શુક્રવાર, 8 માર્ચ, 2019

૧૦૦ શબ્દોની વાત : સાઇકલ સવારી કરતાં કરતાં..

તન્મય વોરા
ગઇ કાલે હું મારી દીકરીને સાઇકલ ચલાવવાનું શીખવતો હતો. જીવનમાં કેમ આગળ વધવું, તેને એ શીખવાડવા જેવો જ આ અનુભવ રહ્યો. અને વધારામાં, સાથે સાથે હું પણ શીખ્યો કેઃ
આગળ વધતાં રહેવા માટે પૅડલ મારતાં જ રહેવું પડે છે; જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ આત્મવિશ્વાસ પણ વધે છે; શીખવું હંમેશાં સરળ ન પણ હોય, પડવું અને, ફરી ફરીને, ઊભા થઇ જવું તે આ જ ખેલનો ભાગ છે; ડરને સ્વીકારવો જોઇએ, પણ તેનાથી કિંકર્તવ્યમૂઢ ન થઇ જવાય; પાછળ જોતાં રહેવાથી આગળ વધી નથી શકાતું; આપણું સમતોલન આપણાં અનુકુલન પર નિર્ભર છે; સ્વતંત્રતા અને સાહસનો દરેક અનુભવ આપણને ઘડે છે.


નોંધઃ અહીં મૂકેલ તસ્વરીર સાંકેતિક છે અને લેખના ભાવને ઉજાગર કરવા માટે સાભાર લીધેલ છે. તેના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો