શુક્રવાર, 12 જુલાઈ, 2019

૧૦૦ શબ્દોની વાત : સુધારણા અને બગીચાનું જતન


તન્મય વોરા

    સુધારણા ક્યારે પણ કોઈ એક ગંતવ્ય મુકામ નથી, તે તો એક કુદરતી,સતત, અને અનંત સફર છે. આ વાતને સમજવા સુબ્રોતો બાગચીનાં પુસ્તક "ઉચ્ચ કામગીરી કરતો વ્યાપાર સાહસિક \The High Performance Entrepreneur”માંનું આ દ્રષ્ટાંત જોઇએ.

    એક જાપાની સાધુ બગીચાની અંદર વિશુધ્ધ્પણે જળવાયેલી ફૂલોની એક સુવ્યસ્થિત ક્યારીમાંથી, ખૂબજ ચીવટથી, એક એક કરીને સુકાયેલી ડાંખળીઓ કલાકોથી દૂર કરી રહ્યા હતા. સાધુની સંપૂર્ણ એકાગ્રતા અને સંભાળથી અચરજ પામીને, ત્યાંથી પસાર થનાર વટેમાર્ગુથી તે સાધુને એમ પૂછતાં રોકી ન શકાયું કે "હે પવિત્ર સાધુ મહારાજ, તમારૂં કામ ક્યારે પૂરૂં થશે?" ઉંચું જોયા વગર જ સાધુએ જવાબ આપ્યો," જ્યારે બાગમાંથી છેલ્લું તણખલું દૂર કરી લઇશ ત્યારે."



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો