શુક્રવાર, 15 નવેમ્બર, 2019

૧૦૦ શબ્દોની વાત : શુભ યાત્રાની શુભેચ્છા


ઉત્પલ વૈષ્ણવ
સંભાવનાએ મને કહ્યું, 'આજે નવશરૂઆતનો મહત્ત્વનો દિવસ છે. ખુલ્લું આકાશ તારી ઊડાનની રાહ જૂએ છે. જા અને આકાશમાં છવાઈ જા.'
જવાબમાં મેં કહ્યું, 'એ નવું આકાશ મારાં સ્વપ્નમાં આવ્યું હતું, અને કહેતું હતું કે હું છું માટે તારે ઊડવાની જરૂર નથી. તું ઊડવા માગે છે માટે મારે ત્યાં હોવું જોઈએ.'
દુનિયા છે માટે આપણે નથી, પરંતુ આપણે આપણાં અસ્તિત્વને ઊજવવું છે, તેના અર્થને સિધ્ધ કરવો છે, માટે દુનિયા છે. આપણે તો સર્જક છીએ. નવી નવી સંભાવનાઓ આપણે ખોળી કાઢીએ છીએ, અને આપણને જે જોઈએ છે તેનું આપણે જ સર્જન કરીએ છીએ.
'એક નવા પ્રયોગની એક નવી સફર શરૂ થાય છે…'
  • ઉત્પલ વૈષ્ણવના લેખ In 100 Words: Bon Voyage! નો  અનુવાદ
  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો