શુક્રવાર, 9 ઑગસ્ટ, 2019

૧૦૦ શબ્દોની વાત : સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ (!)

ઉત્પલ વૈશ્નવ
અરીસામાં આપણને શું દેખાય છે?
ઘણાં લોકોને પોતાની અધુરાશો તેમાં દેખાય છે, પરિણામે, એ લોકો ઉદાસ બનીને પોતાનાં જીવનમાં વધારે ને વધારે ઉદાસીને આકર્ષે છે.
બહુ થોડાં લોકોને તેમાં જગત તરફ પરાવર્તિત થતાં પ્રેમ અને અનુકંપા દેખાય છે.
તેઓ જે જોઈ રહ્યાં છે એ વાસ્તવમાં પણ તેમ છે એવું તેઓ માને પણ છે.
એટલે, એ લોકો વિશ્વમાં ફેલાતાં સકારાત્મક વલયોનાં સ્રોત બની રહે છે.
પોતાની સાથેના તેમના સંબંધ સકારાત્મ્ક થવાને કારણે તેમના જીવનમાં પણ સારૂં સારૂ બનવા લાગે છે.
સરખે સરખાં વચ્ચે આકર્ષણ થાય છે. તમને જે જોઈએ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો અને બીજાં બધાંને દૂર કરી દો.








ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો