જ્યારે ઋષિ માંડવ્ય ઊંડી તપ સાધનામાં હતા ત્યારે
કેટલાક ચોરો તેમનાં ઘરમાં, તેમની પાછળ પડેલ
સિપાઈઓથી છુપાવાના આશયથી, દાખલ થયા. સિપાઇઓએ
જોકે તેમને પક્ડી પાડ્યા, અને માંડવ્ય ઋષિ પર
ચોરોને આશરો દેવાનો આરોપ મૂક્યો અને તેમને ખુબ ખરૂં ખોટું સંભળાવ્યું. રાજાએ
માંડવ્ય ઋષિને શૂળીએ ચઢાવવાની આજ્ઞા કરી. જે ગુનો તેમણે કર્યો જ નથી તેની સજા
તેમને કેમ મળી રહી છે તે વિચારે માંડવ્ય ઋષિ અચરજ પામી રહ્યા.તેમણે આ સવાલ મૃત્યુ
અને ન્યાયના દેવ, યમ,ને કર્યો. યમે તેમને જણાવ્યું કે ઋષિએ નાનપણમાં
કેટલાંક કીડાંઓને હેરાન કર્યા હતા, તેની સજા હવે તેઓ
ભોગવી રહ્યા છે. ઋષિએ વિરોધ કરતાં કહ્યું 'પણ એ ઉમરે તો હું એક
નાસમજ બાળક માત્ર હતો.’ જવાબમાં યમે કહ્યું કે, 'પણ એ કીડાઓને તો એમ
નહોતું લાગ્યું.' આ ખુલાસા સાથે સહમત ન થયેલા ઋષિએ યમને શ્રાપ આપ્યો
કે તે વિદુર થઈને પૃથ્વી પર જન્મ લે, જે રાજ કરવાની
લાયકાત ધરાવવા છતાં ક્યારે પણ રાજમુગુટ ધારણ નહીં કરી શકે.'
મહાભારતની કથામાં પણ કર્મના સિધ્ધાંત ભણી ધ્યાન
દોરવામાં આવ્યું છે. આ બધાં ઉદાહરણોથી આપણને ઉત્સવોની જાહેર ઉજવણીમાં મોટા પાયે
થતા ઘોંધાટ સાથે સંદર્ભ જોડાતો લાગે. નાની નાની ચાલીથી માંડીને ઉચ્ચ વર્ગની
સોસાયટીઓમાં ગણેશોત્વ્સ કે નવરાત્રી કે લગ્નો પહેલાંની
સંગીત સંધ્યાઓ જેવા તહેવારો ઘોંઘાટના અખાડા બની જાય છે. જો કોઈ તેનો વિરોધ કરે તો
તે સાંસ્કૃતિક વિરાસતનો વિરોધી, કે જૂનવાણી કે
બીજાના આનંદમાં રોડાં નાખનાર તરીકે ખપી જાય. એટલે મોટા ભાગે જેના ભાગે સહન કરવાનું
આવે એ ચુપ રહે. વર્ષો વર્ષ આ ઉજવણીઓ વધારે ને વધારે ધમાલ મચાવતી થતી જાય, અને સહન કરનાર વધારે સખતપણે હોઠ ભીડીને ચુપકીદી
સેવ્યે જાય. આપણે નાનપણમાં કોઈ કીડાઑને દુઃખ દીધાં હતાં?
ગણેશોત્વ્સ,
નવરાત્રી, નમાઝની અઝાનનાં
ધ્વનિ પ્રદુષણની સામેની ચુપકીદી અને માબાપ-સંતાનના એકબીજા માટેના વધુ પડતા પ્રેમ કે અપેક્ષાઓ, કે પછી નાગરીક-રાષ્ટની અપેક્ષાઓ અને ફરજો બાબતે
વ્યક્તિની અલગ કેડી ચાતરી રહેલ લાગણીમાં કંઈ ફરક ગણી શકાય ખરો? જોકે આ બાબત પરથી એક
વાત તો જરૂર ફલિત થાય છે કે સમૃદ્ધિવાન માબાપ કે ધર્માંધ ભક્ત કે પછી નબળા વર્ગની
તરફેણ કરતા રાજકારણીઓ કે એ વર્ગની પ્રજા, જ્યારે પોતાનાં
હિતની વાત આવે ત્યારે ધર્મચુસ્ત અંતિમવાદી લિન્ચિંગ કરતું ટોળું કે રાષ્ટ્રપ્રેમની
દુહાઈ દેતો શાસક વર્ગ બધાં એક જ ગાડે બેસે એટલાં ક્રૂર બની શકે છે. આપણે ઉસ્તવોની
ઉજવણીનો વિરોધ નથી કરતાં, આપણને ખૂંચે છે
જોરશોરથી બરાડતાં લાઉડસ્પીકરો જેવી અંતિમ સ્વરૂપની પ્રદર્શનબાજી ! અન્ય કોમમાં
છોકરા છોકરીનાં લગ્ન કે ગૌસુરક્ષાને નામે થતાં મોબ લિંચિગ સમયે પાછું વળીને જોઈ
રહેતી પોલીસ આપણને જચતી નથી.
લો, આટલું ઓછું હોય તેમ
હજૂ બીજા અંતિમો પણ મળી આવે છે - જાણવા મળ્યું છે કે સ્વીત્ઝરલેંડના અમુક ભાગમાં
રાતના ૧૦ વાગ્યા પછી ફ્લ્શ ટાંકી ખાલી કરવાનો અવાજ પણ ગુન્હો છે ! વાહનોની
ભીડભાડથી ખીચોખીચ ભરેલા, જાપાનના માર્ગ પર
પંખીઓના કલરવા સિવાય બીજો કોઈ અવાજ નહીં સાંભળવા મળે ! ચાલતું બધું ઝડપથી હોય, લોકોની ભીડ પણ ઘણી હોય, પણ કોઈ કોઈની સાથે વાત ન ક્રરે, હોર્ન તો જાણે ગાડીઓમાંથી કઢાવી જ નાખ્યાં હોય. બહુ
ઊંચા ભદ્ર સમાજની આવી બધી 'સભ્ય' રીતભાતો પણ સામાન્ય માનવીને કમકમાં છોડાવી દઈ શકે !
તમારે ધીમા અવાજે વાત કરવી હોય તો બંધ કમાડવાળાં ઘરમાં કાનમાં વાત કરતાં હો તેમ બોલવું
પડે. બોલો છે ને આ ધ્વનિ પ્રદુષણના બીજા છેડાના અંતિમો.
વાત હવે આવીને અટકે છે એ વાત પર કે સામેવાળાંને
આપણી કેટલી પડી છે, કે આપણને
સામેવાળાંની કેટલી પડી છે? માંડવ્ય ઋષિ માટે કીડાનું મહત્ત્વ નહોતું, મોટેથી લાઉડ સ્પીકર પર ઉજવણી કરતાં લોકોને આસપાસના
લોકોનાં કાનના પર્દાની શું કામ પડી હોય ! અહીં સ્વહીતનું અંધત્વ છે, મારાં માનવાના વિજય સિવાય બીજું બધું નકામું છે. મારાં જોશને સામેવાળાંએ ખમી
ખાવું પડે, સહી લેવું જોઈએ.
દરેક ઉત્સવોની આત્યંતિક ઉજવણીમાંથી શીખવા મળતા પાઠનું વરવું પ્રતિબિંબ સમાજમાં મોબ
લિંચોંગ સ્વરૂપે ન દેખાય તો જ નવાઈ !
ખેર, આપણે તો ઍટલી આશા
જરૂર કરીએ કે યમ પાસે બધા હિસાબ લખાતા
રહેતા હશે.
ધ મિડ-ડેમાં ૧
ફેબ્રુઆરી,
૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, How to get cursed on festival daysનો અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો