વૈવિધ્ય અને તરલતા એ હિંદુ
ધર્મની આગવી ખાસીયત છે.
=>
હિંદુ
ધર્મ વિષેની બધી જ સકારાત્મક વાતચીતને વૈવિધ્યની પટ્ટી મારીને ગુંગળાવી નાખવું અને, હમણાંનો
ડાબેરીઓ અને ભારતના બિનસાંપ્રદાયિક બૌદ્ધિકોમાં જે ચાળો થઈ પડ્યો છે તે મુજબ, લોકપ્રચલિત હિંદુ
જીવનશૈલીને પૈતૃક, જાતિવાદી, બ્રાહ્મણવાદનાં
વર્ચસ્વથી ઘેરાયેલ કહી દેવું સહેલું છે.
=> ઘણા યુરો-અમેરિકન વિદ્વાનો પણ ઘણા સમયથી કહે છે કે હિંદુઓનાં વૈવિધ્યમાં કંઈ
જ સામાન્યપણું નથી અને 'હિંદુત્વ' એ
બ્રિટિશરોએ ઘડી કાઢેલો ખોટો શબ્દપ્રયોગ છે. અંગ્રેજોએ પોતાની પ્રશાસકીય સગવડ માટે કરીને ૧૯મી સદીની
શરૂઆતમાં 'હિંદુ' શબ્દ પ્રયોગ કર્યો, જેમાં
તેમણે પુસ્તકીયા વ્યાખ્યામાં બંધ ન બેસતાં બધા સમુદાયોને આવરી લીધા હતા.
=> દુનિયા જેને અવગણી ન શકે એવાં હિંદુ રાજકીય બળની રચના કરવા
માગતાં લોકોને આ વાત ગુસ્સે કરે તે સ્વાભાવિક છે. હિંદુત્વ કેમ અનુકૂલનશીલ (સંજીવ
સાન્યાલે ઘડી કાઢેલો શબ્દપ્રયોગ) તે સમજાવવું મુશ્કેલ છે. હિંદુ વૈવિધ્ય પરની બધી
ચર્ચાને ઘોંટી નાખી ને જેના મૂળમાં એક ભાષા (સંસ્કૃત), એક
ગ્રંથ (ભાગવદ ગીતા), એક વ્યવસ્થા (જાતિ), એક
જીવનશૈલી (શાકાહારીપણું), વિષમલિંગીત્વ, પૈતૃક
વ્ય્વસ્થા અને ઊંઘું ધર્મપરિવર્તન (ઘર વાપસી) હોય તેવા નવ્યહિંદુત્વનું ઘડતર વધારે સહેલું છે.
સંસ્થાગત રીતે આ ધર્મ (સંઘ)નું રક્ષણ 'પ્રચારકો' કરે
છે જેમણે બ્રહ્મચર્ય પાળતા કેસરી યોધ્ધાઓ તરીકે, યોગી આદિત્યનાથના કહેવા મુજબ, હાથમાં શાસ્ત્ર (ગ્રંથ)' હથિયાર' (શસ્ત્ર), માળા
અને ભાલો પણ ધારણ કરવાં પડે. આને, થોડા માર્મિક ભાવમાં, તેઓ કાલાતીત
ધાર્મિક શ્રધ્ધેય સિદ્ધાન્ત (સનાતન ધર્મ) કહે છે.
કાલાતીત ધર્મને કોઈ રક્ષણની
જરૂર ન પડવી જોઈએ. પણ યોધ્ધાઓને તો દૈત્યો (બિનસાંપ્રદ્યાકવદીઓ, ખ્રિસ્તીઓ, મુસલમાનો) અને મુશ્કેલીમાં આવી પડેલ
કુમારકા (ભારત માતા) જોઈએ. જોકે તેમના હાથે
એ બિચારી કુમારકાને તો, તેઓના કહેવા મુજબ, તેનાં
ભલાં માટે કરીને, નવા નિયમો અને નવી પરિભાષાઓના એકંદંડીયા મહેલમાં ધકેલાઈ
જવાનું આવે.
સ્ત્રીદાક્ષિણ્યની આવી
ભાવનાવાળા આવા યોધ્ધાઓની કલ્પના મધ્યકાલિન યુરોપમાં ઉભરી, જેને ટ્રૂબાડોર તરીકે
ઓળખાતા ભાટચારણોએ લોકપ્રસાર કરી. સ્ત્રીદાક્ષિણ્યપ્રેરિત આ યોધ્ધાઓ યશ કે યુધ્ધમાં
મળતા ધનલાભ માટે નહીં પણ ભલમનસાઈ અને ન્યાયોચિતતા માટે લડતા હતા. શુદ્ધ પ્રેમમાં વિરત એવા નિસ્વાર્થ મનાતા લોકો
તેમની, બીજાંને પરણેલી અને તેથી આમ પણ અપ્રાય્ય રાણી જેવાં ઉચ્ચ પદે બેઠેલી, પ્રેમિકાની
સેવા કાજે બ્રહ્મચર્ય પાળતા.
આખરે તેને વર્જિન મેરી સાથે
સરખાવવામાં આવી. તે નોટ્રે
ડેમ (ફ્રેંચમાં - અમારી સન્નારી, અમારી મા, જેનો આશય પવિત્ર કુમારિકા મેરી [બ્લેસ્ડ વર્જિન મેરી)ને
સંબોધન કરવા માટે છે) હતી. ભારત માતાની કલ્પના
વિકસવાને નોટ્રે ડેમ સાથે સરખાવી શકાય ? નવ્ય-હિંદુત્વના પ્રચારકો
અને રક્ષકોની પ્રેરણા બ્રહ્મચારી, બખતરીયા, યોદ્ધાઓ
છે ? આપણે તો કલ્પના જ કરવી રહી.
હિંદુ ધર્મ અને અબ્રાહમિક
ધર્મો વચ્ચેનો તાફાવત તો નરી આંખે દેખાય તેવો છે, જેમ કે હિંદુ ધર્મમાં 'નકલી' અને 'અસલી' દેવની
કલ્પના નથી. ભારતમાં 'સત્ય નારાઅણ'ની કલ્પનાનો
ઉદય ઈસ્લામના આવ્યા બાદ થયો. તેને બદલે બધા દેવો ઈશ્વરનું સ્વરૂપ છે, કે કોઈ પણ દેવ ક્યારેક ભગવાન બની શકે છે તેવી કલ્પના
વધારે લોકસ્વીકાર્ય છે. આમ શિવ ભગવાન છે, વિષ્ણુ ભગવાન છે. દેખાવે તેઓ
જુદા લાગે. તેમનાં વૃતાંતો અલગ અલગ હશે.પણ તત્ત્વતઃ તેઓ એક જ છે. તે ઉપરાંત હિંદુ ધર્મમાં દેવીઓને પણ સ્થાન છે.
દેવીઓ એ દેવોનું નારી રૂપ નથી, તે એક સ્વતંત્ર ‘દેવ’ છે, જે
ઈશ્વરનાં દૈવત્વને શકય બનાવે છે. જેમકે શક્તિ વિના શિવ 'શવ' છે, વિષ્ણુ
(ધરતી માતા) ગૌ-માતાની સેવા માટે (ગોપાળ) ગો-પાલ તરીકે અવતાર લે છે.
હિંદુત્વનાં જટિલતા, તરલતા
અને વૈવિધ્ય કેટલાક હિંદુઓ માટે હમેશાં સમસ્યારૂપ બની રહ્યાં છે. કદાચ તેને કારણે, અજાણપણે પશ્ચિમ પાસેથી સ્વીકૃતિ
મેળવવાની જરૂર જણાતી રહી. હિંદુત્વનાં વૈવિધ્યને ઘોંટી નાખવાની ઈચ્છા ભાગવદ ગીતા
માટેના અત્યાગ્રહમાં દેખાય છે. બહુ થોડાં લોકોને જાણ છે કે તે બહુ ઘણી ગીતાઓમાંની
એક છે. સ્કંધ પુરાણની ગુરુ ગીતામાં આધ્યાત્મિક વિકાસ શકય બનવનાર વિષેના તેમનાં
સાથી, શક્તિ, ના પ્રશ્નના ઉત્તરમાં શિવજીનું કથન છે; ગણેશ
પુરાણની ગણેશ ગીતામાં ગજાનનનાં સ્વરૂપમાં ગણેશજી રાજા વૈરણ્યને વિશ્વનું સત્ય
સમજાવે છે; અવધૂત ગીતામાં બધા તાંત્રિકોના પહેલા ગુરુ, ભિક્ષુક
દત્તાત્રેય વાસ્તવિકતાની પ્રકૃતિ સમજાવે છે; અષ્ટાવક્ર ગીતામાં સંન્યાસી
અષ્ટાવક્ર રાજા જનકના સવાલના જવાબમાં આત્માની પ્રકૃતિ વિષે શોધખોળ કરે છે; આનંદ
રામાયણની રામ ગીતામાં સીતાને વનમાં મૂકી આવ્યા બાદ અફસોસ કરી રહેલા લક્ષ્મણને રામ
સધિયારો આપે છે; ભગવત પુરાણમાંની હંસ ગીતા તરીકે પણ ઓળખાતી ઉદ્ધવ ગીતામાં
કૃષ્ણ ધરતીલોક છોડીને પોતાના વૈકુંઠ ભણી પ્રયાણ કરવા જતાં પહેલાં તેમના સખા
ઉદ્ધવને પોતાનાં જીવનનો અર્થ સમજાવે છે; મહાભારતની વ્યાધ ગીતામાં એક
કસાઈ એક ઘમંડી સંન્યાસીને સમજાવે છે કે કેમ ગૃહસ્થ તરીકેની પોતાની ફરજો નિભાવવી એ
સંસારના ત્યાગ કરી પોતાની જ સેવામાં રત સાધુજીવન જેટલું જ આધ્યાત્મિક રીતે
મહત્ત્વનું છે; યુધ્ધ પૂરૂં થયા પછી, પિત્રાઈઓને યુધ્ધમાં હરાવ્યા પછી પોતાનું રાજ સુપેરે
કર્યા બાદ કૃષ્ણએ અર્જુનને ફરીથી અનુ ગીતા કહી હતી અને દેવી ગીતામાં દેવ નહીં પણ
દેવી જ્ઞાન આપે છે.
૧૮મી સદીના અંત ભાગમાં ઈસ્ટ
ઇન્ડિયા કંપનીએ ભાગવદ ગીતાનો અંગ્રેજી અનુવાદ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. તે
પહેલાં ગીતાની જાણ લોકોને મહારાષ્ટ્રના ૧૩મી સદીના સંત જ્ઞાનેશ્વરનાં અભંગનાં ગાયન દ્વારા કે
ઓડીશાના ૧૫મી સદીના બલરામ દાસનાં, સંસ્કૃતનું હાર્દ પકડીને
ભક્તિ માર્ગ પર ધ્યાન આપતાં, કથન જેવાં શ્રાવ્ય માધ્યમો
દ્વારા થતી. સંસ્કૃત ગ્રંથ પણ ૮મી સદીના સંકર, ૧૧મી સદીના રામાનુજ કે ૧૨મી
સદીના માધવ જેવા કેટલાક વિદ્વાન બ્રાહ્મણો સુધી જ સીમિત રહેલ. તેઓએ તેના પર લાંબાં
વિવેચન લખીને તેની જ્ઞાનની બાજુ (જ્ઞાન યોગ) પર ભાર મૂક્યો હતો. ૨૦૦૦ વર્ષ પહેલાં
જ્યારે તેને લખીને ગંથસ્થ કરવામાં આવી, ત્યારે તે માટેનો આશય બૌધ્ધ
ધર્મ જેવા આશ્રમવાસી જીવન શૈલીનાં આચરણની સામે કર્મની ફરજો અને સામાજિક
જવાબદારીઓનાં મહત્ત્વને વિગતે સમજાવા માટે (કર્મ યોગ) હતો.
અન્ય ગીતાઓ કરતાં ભાગવદ ગીતા
કેમ આટલી બધી પ્રચલિત બની તે એક રહસ્ય છે. એ વધારે વ્યાપકપણે સમાવેશી છે? બે
વિશાળ સેનાઓની રણદુંદુભિઓના નાદ વચ્ચે યુધ્ધભૂમિમાં કહેવાયેલ હોવાથી તે વધારે નાટકીય
લાગી હશે? તેમાંનો 'મામેકં ભજ' સૂર
એકેશ્વરવાદી મોગલો અને અંગ્રેજોના સાશનમાં વધારે ગ્રાહ્ય લાગ્યો હશે? ઈસ્ટ
ઈન્ડિયા કંપનીનાં અંદર અંદર થયેલ પત્રવ્યવહારો એમ જણાવે છે કે આ ગ્રંથનું પ્રકાશન
કરવું એટલે ઉચિત છે કે તેમાંનો એકેશ્વરવાદનો ભાવ ખ્રિસ્તી ધર્મના એકેશ્વરવાદ સાથે
સુસંગત છે અને બહુશ્વરીય વેદો કરતાં ઓછું ગુંચવણભરેલ જાણાય છે. તેને કારણે
હિંદુત્વ વધારે સમજણ પડે એવું, અને ઓછું તરલ, બનતું હતું. પરિણામે, ભારતમાંથી આગળ - મોટા ભાગે વકીલાતનો - અભ્યાસ કરવા જનારા
દેશપ્રેમીઓને, તેમનાં જીવનમાં પહેલી વાર, પોતાનાં હિંદુત્વનાં
ભૂતકાળનાં મહાત્મ્ય સાથે નાતો બંધાતો જાણાયો.સ્વાભાવિક છે કે આને કારણે ભાગવદ
ગીતાનો વિદ્યુતવેગે પ્રસાર થયો અને તે વૈષ્ણવ ગ્રંથમાંથી 'સર્વમાં
હું છું' વાળા એકમાત્ર ઈશ્વરને રજૂ કરતી 'હિંદુ
બાઈબલ' બની રહી.
કેસરીયા બ્રિગેડની દલીલ રહી
છે કે હિંદુ ધર્મ હમેશાં એકેશ્વરવાદી જ હતો ! તેને એકેશ્વરવાદી પ્રસ્થાપિત કરવા માટે આપણને પહેલાં મુસ્લિમો, અને
પછી અંગ્રેજોની જરૂર નથી. હિંદુ ધર્મમાં ઇશ્વરમાં શ્રદ્ધાની વિચારસરણી બહુ પાછળથી
આવી., કે ઘણી જગ્યાએ વેદ પણ કંઈક અંશે અજ્ઞેયવાદી જણાય છે, કે દેવીને પણ સરખું જ મહત્ત્વ આપાતી ઈશ્વર વિષે હિંદુ
વિચારસરણી અબ્રાહમિક વિચારસસરણી કરતાં મૂળમાંથી અલગ છે તેવાં સૂચન તેઓને પસંદ નથી
આવતાં. આવાં ઐતિહાસિક વિશ્લેષણો કેસરીયા યોધ્ધાઓને ગુસ્સે કરે છે. તેમને તેમની
નવ્ય-હિંદુત્વની કુમારી સ્થિર અને સ્થગિત થયેલી, તેમની મર્યાદિત જરૂરીયાતો
અને જ્ઞાનથી વ્યાખ્યાતિત થયેલી, તેમની સીમિત ઈચ્છાનુસાર
અબ્રાહમિક ધર્મોની સામે ઊભી રહે તેવી, જોઈએ છે. પરંતુ, હિંદુ જીવન શૈલી (તો) સ્વસંપોષિત
(સ્વ્યંભૂ), અંકુરિત થતી જીવંત વ્યવસ્થા છે, જે
તેને અંકુશિત કરનાર કે જીતનાર કે રક્ષણ કરનારથી બેપરવા છે, તે
વિચાર તેમને ગળે ઉતરે તેમ નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો