બુધવાર, 19 જૂન, 2019

હિંદુત્વ નધણિયાતું ખેતર નથી કે મન ફાવે ત્યારે આવ્યા, નાચ્યાકુદ્યા અને હાલતા થયા - દેવદત્ત પટ્ટનાઈક


ભારતમાં હિન્દુ ધર્મમાંથી પરિવર્તન કરાવવું એ જાણે બંધારણીય મૂળભૂત હક્ક જણાય છે. ભારતીય ઈસ્લામમાંથી ઉગ્ર ઈસ્લામમાં પરિવર્તન થવું એ તો જોકે બધાં માટે ચિંતાનો વિષય છે. જ્યારે હિંદુ ધર્મમાં ઘરવાપસી પ્રચાર માધ્યમોમાં મજાક બની રહેલ છે. ભારતની મુલાકાતે આવતા પરગ્રહવાસીઓને આ મુંઝવણ વિષે નવાઈ નહીં લાગતી હોય ? કે પછી તેઓ ધાર્મિક ભારતીયો (ખાસ કરીને હિંદુઓને) સંપ્રદાયયોના ગુરુઓથી બચાવવામાં અને તાર્કીક, ધર્મનિરપેક્ષ, વૈજ્ઞાનુક વિચાર્સરણીવળા નિરીશ્વરવાદીઓમાં પરિવર્તન કરવાવવામાં વધારે વ્યસ્ત બની રહેલ છે?  એ શું પરગ્રહની બ્રહ્માંડીય રીત છે?
'ધર્મોપદેશ' કરવો એટલે 'સારા શબ્દ'નો પ્રસાર કરવો. 'ધર્મનિરૂપણ' એટલે 'સારા' શબ્દ'નું ભૌતિક વસ્તુઓ સાથે પ્રસારણ કરવું. ધર્મોપદેશ અને ધર્મનિરૂપણ આજે ધર્મના સંદર્ભથી આગળ વધીને જીવનની રીત બની ગયાં છે. શિક્ષણ પણ બાળકોને બોલચાલ, વાંચન લેખનની પોતાની માતૃ શૈલીને બદલે (એક જમાનામાં સંસ્કૃત, અને હવે)અંગ્રેજી શૈલીની ઢબ શીખવાડવી જેવી બાબતોનું વધારે ને વધારે (ધર્મ)પરિવર્તન બની રહ્યું છે - મનોરંજન પણ ભારતીય લોકોને પાશ્ચાત્ય સભ્યતા શીખવાડવામાં, સમાજના ગુંડાઓ અને વિલનોની સામે 'સત્ય'ના અને ન્યાયના જ વિજયમાં છલકાતા ગર્વને  બતાવીને (ધર્મ) પરિવર્તન જ બનતું ચાલ્યું છે. લોકશાહી વળી એક અલગ જ પરિવર્તન બની ગયેલ છે.. દર અમુક વર્ષે લોકોએ 'અચ્છે દિન' કે 'ન્યાય'માં પોતાના ભરોસાને જનમત સ્વરૂપે દર્શાવતાં રહેવું, કે એક વિચારસરણીમાંથી બીજી વિચારસરણીમાં પરિવર્તન કરતાં રહેવું, જરૂરી બની ગયું છે.
આપણી આજુબાજુ, ચોમેર, ધાર્મિક કે બીનસાંપ્રદાયિક બજારમાં લોકો ૭ પગલાંની પ્રક્રિયા અનુસરતાં જોવા મળે છે.
૧. (જાતિ સંબંધિત અતિરેકો, નીલ-રંગી દાનવોનો નાશ કરતી અનેક હાથવાળી, વિવિધ પ્રાણીઓ પર સવાર દેવીઓ કે મોંઘાદાટ કપડાં ધોવાના પાવડર)ની મજાક ઊડાવો, કે ડર પેદા કરો
૨. (એક દેવ, સમાનતા કે સસ્તા વોશિંગ પાવડરના) ગુણગાન ગાઓ
૩. (ચોખા, નોકરીઓ, દવાઓ સિક્ષણ, માનસામ્માન, ભાવઘટાની) નવી નવી 'શરતો લાગુ' વાળી સ્કીમો આપો
૪. (પરિવર્તન હોય કે વેચાણ હોય) સોદા કરતાં રહો
૫. (નિયમિત સમ્મેલનો કે ક્રિયાકાંડો કરતાં રહીને) લોકોમાં વફાદારી કેળવો
૬. (તમે દસ [ધર્મ] પરિવર્તન કરાવી લાવો તો તમારૂં ચારમાં નામ પૂછાય એમ કરીને પણ) આગોતરાં વેચાણને આકર્ષક બનાવો
૭. (ગુસ્સો ભડકાવીને કે સામેવાળાને વિલન ચિતરીને, તુ્ચ્છકાર ફેલાવીને કે પોતાની જાતને બીચારી બનાવીને, પણ,) લોકોને એકજૂથ બનાવી રાખો.
જોકે (ધર્મ) પરિવર્તનની સાથે સંકળાયેલી પરિસ્થિતિઓના સંદર્ભમાં પુનઃપરિવર્તન જોખમી છે. હિંદુત્વ એવી સમાજ વ્યવસ્થા નથી જેમાં (ખ્રિસ્તી દિક્ષા કે સામ્યવાદી પક્ષો સાથેના) કરાર મુજબ તમે મન ફાવે ત્યારે આવો અને (ધર્મના નિયમો નથી પાળવા એમ કહીને કે નાનાં શહેરની કોઈ ક્લબની માફક) મન ફાવે ત્યારે બહાર જાઓ. તમે તો હિંદુ તરીકે, અથવા તો વધારે ચોક્કસપણે કહીએ તો કોઈ એક જાતિમાં, જન્મ લો છો, એટલે ધર્મ પરિવર્તન કરો કે પુનઃપરિવર્તન કરો તમારી ચામડીનો રંગ જેમ નથી બદલતો તેમ તમારી નાતજાત સાથેની ઓળખ પણ નથી બદલતી. એટલે જ હિંદુત્વના અનુયાયીઓ સદીઓ પહેલાં ખ્રિસ્તી કે ઈસ્લામ ધર્મ અંગીકાર કરનાર હિંદુને હિંદુ ખ્રિસ્તી કે હિંદુ મુસ્લ્મિમ કહેવાનું પસંદ કરે છે. આવી નબળી માન્યતા સાથે સમાધાન કરી લેવાને બદલે જાહેર માધ્યમોએ હોબાળો મચાવી કાઢ્યો. એટલે હિંદુત્વના અનુયાયીઓએ જૂના ધનાઢ્ય ધર્મબદલુઓને બદલે પોતાનું ધ્યાન નવાં ગરીબ ધર્મપરિવર્તન કરનારાંઓ ખસેડ્યું. 'ઘર વાપસી' જેવો, સાવ જ અમેરિકન એવો, નવો શબ્દ ચલણી કરી નાખ્યો. જોકે બિનનિવાસી ભારતીયોની અહીંનાં લોકો પર જે જબરી અસર છે તે જોતાં હિંદુત્વની હાલની સફળતાનાં ઘડતર બાબતે નવાઈ પામવા જેવું નથી.
સમસ્યા છે ભગવાનની વ્યાખ્યાની. યહુદી, ખ્રિસ્તી કે ઇસ્લામ જેવા અબ્રાહમિક ધર્મોમાં 'ખોટા દેવો' અને 'એકમેવ ઈશ્વર'ની વિભાવના છે.
ધાર્મિક માન્યતાનું અનુસરણ કરવું એટલે 'ખોટાં'નો અસ્વીકાર અને 'સાચાં'ની સ્વીકૃતિ. ડાબેરી મવાળ, રેશનલ નાસ્તિક વિચારસરણીમાં "ઈશ્વરનું ન હોવું' 'સાચો ઈશ્વર' બની ગયો.
હિંદુ ધર્મમાં તો 'ખોટા દેવો'ની વિભાવના ક્યારેય હતી જ નહીં.
દરેક દેવ માન્ય છે. એટલે તો શીતળા કે કોલેરા જેવા રોગોનાં દેવી, શીતળા માતા,ને દાનવ ન ગણીને તેમની પૂજા કરવામાં આવે છે. એટલે જ હિંદુઓ ચર્ચમાં, કે સીનાગોગમાં કે મસ્જિદમાં પ્રાર્થના કરવામાં અચકાતાં નથી. ઈશ્વર તો સીમાવિહિન, સદા વિકસતા,બધાં પ્રકારનાં વૈવિધ્યોને સમાવી લેતા ગણાય છે. માટે ઈશ્વર પથ્થર, ઝાડપાન, પ્રાણી, નર માદા કે નાન્યતર કે નિરાકાર કોઈ પણ રૂપ લે છે.  એટલે ઈશ્વર માટે ભગવાન [બધા ભાગને આવરી લેતો બ્રહ્ (સદા વિકસતો) માનસ (મન)] શબ્દ પ્રયોજાયો છે.
આ સીમાવિહિન ઈશ્વરનો નાતજાત સાથે હિસાબ કેમ બેસતો હશે? ઈશ્વર સમજે છે કે જ્યાં સુધી માણસ આંતરપ્રજ્ઞાનાં સ્તરે નાસમજ છે ત્યાં સુધી ભેદભાવ રાખ્યા કરશે,પોતાની અસલામતીથી બચવા ઊંચનીચની મદદ લેતો રહેશે અને પ્રાણીની જેમ આધિપત્ય જમાવતો ફરશે. વિચારશક્તિના વિકાસમાંથી ડહાપણ જન્મે છે, જે બધાં માળખાંઓના પદાનુક્રમોની સ્વાભાવિક ઊંચનીચ તહસનહ્સ કરી નાખે છે. આ જ મોક્ષ (પૂર્ણ મુક્તિ) છે.
પુનઃ ધર્મપરિવર્તન નાતજાતની અસમાનતામાં પાછું ફરવું જરૂર છે. પણ ધર્મપરિવર્તન પણ સમાનતામાં પ્રવેશ ક્યાં છે? તે તો 'ચુંટેલાં લોકો'ની જમાતમાં પ્રવેશની જગ્યા બનાવે છે અને તેમ કરીને  'ચુંટેલાં લોકો'ના સમાજમાં સભ્યપદ મેળવીને 'ખોટા દેવો'ના અનુયાયીઓથી અલગ તરી રહીને પોતાની જાતને, ધર્મનિરપેક્ષવાદીઓ, આતંકવાદીઓ કે સામ્યવાદી પક્ષના કાર્ડધારી સભ્યની જેમ,  ઊચી, વધારે સારી બનાવવાનો સંતોષ લઈ શકે છે. 
ધર્મપરિવર્તન અને પુનઃપરિવર્તનની ચર્ચાઓમાં આપણે એક સામાન્ય માનવ લાક્ષણિકતા જ ભૂલી જઈએ છીએ : દલીલ જીતવાની અને સામેનાંને પોતાની વિચારસરણીમાં (દબાણથી કે પ્રલોભનથી) ભેળવવાની મજા જ ખાસ છે ! સીમાવિહિન, મેઘધનુષ્યી ઈશ્વર, જે દેવી પણ છે, મરકતાં મરકતાં આ તમાશો જૂએ રાખ્યે છે.
ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા માં ૪ જન્યુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ
v  દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Hinduism isn’t a country club one can waltz in and out of નો અનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો