બુધવાર, 17 એપ્રિલ, 2019

માહિતીના ડિજિટલ સમુદ્રમાં સ્પષ્ટ સૂઝ પડવી - જોશ સ્ટાઈમ્લે


આજની  ડિજિટલ દુનિયામાં વિશાળ માહિતીસામગ્રી (big data)  ઉદ્યોગો, સરકાર અને પ્રશાસન, વિજ્ઞાન, જાહેર આરોગ્ય કે વિદ્યાસંસ્થાન જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ અને વ્યવસાયમાં પ્રસ્તુત બનવા લાગેલ છે.  જોકે માહિતીના સમુદ્રમાં સૂઝ પડવી, હમણાં સુધી, મોટા ભાગનાં લોકો માટે પડકાર રહ્યો હતો / છે.
છેલ્લા બેએક દાયકાથી કંપનીઓ અને સરકારના વિભાગો તેમના ગ્રાહકો કે નાગરીકોનાં નામ, સરનામાંથી આગળ વધીને અનેકવિધ માહિતી ઉસેડી ઉસેડીને અકરાંતિયાની જેમ સંગ્રહી રહી છે આ માહિતી હવે વિશાળ માહિતીસામગ્રીના મહાસમુદ્રમાં ફેરવાઈ રહેલ છે. કલ્પનાને વાસ્તવિકતામાં રૂપાંતરીત કરવી હોય તો નાસાનો દાખલો લઈએ - નાસા હવે જે માહિતીસામગ્રી સાથે કામ લઈ રહેલ છે તેના આંકડા એક્સાબાઈટમાં ગણવા પડે તેટલા છે. (૧ એક્સાબાઈટ એટલે ૧૦૧૮, એકડાને ૧૮ મીંડાં.)
મોટી કંપનીઓની વિશાળ માહિતીસામગ્રી
ગુગલ જેવાં સર્ચ એન્જિન્સ વિશાળકાય માહિતી- Big Data- ના પ્રવાહો અને તેમાંથી નિપજતાં બહોળાં ચિત્રને રજૂ કરે તેટલું જ નહીં પણ ઉપરથી લઈને માહિતીસામગ્રીના તળીયાંના ઊડાણ સુધી તેમાં નરી સ્પષ્ટતા હોય તે પણ મહત્ત્વનું છે. માહિતીસામગ્રી વિશ્લેષકો (Data Analytics) આ કામ કરી આપે છે.
વિશાળ માહિતીસામગ્રી વિશ્લેષકો ગ્રાહકોની હાલની અપેક્ષાઓ પરથી ભવિષ્યની સંભાવનાઓની સૂચનાઓ આપવામાં પણ મોટા પાયે કામે લગાડવામાં આવી રહ્યા છે.
તમે મૉટી કંપનીમાં કામ કરી રહ્યં હો કે કેન્સર વિષે સંશોધન કરી રહેલ તબીબ હો કે ઓન-લાઈન રીટેલની એક નાની સરખી કંપની હો, વિશાળ માહિતીસામગ્રી વિશ્લેષકો તમારી અંતિમ રેખાને નવેસરથી લખવામાં ખૂબ જ મદદરૂપ બનવા લાગેલ છે.
આપણાં કામની ઘણી બારીકીઓમાં આપણને વિશાળ માહિતીસામગ્રી વિશ્લેષકો નવી જ પ્રકરની સૂઝ પૂરી પાડી રહેલ છે. તેના આધાર પર લેવાઈ રહેલ નિર્ણયો આપણને અવનવાં જોડાણોની દુનિયા સાથે સાંકળી આપે છે, જે દુનિયા વિષેની આપણી દૃષ્ટિને જરૂરથી એક નવી દિશા ખોલી આપશે.
આજની પેઢી ડિજિટલ યુગમાં જીવી રહેલ છે.
આવતી કાલની પેઢી વિશાળ માહિતીસામગ્રીના યુગમાં જીવતી હશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો