શુક્રવાર, 12 એપ્રિલ, 2019

૧૦૦ શબ્દોની વાત : પરસેવો પાડ્યા વિના રાઇનો પહાડ ચડવો

તન્મય વોરા

અમેરીકાની એક ટેલીવિઝન સીરીયલ, ‘આઇ લવ લ્યુસી’ના એક હપ્તામાં રિકી ઘરે આવીને જૂએ છે તો તેની પત્ની, તેનાં ખોવાયેલાં કંકણની કૃતનિશ્ચિત ખોજમાં, જમીન પર પડીને, ઘુંટણીયાંથી ભાંખોડીયાં ભરવામાં મશગુલ છે.

રિકીએ પૂછ્યું,"તારાં કંકણ અહીં, દીવાનખાનામાં, ખોવાઇ ગયાં છે?

જવાબમાં લ્યુસીએ કહ્યું," ના રે ના, ખોવાયાં તો શયનખંડમાં છે, પણ અહીંયાં પ્રકાશ વધારે સારો છે ને!“

'સાચો માર્ગ' પકડવાની હિંમત અને ધીરજ રાખવાને બદલે, આપણે પણ, સહેલો (અને સલામત) માર્ગ પકડવાનાં, આવાં જ છટકાંમાં ભેરવાઇ જતાં હોઇએ છીએ. આવી મનોવૃત્તિ, આપણી કારકીર્દી તેમ જ સંસ્થાને ગ્રસી જાય છે.

“પરસેવો પાડ્યા વગર રાઇનો પહાડ ચડવો તેનું નામ સામાન્યતા" - આઇલેન્ડની એક કહેવત





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો