શુક્રવાર, 8 નવેમ્બર, 2019

૧૦૦ શબ્દોની વાત : હવામાન કદી ખરાબ નથી હોતું



- તન્મય વોરા
એક નિવૃત હવામાનશાસ્ત્રીને કોઈએ પૂછ્યું, 'આવતી કાલે હવામાન કેવું હશે?'
ચહેરાની કરચલીના સળમાંથી નીપજતાં, સાનુભવ, મંદ મંદ, સ્મિત સાથે તેમણે, તત્ક્ષણ, જવાબ આપ્યો, ‘બસ, મને ગમતું હોય એવું હશે.
પ્રશ્ન પૂછનારે હવે સાશ્ચર્ય પૂછ્યું, ' તમને કેમ કરીને ખબર પડે કે કાલે હવામાન તમને પસંદ હશે તેવું હશે?'
હવામાનશાસ્ત્રીએ, ધીરજ ધરીને, સમજાવ્યું, 'હવામાન વિભાગમાં મારાં ૩૫ વર્ષે મને શીખવ્યું છે કે હવામાન ક્યારેય ખરાબ નથી હોતું, બસ, અલગ અલગ પ્રકારનાં, જૂદજૂદાં,  ભિન્ન ભિન્ન કક્ષાનાં, સારાંથી લઈને અનેક ગણાં વધારે સારાં, હવામાન હોય છે . આપણી ધારણા મુજબ કંઈ ન થાય ત્યારે તેની સાથે સફળતાથી કામ લેવા માટે અલગ દૃષ્ટિકોણ જ જોઈએ.'
  • તન્મય વોરાના, QAspire.comપરના લેખ In 100 Words: There is No Bad Weather,  નો અનુવાદ
  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો