ઉત્પલ વૈશ્નવ
ઘણા દિવસોથી કૃષ્ણા પોતાની મેળે ટાપુ પર પહોંચવા માટે તડામાર તૈયારીઓ કરતી હતી.તે હવે ખાસ્સી તૈયાર થઈ ચૂકી હતી. બસ, થોડા દિવસોમાં તે પૂરેપૂરી તૈયાર હશે.
પણ ધાર્યું ક્યાં કોઈનું થતું હોય છે ! તેણે અનઅપેક્ષિત વાવાઝોડાંઓનો સામનો કરવાનો હતો.
તેણે હવે નક્કી કરી લીધું કે કોઈ પણ સંજોગોમાં તે તેનાં લક્ષ્યને સિદ્ધ કરશે.
તેણે જાહેર કર્યું, "હું ભરદરિયે જઈશ".
નાવિકે પ્રતિભાવ આપતાં કહ્યું, 'ભૂલી જાઓ. વાતાવરણ બહુ જોખમી છે."
“પણ હું તો જવાની. મારૂં તો એ સ્વપ્ન છે.”
“મારૂં મન તો ક્યારનું ત્યાં જ છે. મન વગરના દેહને તોફાન કે બીજું કંઈપણ ક્યારે પણ હાનિ ન પહોંચાડી શકે.”
- In 100 Words: Heartless Bodyનો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો