શુક્રવાર, 7 જૂન, 2019

૧૦૦ શબ્દોની વાત : સંભાવનાઓ જોઇ શકવાની કળા

તન્મય વોરા

બેંજામીન ઝૅંડરનું પુસ્તક 'The Art of Possibility' આ વાતથી શરૂ થાય છે:
પગરખાંનાં એક કારખાનાંએ વેચાણના બે નવા નિશાળીયાઓને આફ્રિકાનાં એક વિસ્તારમાં વેપારની વિકાસની તકોનો અભ્યાસ કરવા મોકલ્યા.
પહેલા એ, જતાં વેંત, તાર કર્યો કે, "નિરાશાજનક પરિસ્થિતિ.પૂર્ણવિરામ. કોઇ પગરખાં નથી પહેરતું".
બીજાએ વિજયી સુરમાં લખ્યું, "વેપારની ભવ્ય તક. પૂર્ણવિરામ. કોઇની પણ પાસે પગરખાં નથી".

આપણી આશાઓ અને અરમાનો પર કેટલી વાર ભયને હાવી થઇ જવા દઇએ છીએ? આપણે સતત આપણી નિરાશાઓના વિચારોમાં ડુબેલાં રહીએ છીએ, પણ આપણામાં છૂપાઇ બેઠેલી સંભાવનાઓનો વિચાર નથી કરતાં. ચાલો, હવેથી, આપણી અત્યાર સુધીની નિષ્ફળતાઓને, આપણાથી હજુ જે કંઇ કરવું શક્ય છે તેની, આડે આવતાં રોકીએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો