશ. સાથે મળીને પ્રયત્ન કરીશું, તો બન્ને બહાર નીકળી શકશું."
આંધળો માણસ તર્કસંગતતા અને અપંગ માણસ અંતઃપ્રેરણાનું પ્રતિક છે. એ બન્નેનું સાયુજ્ય કરતાં નહીં આવડે, ત્યાં સુધી આપણને બહાર નીકળવાનો રસ્તો નહીં મળે.
- અસલ અંગ્રેજી લેખ - In 100 words: Finding a Way Out of Forest – નો ભાવાનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
નોંધઃ અહીં મૂકેલ તસ્વરીર સાંકેતિક છે અને લેખના ભાવને ઉજાગર કરવા માટે સાભાર લીધેલ છે. તેના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો