શુક્રવાર, 10 મે, 2019

૧૦૦ શબ્દોની વાત : વિકાસનાં મુળીયાંનું સિંચન

તન્મય વોરા



ચીની વાંસનું ઝાડ, પહેલાં વર્ષ સુધી, પાણી પીવરાવ્યાની માવજત છતાં, એક ઇંચ પ્ણ વધતું નથી.તે પછીની ઋતુમાં ખેડૂત વધારાની કાળજી લે તો પણ ઝાડ ફૂટી નથી નીકળતું. આમને આમ સુરજનું ઉગવાનું અને અસ્ત પામવાનું ચાર વર્ષ સુધી પાક્કું ચાલતું રહે છે. ખેડુત અને તેની પત્નીને આ કાળી મજુરીમાટે કોઇ દેખીતું ફળ, હજુ સુધી, નથી મળ્યું. પણ, પાંચમું વર્ષ બેસતાંની સાથે જ બીજ અંકુરીત થવા લાગે છે. અને પછીની, લગભગ, એક જ ઋતુમાં વાંસ, જાણે, એંસી ફૂટ જેટલો ઊગી જાય છે.

વૃક્ષ અત્યાર સુધી જમીનમાં સુષુપ્ત પડ્યું રહ્યું હતું? કે પછીના વિકાસને પોષી શકે એવું મજબૂત મુળીયાનું તંત્ર વિકસાવતું રહ્યું હશે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો