શુક્રવાર, 4 ઑક્ટોબર, 2019

૧૦૦ શબ્દોની વાત : આપણામાં છૂપાયેલાં (ભાગેડુ) શાહમૃગને નાથો


તન્મય વોરા
પરિવર્તન કે પડકાર કે ઝળુંબી રહેલાં જોખમની સામે નકારની સ્થિતિમાં બેસી જવું બહુ સહેલું છે. આવી રહેલાં જોખમથી બચવા શાહમૃગ પોતાનું મોઢું રેતીમાં ખોસી દે છે, તેવી સામાન્યતઃ પ્રચલિત (મહદ અંશે ગલત) માન્યતાને કારણે લોકો આવી મનોદશાને (ભાગેડુ) શાહમૃગી વૃત્તિ કહે છે.
કુટુંબમાં, ટીમમાં કે અગ્રણી સ્થાનો પર આપણે ઘણી વાર લોકોને પણ શાહમૃગની જેમ વર્તતાં જોઇએ છીએ. દેખીતા પ્રશ્નોને ઝીલી લેતાં કે મહત્વનાં કોઇ કામને હાથમાં લેતાં તેઓ ડરે છે. ભય જેમ વધારે, તેમ પોતાની નબળી બાજૂ પણ વધારે ઉઘાડી.
ખાટલે મોટી ખોડ એ કે પ્રશ્નનો સામનો કરવાના ભયમાંને ભયમાં, આપણે તકની સામે પણ આંખો બંધ કરી બેસીએ છીએ.





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો