શુક્રવાર, 2 ઑગસ્ટ, 2019

૧૦૦ શબ્દોની વાત : ઘોડાને કદી નક્કી ન કરવા દેશો


તન્મય વોરા
ઘોડા પર પૂર ઝડપે સવારી કરી જઈ રહેલા માણસની ઝેનની એક બહુ જુની વાર્તાછે. રસ્તાની બાજુએ બેઠેલો તેનો મિત્ર તેને પૂછે છે, "તું ક્યાં જાય છે?" ઘોડેસ્વાર જવાબમાં કહે છે, "મને ખબર નથી; ઘોડાને જ પૂછો."
આપણે પણ ક્યાં તો સક્રિય રહીને કે પ્રતિકિયાશીલ રહીને; કે પછી સ્વયંપ્રકાશીત જ્યોત બની ને કે પરાવર્તન કરતા અરીસાની જેમ આપણું જીવન આપણાં અસ્તિત્વબે અંતિમો વચ્ચે કે પછી, બહારની અપેક્ષાઓને પૂરૂં કરવામાં ગાળીએ છીએ.
જ્યારે આપણા ઉદેશ્યો માત્ર બાહ્ય અપેક્ષાઓથી દોરવાતાં હોય છે ત્યારે તે આપણા અશ્વ બની રહે છે. બસ, તમારે ક્યાં જવું છે તે, કદાપિ, તે એ અશ્વોને નક્કી ન કરવા દેશો !

  • અસલ અંગ્રેજી લેખ - In 100 Words: Don’t Let the Horse Decide – નો ભાવાનુવાદ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો