એ છે તેમની પૂરેપુરાં હાજર હોવાની ક્ષમતા.
ખરા નેતા કોઈ પણ કામ માટે હાજર હોય છે, કોઈ પણ સંવાદ
માટે કોઈ પણ ઘડીએ હાજર હોય છે, કોઈ પણ તક માટે હાજર હોય છે. દુનિયામાં તેમના
માટેના વધારે વ્યાપક હેતુ માટે તેઓ હાજર હોય છે.
આજના ખુબ જ તીવ્ર ગતિથી ભાગતા, ટેક્નોલોજિથી છલકતા,
૨૪x૭ વ્યસ્ત કામકાજનાં વાતાવરણના સમયમાં આ જરા પણ
સહેલું નથી. અનેકવિધ જવાબદારીઓ તમારાં ધ્યાનને વીખરાવી દઈ શકે છે. ઘર હોય કે
કાર્યસ્થળ, પ્રોફેશનલ અભિગમ સિવાય એક ઘડી પણ ચાલી શકે તેમ
નથી. આ બધાંને કારણે દરેક દિવસ એક મેરેથોન દોડ જેવો પરવડે છે. એમાં વળી એક સાથે
ઘણી બધી વસ્તુ નજરે ચડી શકવાની નૈસર્ગિક શક્તિને કારણે સ્ત્રીઓ માટે ધ્યાન
કેન્દ્રિત કરવું હજૂ વધારે મુશ્કેલ બની રહી શકે છે.
પણ, પૂરેપુરાં હાજર
રહેવાની ક્ષમતા માટેના પડકાર જેમ વધુ અઘરા બનતા જાય છે તેમ તેમ, તેમ કરવાના ફાયદા પણ વધતા જાય છે, ખાસ તો તમે જેમ જેમ ઊંચી કક્ષાએ પહોંચતાં જાઓ.
જેમકે, આજનાં વૈવિધ્યસભર વૈશ્વિક વાતાવરણમાં વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિકામાંથી આવતાં
લોકોને એકસૂત્રે સાંકળવાં એ અગ્રણી માટે અતિ મહત્ત્વનું છે. જૂદાં જૂદાં સાંસ્કૃતિક વાતાવરણમાંથી લોકોને
તમારા શારીરીક હાવભાવ પરથી તરત જ ખબર પડી જાય છે કે તમે તેમનામાટે પૂરેપુરાં
ઉપલ્બધ છો કે નહીં.
હાજર છીએ એ બતાવવાની ક્ષમતા એટલે બીજી બાબતો
પરથી ધ્યાન હટાવીને લોકો સાથેની બાબત પર પૂરેપુરૂં ધ્યાન આપી શકવું.
આમ કરી શકવા માટે એક સાથે ઘણાં બધાં કામ કરવાની
જે ટેવ પડી ચૂકી છે તેને ભુલવી પડશે. હકીકત એ છે કે આમ પણ એક સાથે એકથી વધારે
બાબતો પર ધ્યાન આપવું એટલે ધ્યાનનું એકથી વધારે બાબતોમાં વીખરાઈ જવું. બીજા
શબ્દોમાં કહીએ તો, કોઈ જગ્યાએ પૂરેપુરૂં ધ્યાન ન આપવું. સરવાળે
જૂઓ તો બધી જગ્યાએ ધ્યાન ઓછું જ આપી શકાયું હોય છે.
એકથી વધારે બાબતો પર ધ્યાન આપવાથી તમારી એવી પણ
છાપ પડે છે કે તમે કોઈ પણ ઘટનાને બહુ
વધારે પ્રતિભાવ આપો છો. તમારા માટે તો ગોળ અને ખોળ બન્ને સરખાં છે ! ચાલુ મિટિંગમાં
કોઇ સતત ફોન પર ધ્યાન આપ્યા કરતું હોય તો તમને એમ નહીં થાય કે તે એવી તે કેટલી
મહત્ત્વની વ્યક્તિ હશે કે તેને સતત અગત્યના સંદેશાઓ આવ્યે જ રાખે છે. એમનાં ફોન
તરફ કેન્દ્રીત થયેલાં ધ્યાનથી તેઓ મિટીંગમાં તેમની હાજરીનું મહત્ત્વ નથી વધારી
રહેલ.
ઉલટું, તમને એમ જરૂર થાશે કે તેમની પાસે તેમના પોતાના
સમય પર જ કોઈ નિયમન નથી, કે તેઓ પોતાનાં કામને બરાબર ગોઠવી તો શકતાં
નથી. દરેક ઘટના પર વધારે પડતા પ્રતિભાવ આપીને વ્યક્તિ પોતાની હાજરીનું, અને પોતાનું પણ,મહત્ત્વ જ ઓછું
કરે છે.
જોકે સારી વાત એ છે કે ઘણી બધી બાબતો પર ધ્યાનને વીખરાવા દેવું એ તમારી
તાસીરની કચાશ નથી. એ તો માત્ર એક ટેવ છે. એ ઊંડે ઘર કરી ગયેલી અસલામતી પણ નથી
દર્શાવી રહેલ. એ તો સમયાંતરે પડી ગયેલી એક પ્રકારની આદત છે જે તમે જેમ જેમ ઉપરની
કક્ષાએ પહોંચો છો તેમ તેમ તમારાં શાંત ચિત્ત અને તમારા પ્રભાવને વ્યક્ત કરવા- અને માણવા - નહીં દઈને તમારૂં મહત્ત્વ ઘટાડી શકવાની ભૂમિકા ભજવી શકે છે.
- ManagementMattersNetwork.com, પરના માર્શલ ગોલ્ડસ્મિથના અસલ અંગ્રેજી લેખ, The Key to Powerful Leadership Presenceનો અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો