સીનટૉક (SynTalk),
(સિન્થેસીસ
ટૉકનાં ટુંકાવેલાં નામવાળી સઘોષ અભિવ્યક્તિ રજૂ કરતી કંપની જે જૂદા જૂદ વિષયોના
વિચારકોને કોઈ એક વિચાર પર ચૅટ માટે આમંત્રિત કરે છે) પરની એક ચૅટમાં ખૂબ જાણીતા
ખગોળભૌતિકશાસ્ત્રી પદ્મભૂષણ
શશીકુમાર ચિત્રેએ એક કહાની કહી, જે તેમણે પણ બીજા એક નોબેલ પારિતોષિક વિજેતા
સુબ્રમણ્યન ચંદ્રશેખર પાસેથી સાંભળી હતી :
‘જળબીટલનાં એક જૂથને હંમેશાં સવાલ થતો કે પાણીનું આ વિશ્વ
છોડ્યા પછી જળબીટલ ક્યાં જતા હશે. નિયમિત સમયાંતરે, તેમનામાંના કેટલાક બરોડું(reed) ની ડાળખી પર ચડી જઈને પાણીની
સપાટીની બહાર આવી જતાં, અને પછી કશેક જતાં રહેતાં. ક્યાં જવું છે તે કોઈ કહેતું
નહીં. તેમના પવિત્ર ગંથોમાં પણ આ વાતનો ક્યાંય ઉલ્લેખ નહોતો. દેડકાઓએ ફેલાવેલ
અફવાઓ અનુસાર પાણીની સપાટીને પેલે પાર પ્રકાશની એક અદભૂત દુનિયા હતી,
પણ ત્યાં
ગયેલો કોઇ પણ બીટલ આ વાતની પુષ્ટિ કરવા પાછો નહોતો ફર્યો. એક બીટલે કસમ ખાધી કે
તેના સ્વાર્થી પૂર્વજો ભલે પછા ન ફર્યા, પણ તે જરૂર પાછો આવશે અને પોતાના
ભાઈઓને આ રહસ્ય બતાવશે. નક્કી કર્યા મુજબ,
એક વાર
તેને બરોડુંની ડાળ પર ચડીને પાણીની સપાટીને પાર કરીને બહાર નીકળવાની ઈચ્છા જાગી. એ
જ્યારે એમ કરી ચૂક્યો ત્યારે કંઈ નાટકીય ઘટના બની. પોતાનાં શરીરની ઢાલ તોડીને તે
પોતાનાં નાજુક શરીર સાથે બહાર નીકળી આવ્યો. એ શરીરની પાંખો તેને ઉડવા માટે સાદ
દેતી હતી, પણ પાણીમાં પાછા ફરવા માટે રોકતી હતી. તે હવે બીટલ નહોતો
રહ્યો, પણ એક ડ્રેગનફ્લાય (ગુ. 'વાણિયો') બની ચૂક્યો હતો. આ નવાં સ્વરૂપમાં તેને પ્રકાશ અને પવનની હળવી
લહેરો અનુભવાતી હતી, પણ તે તરી નહોતો શકતો. પાણી્ની સપાટીને અડકી શકતો હતો,
પણ પણ
તેની ઊડાઈઓમાં પાછો ખાબકી નહોતો શકતો, પાછળ રહી ગયેલા પોતાના જૂના
સાથીઓને પોતાની નવી શોધ વિષે કહી નહોતો શકતો. તેના પૂર્વજો જેમ તે પણ પોતાનું વચન
નહોતો પાળી શકવાનો. તેના સાથીઓ પાણીની
સપાટીની પેલે પારની દુનિયાથી અજાણ જ રહી જવાના હતા.
આ કહાની સાંભળતાંની સાથે જ મને પ્લેટોની
ગુફાની કહાની યાદ આવી ગઈ. ગુફામાં ફસાઈ ગયેલા લોકો એવું માનતા હતા કે
ગુફાની દિવાલ પર જે પડછાયા દેખાય છે તે તેમને પકડનારાઓએ સળગાવેલ આગના છે.એક કેદી
ગમે તેમ કરીને છટકીને બહાર જાય છે, અને ત્યાં તેને ખબર પડે છે કે એ તો
સૂર્યનો તાપ છે. ગુફામાં પાછા આવીને તે તેના સાથીઓને સાચી વાત જણાવે છે. પડછાયાઓના
ઓથારનો ડર દૂર થતાં જ બધા કેદીઓ ગુફામાંથી બહાર નીકળી આવે છે.[1]
બન્ને વચ્ચેનો ફરક બહુ ચોખ્ખો જ
છે. ડેગનફ્લાય નવી દુનિયાની જણ પોતાના પાણીમાં રહેલા સાથીઓને નથી કરી શકતો,
જ્યારે
પ્લેટો એવું માને છે કે જેને સત્યની જાણ થાય છે તે પાછો આવીને અજ્ઞાનની ગુફામાં
કેદ થયેલઓને મુક્ત કરાવી શકે છે. ડેગનફ્લાયની કહાનીમં દરેક બીટલનો સમય આવશે
ત્યારે તેને,
પોતાનાં
બળ પર, સત્યની . ખબર તો પડશે. પ્લેટોની
કહાનીમાં અજ્ઞાનની ગુફામાં કેદ લોકોને તો જ મુક્તિ શક્ય છે જો કો બહાર
જઈ શકે, સત્ય જાણીને પાછો ફરે અને એમને જાણ કરે. જીવનમાં આપણને પણ
ક્યારેક એવા સાક્ષાત્કર અનુભવાય છે, જે આપણે આપણા નજીકનાં સાથે
વહેંચીને તેમને પણ મુક્ત કરવા માગીએ છીએ. પણ એ ઘડીએ આપણને ખ્યાલ આવે છે કે આપણે તો
ડ્રેગનફ્લાય બની ગયાં છીએ, અને આપણા પાણીમાના પૂર્વસાથીઓ સાથે સાક્ષાત્કારનો અનુભવ
વહેંચી નથી શકતાં. હિંમત કરીને બતાવવાની કોશીશ પણ કરીશું તો લોકો આપણનેી એવા
અજાણ્યાં, બીહામણા શિકારીઓ કે વિલન પણ માની બેસશે,
જેના શબ્દ
પર વિશ્વાસ ન મુકાય.
નવાઈની વાત એ છે કે પોતાની આખી
જિંદગી સૂર્યનો જ અભ્યાસ કરનાર ખગોળભૌતિકશાસ્ત્રીને ડ્રેગનફ્લાયની કહાની કહેવાનું
કેમ યોગ્ય લાગ્યું હશે? વૈજ્ઞાનિક માટે પ્લેટોવાળી કહાની વધારે બંધ બેસતી નથી?
કદાચ,
જેઓએ
સૂર્યનું લાંબા સમય સુધી અવલોકન કર્યું છે તે પાણીમાંના બીટલ્સની જેમ,
પડછાયાની
દુનિયા સમજે છે. જાણે છે કે તે પણ અસત્ય નથી, પણ એક એવું સત્ય છે જે સમય આવ્યે,
આપબળે જ,
પરખી શકાય
છે અને તેની કિંમત તો જ સમજાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો