બુધવાર, 27 નવેમ્બર, 2019

ટોચ પર પહોંચવામાં અવરોધરૂપ ૨૦ આદતો - માર્શલ ગોલ્ડસ્મિથ


માર્શલ ગોલ્ડસ્મિથનાં પુસ્તક 'વ્હૉટ ગોટ યુ હીઅર વૉ'ન્ટ ગેટ યુ ધેર (What Got You Here Won’t Get You There)' પરથી

૧૪ નવેમ્બર, ૨૦૧૯ના લેખ, દરેક આગેવાને ક્યાંકથી તો શરૂઆત કરવાની જ છે !, નૉ પાદ નોંધ #૨માં આપણે નક્કી કર્યું હતું કે માર્શલ ગોલ્ડસ્મિથ જે આદતોનો ઉલ્લેખ કરે છે તે વિષે આજના લેખમાં વાત કરવાનું નક્કી કર્યું  હતું.....

'અહીયાં સુધી જે લાવી શક્યું તે ત્યાં સુધી પહોંચાડી નહીં શકે / What Got You Here Won’t Get You There'[1] નો પાયો એ ધારણ અપર છે કે કાર્ય્સ્તહ્ળ પરની કેટલીક એવી આદતો છે જે સફળ લોકોને તેમની કારકીર્દીનો હવે પછીનો મોટો કુદકો મારવામાં અવરોધ ઊભા કરી શકે છે.
પ્રસ્તુત પુસ્તકના લેખક માર્શ ગોલ્ડસ્મિથ એવી આદતોને ખોળી કાઢવાની કોશીશ કરવાની સાથે સાથે તેને અતિક્રમવા માટેના અને તમારી કારકીર્દીમાં હવે પછી જે મોટું પગલું લેવાનું તમે નક્કી કર્યું છે તે સિધ્ધ કરવા માટેના ઉપાયો પણ સૂચવે છે. 
માર્શલ ગોલ્ડસ્મિથ દ્વારા ઓળખી કઢાયેલ આવી ૨૦ આદતો સંક્ષિપ્તમાં:
૧. બહુ જીતવું : જીત મહત્ત્વની  છે કે નહીં કે પછી જીત સાથે કંઈ લેવા દેવા હોય કે નહોય તો પણ, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ હિસાબે જીત હાંસલ કરવી.
૨. બહુ મૂલ્ય વૃધ્ધિ કરવી : દરેક વાતમાં આપણા તરફથી બે પૈસાનું પણ વધારે યોગદાન થવું જોઈએ એ માટેની અદમ્ય ઈચ્છા.
૩. અભિપ્રાય દેવા:  બીજાંની તુલના કર્યે રાખવી અને પોતાના માપદંડ બીજાં પર ઠોકી બેસાડવા.
૪. તોડફોડ સર્જી શકે તેવી ટિપ્પ્ણીઓ કરવી:  આપણી જાતને જે બહુ મામિક હાસ્યજનક જણાતી એવા અકારણ કટાક્ષ કરવા કે ઘસાતું બોલવું.
પ. શરૂઆત 'ના', 'પણ', જોકે' જેવા શબ્દપ્રયોગોથી કરવી : આ નકારાત્મક શરતસુચક શબ્દપ્રયોગોનો દરેક વ્યક્તિની સામે ઉપયોગ સામેની વ્યક્તિને સૂચવે છે કે 'હું સાચો, તમે ખોટાં'.
૬. આપણે કેટલાં સ્માર્ટ છીએ તે દુનિયાને કહેતાં ફરવું :  આપણે જેટલાં સ્માર્ટ છીએ તે લોકોને આપણી વાણી અને વર્તન પરથી ખબર પડી જ જતી હોય છે, તેનો ઢંઢેરો પીટવાથી તો છાપ અવળી પડી શકે છે.
૭. ગુસ્સામાં બોલવું : લાગણીઓની ઉત્તેજના વાતચીતમાં દાખલ થઈ જવા દેવી, ખાસ તો એક સાધનનાં સ્વરૂપે.
૮. નકારાત્મકતા કે 'એમ નહીં થાય તે સમજવું' : માગ્યા સિવાય જ આપણા નકારાત્મક વિચારો સામેવાળાં સાથે વહેંચતા ફરવું.
૯. માહિતી દબાવી બેસવુ:  માહિતીની વહેંચણી ન કરીને બીજાં સામે હરીફાઈમાં સરસાઈ મેળવી લેવાની દાનત...
૧૦. સામેનાં યોગદાનની યથોચિત સ્વીકૃતિ ન કરવી:  જે સરૂં કામ થયું છે તેને વખાણી ન શકવું અને તે કરનારને પ્રોત્સાહિત ન કરી શકવું.
૧૧. આપણી પાત્રતા ન હોવા છતાં શ્રેય અંકે કરી લેવું: કોઈ પણ સફળતામાં આપાણાં યોગદાનને વધારે પડતાં આંકતા રહેવાની સૌથી વધારે ત્રાસદાયક પધ્ધતિ.
૧૨. બહાનાં બનાવવાં:  લોકો આપણને ગણકારવાનું જ બંધ કરી દે એટલી હદે પજવનારી કામ કરવાની એક રીતને ઢાલ બનાવવી.
૧૩. ભૂતકાળને વળગી રહેવું: પોતાની ભૂલો તરફથી ધ્યાન ખસેડવા ભૂતકાળની ઘટનાઓ અને લોકોને દોષ આપ્યા કરવો; બીજાંને દોષ આપ્યા કરવાની રીતનો જ એક ભાગ.
૧૪. વહાલાંદવલાંની રીત અપનાવવી : અને જે ખરેખર હકદાર છે તેનો હક્ક કે તેને મળવી જોઈતી કદર છીનવી લેવી.
૧૫. ભૂલ સ્વીકાર ન કરી શકવું : આપણા નિર્ણયો અને આપણા પગલાંનાં પરિણામોની જવાબદારી લેવામાંથી પાછા હટવું, ભુલ થઈ ગઈ હોય તો તેનો સ્વીકાર ન કરવો ,કે આપણાં પગલાંઓની બીજાં પર કેવી અસર પડી છે તે નજરઅંદાઝ કરવું.
૧૬. સાંભળવું નહીં, ધ્યાન ન પવું: બીજાંને માન ન આપવાની સૌથી વધારે આક્રમક, ભલે આડકતરી, પધ્ધતિ.
૧૭. આભાર ન દર્શાવી શકવો :  સભ્યતાનાં (અને સરળતાનાં)સૌથી દેખીતાં સ્વરૂપ સમાન ગેરવર્તણૂક.
૧૮. સંદેશવાહકને સજા: આપણને જે આપણી ભુલ બતાવવાની કોશીશ કરતું હોય, કે મદદ કરી રહ્યું હોય તેના પર જ વરસી પડવું.
૧૯. ખો દીધા કરવો :  પોતાના સિવાય બીજાં બધાં પર જ દોષારોપણ કરતા ફરવું.
૨૦. 'હુ" નો જ હુંકાર:  આપણા તો દોષ અને નબળાઈઓ પણ દાખલારૂપ ગણાય એવી ભામક માન્યતાનાં કોચલાંમાં કેદ રહેવું.
આ આદતો દેખાય છે એટલી સામાન્ય કે તેને કારણે કોઇનામાં આપણા માટે નકારાત્મક દૃષ્ટિકોણ ઘડવામાં તેનો ફાળો હોઈ શકે તે પણ ખ્યાલ ન આવે. આવી આદતોને પળવા ન દેવાથી વ્યક્તિની વિશ્વનિયતામાં અપાર વધારો શકય બને છે. આપસી વિશ્વનિયતાએ સંપોષિત સંબંધની પહેલી, અને કદાચ, આખરી, આવશ્યકતા છે.
ગઈકાલની સફળતા માટે જે કંઈ પણ કારણો રહ્યં હશે,  ભરોસાપાત્ર સંબંધ તો આવનારા પડાકારોની સામે ઢાલ બનીને અજ્ઞાત આવતીકાલની સફળતા માટે આપણી શક્તિઓને કામે લાગવાનો માર્ગ મોકળો કરી આપી શકે છે.

અનુવાદક અશોક વૈષ્ણવ ǁ ૨૮ નવેમ્બર, ૨૦૧૯



[1] 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો