બુધવાર, 5 જૂન, 2019

ભગવાન, કેટલી વાર કરવું પડશે? - દેવદત્ત પટ્ટનાઈક


આપણા એક સાંસદને એક વર્તમાનપત્ર સાથે આ મુજબ સંવાદ થયો હોવાનું જાણવા મળ્યું છે - કૃષ્ણ વિષે વાંચતાં વાંચતાં એક સંસ્મરણકથામાં હાથમાં આવી ગઈ હતી. એક માણસે કૃષ્ણને પૂછ્યું કે કેટકેટલી વાર સંભોગ કરવો જોઈએ? જવાબ હતો કે ' સંતાનના જન્મ પૂરતો જ.' તેની સામે પેલાએ પૂછ્યું કે તેનાથી વધારે વાર ઈચ્છા થાય તો? કૃષ્ણએ કહ્યું,'બાર વર્ષે એક વાર.' પેલાએ ફરી એ જ સવાલ કર્યો તો તેનો જવાબ હતો ' છ વર્ષે એક વાર'. પેલો તો હજૂ પણ નહોતો ધરાયો, એણે ફરીથી એ જ પૂછ્યું. જવાબમાં કૃષ્ણએ કહ્યું, તો પછી વર્ષે એક વાર.' એ જ સવાલ ચાલુ રહેતાં 'છ મહિને એક વાર', 'મહિને એક વાર' સુધી વાત પહોચી. પેલાને તો હજૂ પણ સંતોષ નહોતો, એટલે છેવટે કૃષ્ણએ કહ્યું કે તો પછી જે કંઈ કરો તે કફન ઓઢીને કરો.
પુરાણોમાં આવી સોદાબાજીની કોઈ વાત જોવા સાંભળવામાં તો નથી આવી, પણ ઈસ્લામની એક કથામાં મુસલમાને કેટલીવાર નમાઝ પઢવી તે વિષે કંઈક આવી જ વાત છે.
, સુન્નીઓના મુખ્ય હદીસ સંગ્રહ સહહિ અલ-બુખારી (5.227) અનુસાર: "તેમને દિવસમાં ૫૦ નમાજ઼ અદા કરવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે હું પાછો ફર્યો, ત્યારે હું મૂસાએ પસાર થઈને કહ્યું કે, 'તમને શું કરવાનું કહેવામાં આવ્યું છે?' મેં જવાબ આપ્યો, 'અમને  દિવસમાં ૫૦ નમાજ અદા કરવાનું કહેવાયું છે.' મુસાએ કહ્યું, 'તમારા અનુયાયીઓ દિવસની ૫૦ નમાજ઼નો ભાર સહન નહીં કરી શકે. અલ્લાહ કસમ, મેં તમારા પહેલાં લોકોસાથે આ પ્રયોગ કરી જોયો છે, અને મેં બાની ઇઝરાઇલ સાથે શક્ય એટલો (પણ, નિરર્થક) પ્રયાસ પણ કર્યો છે. તમારા ખુદા પાસે પાછા જાઓ અને તમારા અનુયાયીઓના બોજને ઘટાડવા માટે પૂછો.તેથી હું પાછો ગયો, અને અલ્લાહએ મારા માટે દિવસની ૧૦ નમાજ઼ ઓછી કરી આપી. ફરીથી હું મૂસા પાસે આવ્યો, પણ તેણે પહેલાંની વાતનું જ પુનરાવર્તન કર્યું. પછી ફરીથી હું અલ્લાહ પાછો ગયો અને તેણે દિવસની હજૂ બીજી ૧૦ નમાજ઼ ઓછી કરી આપી. આવું મૂસાના કહેવાથી મેં વારંવાર કર્યું. જ્યારે હું મૂસા પાસે ફરી એક વાર પાછો ફર્યો, ત્યારે તેણે કહ્યું, 'તમને શું કહેવામાં આવ્યું છે?' મેં જવાબ આપ્યો, 'મને એક દિવસમાં પાંચ વાર નમાજ઼ કરવાનું કહેવામાં આવ્યું છે. મૂસાએ કહ્યું, 'તમારા અનુયાયીઓ દિવસમાં પાંચ નમાજ઼ સહન નહીં કરી શકે.મને તમારા પહેલાં લોકોનો અનુભવ થયો છે, અને મેં બાની ઇઝરાયલ સાથે પણ પૂરતી કોશીશ કરી છે.  તેથી અલાહ પાસે પાછા જાઓ અને તમારા અનુયાયીઓના બોજને ઘટાડવા માટે પૂછો. મેં કહ્યું, 'મેં હવે તો એટલી બધી વાર  વિનંતી કરી છે. હવે મને શરમ લાગે છે, હવે હું સંતુષ્ટ છું અને અલ્લાહના આદેશમાં શરણાગતિ કરું છું.' જ્યારે  હું ત્યાંથી જવા લાગ્યો ત્યારે મેં એક અવાજ સાંભળ્યો કે,' મેં મારો આદેશ આપી દીધો છે અને મારા ભક્તોના બોજને ઓછો કરી કાઢ્યો છે.'
આ કથાઓનાં સરખાપણાંને કારણે મારા ચહેરા પર સ્મિત ફરી વળ્યું, ખાસ તો એટલે કે એકનો સ્રોત હિંદુ ધર્મ છે અને બીજાનો તેના તથાકથિત વિરોધી ધર્મ, ઈસ્લામ, છે. ફરક હોવા છતાં પણ આખી દુનિયાનાં લોકો કેટલાં સરખાં છે. આપણને બધાંને ઈશ્વર સાથે સોદાબાજી કરવી છે. કોઈ એક વિચારને ઈશ્વરના નામે ચડાવીને, લોકોને આપણી ઈચ્છાઓ તરફ આપણે વાળી દઈએ છીએ. આખરે તો આપણે બધાં માનવીઓ જ છીએ.

  • ધ મિડ ડે માં ૪ જન્યુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ

v  દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, How many times should we do it, God?નો અનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો