બીઝનેસ સૂત્ર | ૧૦ | સમાપન – વ્યાપાર કરવાની ભારતીય રીતરસમ
- સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી.૧૦મા, છેલ્લા અંકમાં, દેવદત્ત પટ્ટનાઈક ભારતીયતા વિષે ચર્ચા કરે છે.. દેવદત્ત પટ્ટનાઇકનું કહેવું છે કે ભારતીય વિચારોને અનુ-અનુ-આધુનિક નવી નજરે જોવાનો સમય પાકી ગયો છે. અનુ-અનુ-આધુનિક દૃષ્ટિકોણ બધાંનો સંદર્ભ જૂએ છે, અને તેને કારણે ભારતીય માન્યતાઓની સાપેક્ષ વાસ્તવિકતાઓને સમજે છે અને બીજી વિચારસરણીઓથી તે અલગ છે તેમ સ્વીકારે છે ભલે દરેક પરિસ્થિતિઓમાં નહીં, પણ અમુક પરિસ્થિતિઓમાં તે ઉપયોગી પણ છે. વિષયની ચર્ચાના પહેલા ભાગમાં તેઓએ નિયતિ વિ. અભિલાષાની વાત કરી હતી.
- નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે નેતૃત્વ વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે.
- બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે.
- ચોથા અંકમાં 'સંઘર્ષ'ની ચર્ચા નિયામક મંડળ અને મુખ્ય સંચાલન અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષો અને ‘સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે’?ના સંદર્ભમાં કરેલ છે.
- પાચમા અંકમાં સંચાલક તેની ભાવિ જવાબદારીઓ સક્ષમપણે સંભાળી શકે તે મુજબનું શિક્ષણ પૂરૂં પાડવાની ચર્ચાના પહેલા ભાગમાં પ્રાયોગિક શિક્ષણની વાત કરવા માટે રામનાં શિક્ષણ, બીજા ભાગમાં જ્ઞાન હસ્તાંતરણ અને ત્રીજા ભાગમાં પ્રશિક્ષણ માટેનાં પ્રોત્સાહનની ચર્ચા કરવામાં આવેલ.
- છઠ્ઠા અંકમાં 'માપ'ની ચર્ચા માટે તેઓએ પહેલા ભાગમાં . 'શું માપી શકાય?’, બીજા ભાગમાં ‘હેતુલક્ષી વિ. વિષયલક્ષી વાસ્તવિકતા’ અને ત્રીજા ભાગમાં આ પ્રકારની માપણીના આધારે 'તમે કેટલા મહાન છો?'ની ચર્ચા કરી હતી.
- ૭મા અંકના પહેલા ભાગમાં 'પર્યાવરણ' વિષયને અનુલક્ષીને કરાયેલ ચર્ચા દરમ્યાન ફલિત થતું જણાય છે કે માનવ સભ્યતાનો વિકાસ કુદરતી સંસાધનોના ભોગે થાય છે. બીજા ભાગમાં બતાવાયું છે કે જ્યારે માનવી પોતાનાં સાધનોનો સંપોષિત રીતે ઉપયોગ કરવાની સીમા ઉલ્લંઘે છે ત્યારે કુદરત વળતો પ્રહાર કરે છે.
- ૮મા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કૌટુંબીક ઝઘડા'ને પ્રસ્તુત શ્રેણીમાં ચર્ચાના વિષય તરીકે પસંદ કરેલ છે. જેની ચર્ચાની શરૂઆતમાં પહેલા ભાગમાં તેમણે 'ભાઈઓની ત્રણ જોડી'માં નૈતિક સ્તરે માલિકીની ભાવનાને, બીજા ભાગમાં 'સ્વ અને સ્વ-છબી'ને અને ત્રીજા ભાગમાં નિષ્ઠા અને ધર્મ ને સાંકળી લીધેલ છે.- ૯મા અંકના વિષય, ભેદભાવ,બાબતે પુરાણોનો દૃષ્ટિકોણ સમજવા માટે પહેલા ભાગમાં 'જાતિ : કોણ ચડીયાતું - પુરુષ કે સ્ત્રી?', બીજા ભાગમાં પદાનુક્ર્મનું નિર્માણ કેમ થયું? અને ત્રીજા ભાગમાં નાતજાત - બ્રાહ્મણનું મૃત્યુ ની ચર્ચા કરવામાં આવી છે.
બીઝનેસ સૂત્ર | ૧૦. ૨ | જુગાડ - સારૂં કે ખરાબ?
‘જુગાડ (હિંદી બોલીમાંથી આવેલ શબ્દ, જેનો અર્થ થાય છે ઓછાં ખર્ચે સમસ્યાનો બુદ્ધિપૂર્વક ઉપાય શોધવો) નવપરિવર્તન અને વ્યૂહરચના વિષે રચનાત્મકપણે અને અલગ રીતે વિચારવાની રીત છે. 'જુગાડ નવપરિવર્તન'ની પરંપરા ગણાય છે તો હિંદુસ્તાનમાં બહુ જૂની, પરંતુ અન્ય બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા અને ચીન)માં અને ઉભરતા દેશોમાં પણ તે બહુ વ્યાપકપણે પ્રચલિત છે. વિકસિત, મૂડીવાડી , અર્થતંત્રમાં મોટાપાયે વ્યાપાર ઉદ્યોગ માટેની જે ઔદ્યોગિક સાહસિકતા છે તેનું 'નાનું એટલું સારૂ'વાળી શમપીટરની શૈલીમાં રૂપાંતર 'જુગાડ નવપરિવર્તન' કહી શકાય,( ઓસ્ટ્રેલીઆના જોસેફ શમપીટર નવપરિવર્તનના ફરિશ્તા તરીકે જાણીતા છે.)
જુગાડ એટલે કરકસરથી વિચારવું અને પરિવર્તનક્ષમ બનવું. બીજા શબ્દોમાં કહીએ તો, અણધારી ઘટનાઓની સાથે બુધ્ધિપૂર્વક, ઝ્ડપથી અનુકૂલન સાધી લેવાની નવપરિવર્તક કે ઊદ્યોગ સાહસિકની હંમેશાં તૈયારી હોવી જોઈએ.
અહીં 'બુધ્ધિપૂર્વક'નો અર્થ અતિ-એન્જિનિયરીંગ વડે બહુ જટિલ કે સંપૂર્ણ સમાધાન શોધી લાવવું નહીં, પણ 'કામ થઈ જાય' એવું 'ખપ પૂરતો' ઉપાય ખોળી લાવવો. (Radjou et al., 2012, p. 109 ff.)’
'જુગાડ - સારૂં કે ખરાબ?' એ બાબતે દેવદત્ત પટ્ટનાઈકની પુરાણ શાસ્રોના સંદર્ભે રજૂઆત સાંભળવાં પહેલાં મનુ જોસેફના લેખ, ’Jugaad’, India’s most-overrated idea,નો એક ફકરો વાંચીએ.
‘જુગાડનું અસ્તિત્ત્વ એ વાતની સાબિતી આપે છે કે સમાજના સંજોગો એટલી હદે વણસી ગયા છે કે તેજસ્વી લોકોએ એ બધું જ કરવું પડે છે જે બીજા સમાજના તેજસ્વી લોકોને નથી કરવું પડતું. …એક દલીલ એવી છે કે આ પ્રકારનાં નવપરિવર્તનો જે ઉપાયો ખોળી લાવે છે તે ગરીબ લોકોને વધારે ઉપયોગી નીવડે છે. પરંતુ ભારતને લાગેવળગે છે ત્યાં સુધી તો વિરાટ મૂડીવાદી બજાર વડે અકસ્માત જે ઉપાયો લાગુ કરાઈ ગયા તે જુગાડ કરતાં કે અદનાં, પરગજુ સંશોધનો વધારે ફાયદેમંદ રહ્યા છે.જેમકે, એમ આઈ ટી મીડિયા લૅબ અને ભારત સરકાર વચ્ચેનાં, અલ્પજીવી, કર્તવ્યનિષ્ઠ, સહકારથી રચાયેલ એશિયા મીડિયા લૅબ ગરીબોને મ્દદરૂપ થવા અનેકવિધ ટેક્નોલોજિઓ પર કામ કર્યું….આખરે, એ કામ તો નવપરિવર્તન માટે મોટા પાયે, મોટાં નાણાં સાધનોથી કામ કરવા ટેવાયેલાં બ્લૅક્બેરી, ઍપ્પલ અને ગુગલ જેવાં વિરાટકાય કોર્પોરેશનોએ કર્યું..'ઓ..હો ! આપણી પાસે તો સાવ અલગ અલગ દિશાના બે અભિપ્રાયો આવી પડ્યા ! વધારે મુંઝવી શકે એવી પાછી વાત એ પણ છે કે બન્ને પક્ષે ખાસા શુભાશયી, તેજસ્વી અને સન્નિષ્ઠ લોકો ટેકોમાં તૈયાર ઊભાં છે.
એ સંજોગોમાં આપણે હવે દેવદત્ત પટ્ટનાઈકની બીઝનેસ સૂત્ર શ્રેણીના ૧૦ મા અંક - સમાપન - વ્યાપારની ભારતીય પધ્ધતિ ના બીજા ભાગ - જુગાડ - વ્યાપાર કરવાની ભારતીય કાર્યપધ્ધતિ વિષયે દેવદત્ત પટ્ટનાઈક આપણી સમક્ષ શું રજૂ કરે છે એ તરફ જ વળીએ
મૅનેજમૅન્ટ પ્રણાલિઓ પરના એક લેખમાં થોડા સમય પહેલાં ધ ઈકોનોમિસ્ટનું કહેવું હતું કે ભારતીયો કહેતા ફરે છે કે કરકસરભર્યું નવપરિવર્તન એ અમારી મૅનેજમૅન્ટ વિચારસરણીને મોટી દેન છે. તેઓ એ માટે જુગાડની રાષ્ટ્રીય પરંપરાને ટાંકે છે. તેઓ સમજાવે છે કે જુગાડ એટલે જે સાધન ઉપલબ્ધ છે તેનાથી માર્ગ કાઢવો, મુશ્કેલ કામ હારીને અધુરૂં ન છોડી દેવું. તે લોકો આ માટે સામાન્ય લોકો દ્વારા અશક્ય જણાતી સમસ્યાઓના જે હલ કઢાયા છે તે બતાવે છે.
તેને આપણી સબળી અને નબળી બાજૂ એમ કહીને તમે બહુ રસપ્રદ વાત કહી હતી. પરંતુ, જુગાડને સારૂં કહેવું કે ખરાબ?
એનો જવાબ તો 'કંઈ પણ શકય છે' એવો જ શકય છે. ઉત્તર ભારતમાં જુગાડની સાથે થોડો શરારત, તોફાનનો ભાવ આવી જતો હોય છે. શબ્દપ્રયોગ કંઈક ગડબડ બતાવે છે. તેના અર્થમાં થોડી નકારાત્મકતા છે. પરંતુ પૂર્વ ભારતામાં તે થોડા અલગ અર્થમાં વપરાય છે. જેમકે, મારાં મા મને જુગાડુ કહે ત્યારે તેમનો ભાવ હિંદીમાં જે કરીએ છીએ એવો ન હોય. તે મને એક પ્રકારની સૂઝવાળી વ્યક્તિ કહેવા માગતાં હોય છે. જુગાડુ વ્યક્તિ જવાબ્દાર હોવાની સાથે સાથે નાની નાની તિરાડોમાંથી રસ્તો કાઢી લે છે. તેનામાં નવા ઉપાય ખોળી કાઢવાની કોઠાસૂઝ હોય છે. તેનામાં નવોન્મેષ દૃષ્ટિ હોય છે. આમ જુગાડ સારૂં કે ખરાબ એ તત્કાલીન પરિસ્થિતિ અને પરિણામ પર આધારા રાખે છે. જો પરિણામ સારૂં, તો જુગાડ સારૂ, નહીં તો ખરાબ.
જુગાડુ મનોદશાની મુશ્કેલી એ છે કે કંઈ નક્કી ન કરી શકાય. કોઈ જ આયોજન શકય ન બને. કોઈ જ તંત્રવ્યવસ્થા ઘડી શકાય. જે તંત્રવ્યવસ્થામાં બધાં જ કંઈને કંઈ, કામચાલાઉ, સુધારણાઓ કર્યા જ કરતાં હોય ત્યાં આપણે તો ખોવાઈ જઈ શકીએ. ત્યાં હવે શું થશે તે જ કહી શકાય તેમ ન હોય. જુગાડ મનોદશાની આ નકારાત્મક બાજુ છે. સકારાત્મક વસ્તુ એ છે કે તેને સંબંધો અને લોકો સાથે ઊંડું જોડાણ છે. એમાં લોકો શક્તિમાન હોવાનું અનુભવતાં હોય છે, ગમે તેવા, મુશ્કેલ, સંજોગ હશે, ગમે એટલી ખેંચ હશે, તો પણ મે કંઈક તો મારગ કાઢશું.
તમે બન્ને પક્ષે સંખ્યાબંધ મુદ્દાઓ ગણાવી દીધા. સમજણ એ નથી પડતી કે જુગાડ આગળ લઈ જશે કે પાછળ?
જુગાડ નહીં પણ આપણે જ આપણને આગળ કે પાછળ લઈ જતાં હોઈએ છીએ. આપણા ઈચ્છવાથી તેને દૂર નહીં કરી શકાય, તે તો જ્યાં છે ત્યાં, જેમ છે તેમ જ રહેશે. સવાલ એ છે કે કોઈ પણ આયોજન કરતી વખતે આપણે તેને ગણતરીમાં લઈએ છીએ કે કેમ. ઘણી વાર આપણે આપણા મૂળભૂત સ્વભાવથી કેવાં છીએ તે વાત જ ધ્યાન પર નથી લેતાં. એ વાતને ઉતારવી પાડવાને, કે તેનાં અસ્તિત્ત્વને ભૂલાવે નાખવાથી, કે ભારતીયોની મનોદશા ટીપીટીપીને ફેરથી ઘડવાને બદલે તેને એક માનવગત ખાસીયત ગણવી જોઈએ.એમ કરીશું તો તેને આપણી તાકાતમાં ફેરવી શકાશે
જે લોકો મૂળભૂત રીતે વધારે રચનાત્મક છે, અને તેથી કદાચ તેઓ હવે શું કરશે તે બહુ નક્કીપણે કહી શકાય તેમ ન હોય, તેમના માટે એવી તંત્રવ્યવસ્થા ઘડી શકાય જે વધારે અનુમાન કરી શકાય તેમ હોય? તમ્ત્રવ્યવસ્થા માટે અનુમાનનીયતા વધારે આવશ્યક છે. એટલે જે લોકો સ્વભાવે જ અનુમાનનીય ન હોય તેઓ દ્વારા, કે તેઓ માટે, તંત્રવ્યવસ્થા ઘડવી એ થોડું મુશ્કેલ જણાય છે.
આ બહુ સરસ મુદ્દો છે. જ્યારે જ્યારે અનુમાનનીયતા મહત્ત્વની બનતી હોય છે ત્યારે ત્યારે આપણને પ્રક્રિયાઓ અને તંત્રવ્યવસ્થાની યાદ આવે છે. પણ જ્યાં કોઈ પણ પ્રકારની આગાહી કરવી મુશ્કેલ છે, કે આપણે તેમ બાનાવી મૂકેલ છે, લોકો પોતાની કોઠાસૂઝથી નવા નવા ઉપાયો ખોળી કાઢવા ટેવાયેલ હોય છે. દેશ તરીકે આપણું વિશ્વમાં મહત્ત્વ પ્રસ્થાપિત કરવું હશે તો તંત્રવ્યવસ્થાથી વધારે ને વધારે દોરવાતાં બનવું તે આપણાં આવતાં ૧૦-૨૦ની સફરનું મુખ્ય લક્ષ્ય રહેશે.
આપણે થોડાં ઉદાહરણો જોઈએ. આપણે કામ કરવાની પધ્ધતિને બદલે પરિણામો પર વધારે ધ્યાન આપીએ છીએ. આ એક દૃષ્ટિકોણ છે. બીજો વિકલ્પ છે ૮૦ % જેટલું કામ પ્રક્રિયાબધ્ધપણે કરીએ, અને ૨૦ % જુગાડ જેવાં,આકસ્મિક, પૂર્વધારણાની બહારના નવીન પગલાંઓથી થવા દઈએ. પ્રક્રિયાના માળખામાં માનવીય રચનાત્મકતાને થોડી મોકળાશ આપીએ. બહુરાષ્ટ્રીય કંપનીઓ છેક છેલ્લી વિગત સુધી બધું નક્કી વ્યવસ્થા પ્રમાણે જ કરવાનો આગ્રહ એટલે રાખે છે કે આપણને આપણી બુધ્ધિમતા પર વિશ્વાસ નથી. જો વિગતવાર, દસ્તાવેજિત ,કાર્ય-નિયમ-માર્ગદસ્ર્જિકા નહીં હોય તો લોકો કામ જ નહીં કરી શકે,એ મ માની લેવામાં આવ્યું છે.
કોઈક એક તબક્કે આપણે એમ પણ માનવા લાગ્યં છીએ કે પ્રક્રિયાઓ નિશ્ચિત કર્યા સિવાય આપણે આપણાં કામ બાબતે પ્રમાણિકપણે કર્તવ્યનિષ્ઠ નહીં રહી શકીએ. પરંતુ હકીકત એ છે કે કામ પ્રત્યેની પ્રમાણિક કર્તવ્યનિષ્ઠાને પ્રક્રિયાઓ કે તંત્રવ્યવસ્થા સાથે કંઈ લેવાદેવા નથી.
આજની ચર્ચા કામ કરવા માટે જુગાડુ રીતે કે નિયમબધ્ધ તંત્રવ્યવસ્થા મુજબ થતી રીતે કરવા વિષે કોઈ ચોક્કસ દિશાસૂચન નથી કરતી. જોકે, વ્યક્તિની કામ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા કે સંસ્થાનાં લાંબા ગાળાનાં વ્યૂહાત્મક દર્શન સાથે સ્વ્હાવિકપણે વણાતું જોડાણ , પ્રક્રિયાઓ કે તંત્રવ્યવસ્થા સુનિશ્ચિત કરવ માત્રથી જ આવશે નહીં તે વિષે કોઈ સંદિગ્ધતા આજની ચર્ચામાં નથી. પરંતુ, તે સાથે આજની ચર્ચા એમ પણ સંદેશ મૂકે છે, કે એ પણ એટલું જ મહત્ત્વનું છે કે જો ભારતે વિશ્વમાં માનસન્માન મેળવવું હશે તો, આવતાં ૧૦-૨૦ વર્ષમાં, તેની વ્યાપાર કરવાની રીતભાત વૈશ્વિક ધારાધોરણો અનુસાર પળોટાય.દેવદત્ત પટ્ટનાઈકની ટીવી શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ની આપણી આ સફરના ૧૦મા અંકના, ત્રીજા અને છેલ્લા ભાગમાં આપણે રાસ લીલા - પરિપૂર્ણ, આદર્શ, સંસ્થા વિષે ચર્ચા કરીશું.
નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો