બુધવાર, 11 ડિસેમ્બર, 2019

અશક્ય ધારો, તો અસાધારણ સિધ્ધ કરી શકશો - વિલિયમ કૉહેન પી. એચડી.


પીટર ડ્રકર માત્ર 'આધુનિક મૅનેજમૅન્ટના પિતા' સમાન જ નહોતા, પણ તેમણે તેમનાં ૩૯ જેટલાં પુસ્તકો અને અનેક લેખો તેમ જ વ્યક્તવ્યોમાં , સંચાલન કેમ કરવું તે પણ આપણને શીખવાડ્યું છે. તેઓએ આપણને શીખવાડ્યું છે કે જો અશક્ય કરવાનું ધારશો તો અસાધરણ સિધ્ધ કરી શકશો.

ડ્રકરના પ્રીતિપાત્ર અગ્રણીઓએ અશક્ય કરવાની હિંમત દાખવી હતી
ડ્ર્કરના પ્રીતિપાત્ર અગ્રણીઓમાં જીઈનાં વેચાણોને ૪૦૦૦ % વધારી આપનાર, દંતકથા રૂપ, મુખ્ય સંચાલક જેક વૅલ્શ, ગર્લ્સ સ્કાઊટ્સના ન્યુનતમ તબક્કે બાગડોર સાંભળનાર અને ત્યાંથી  તેની દિશા જ બદલી નાખનારાં, રાષ્ટ્રપતિ ક્લિન્ટન દ્વારા 'મેડલ ઑફ ફ્રીડમ'થી પ્રશસ્ત ફ્રાન્સૅસ હેસલબૅઇન, અમેરિકાના સૌથી વધારે ઝડપથી વીકસેલાં સૅડલબૅક ચર્ચના સ્થાપક રિક વૉરનની ગણના થઈ શકે છે. રિક વૉરને ચર્ચ સ્રવિસમાં ૨૦૦ લોકોની હાજરીમાંથી ૨૦,૦૦૦ લોકોની હાજરીનો આકડો પાર કરી દેખાડ્યો હતો, જેને પરિણામે તે ચર્ચ અમેરિકાનું આઠમા નંબરનું મોટું ચર્ચ બની રહ્યું.આ દરેક અગ્રણીએ અશકય કરવાની હિંમત દાખવી અને પરિણામે, અસાધારણ સિદ્ધિઓ મેળવી. અન્ય કોઈ અગ્રણીએ જે પડકારને અશક્ય ગણીને સો ગજના નમસ્કાર કર્યા હોત, તે પડકારો આ અગ્રણીઓએ ઝીલી લીધા. અશક્ય ધારો, તો અસાધારણ સિધ્ધ કરી શકશો એ ડ્રકરની મૅનજમૅન્ટ વિભાવના માટે બહુ જ ઉપયુકત સ્વરૂપ કહી શકાય.

બરફ પર અશક્ય કરી બતાવો
૧૯૮૦ની શિયાળુ ઓલિમ્પિકમાં હોકીમાં સોવિયેત રશિયા સૌથી મોખરાની ટીમની દાવેદાર હતી. વિશ્વની લગભગ બધી જ આતંરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અને ૧૯૫૪થી રમાતી બધી જ ઓલિમ્પિકમાં  તે જીતી હતી. પહેલાંની ચાર ઓલિમ્પિકમાં તેમણે સુવર્ણ પદક મેળવ્યા હતા. સોવિયેટ ટીમના આગેવાન ખેલાડીઓ હંમેશાં રમતની દંતકથા સમાન મહાન ખેલાડીઓ ગણાતા આવ્યા હતા.
તેની સરખામણીમાં અમેરિકાની ટીમ તો દૂર દૂર સુધી ઉભેલી નહોતી દેખાતી. પહેલાંની ઓલિમ્પિક રમ્યા હોય એવો એક પણ ખેલાડી તેમની ટીમમાં નહોતો. જ્યારે સોવિયેટ ટીમના ખેલાડીઓ તો બધો સમય આ સ્પર્ધાની તૈયારીમાં જ રચ્યાપચ્યા હતા. શ્રેષ્ઠ ફોર્મ જાળવી રાખાવા માટે જે કંઈ હોવું જોઇએ તે બધું જ તેમની પાસે હતું.
અમેરિકાની ટીમના બધા જ ખેલાડીઓ ક્યાં તો શૌકીયા ખેલડીઓ હતા કે કૉલેજ કક્ષાએ રમતા ખેલાડીઓ હતા. તેઓ ટીમમાં નવાસવા જ પસંદ થયા હતા, એટલે એકબીજાને પૂરા ઓળખતા પણ નહોતા. રાષ્ટ્રીય ટીમમાં પસંદ થયા પછી પણ અમુક ખેલાડીઓ તેમની કૉલેજના સમયની સ્પર્ધાત્મક કડવાશ ભૂલી નહોતા શક્યા.
વિન્સ લોમ્બાર્ડી અને ગ્રીન બૅ પેકર્સ
અમેરિકાના ફુટબૉલ કોચ વિન્સ લોમ્બાર્ડી વિશે તો બધાંએ સાંભળ્યું જ હોય. 'જીતવું એ સર્વસ્વ નથી, પણ એક માત્ર છે.' વાક્ય તેમણે કહ્યું ગણાય છે. તેમનો ખરેખર કહેવાનો અર્થ હતો કે 'જીતવું એ સર્વસ્વ નથી, પણ તેમ ન ધારવું તેમાં તો બધું જ આવી જાય.' તેમણે જ્યારે ગ્રીન બૅ પેકર્સના મુખ્ય કોચ તરીકે જવાબદારી સંભાળી ત્યારે ટીમનું અસ્તિત્વ જ ડામાડોળ હતું.
લોમ્બાર્ડીના જોડાયા પહેલાંનાં વર્ષે ટીમ એક જ મેચ જીતી હતી, એક મેચ ટાઈ થઈ હતી અને ૧૦ મેચ હારી ગઈ હતી. જે વર્ષે લોમ્બાર્ડી જોડાયા તે વર્ષે ટીમ સાત મેચો જીતી, જેમંની અમુક તો સાવ અશક્ય જ મનાતી હતી.
ઘણા લોકોએ આ વાતને એક રાતની ચાંદનીના ઉજાશ સમો ચમત્કાર ગણીને હસી કાઢી હતી. બધાંના અશ્ચર્ય વચ્ચે બીજા વર્ષે પણ લોમ્બાર્ડી કોચ નીમાયા અને ટીમના ખેલાડીઓ પણ એ જ રહ્યા. એ વર્ષે ટીમ એનએફએલ પ્રાદિશિક ટુર્નામેન્ટ જીતી અને રાષ્ટ્રીય ટુર્નામેન્ટ જીતવામાં  ગજ વેંત વાર જ ટુકો પડ્યો. તે પછીના વર્ષે પણ લોમ્બાર્ડી જ કોચ હતા અને ટીમ પણ લગભગ એ જ રહી અને હવે તે રાષ્ટ્રીય ચેમ્પિયન પણ બની ગઈ હતી.
વિન્સ લોમ્બાર્ડીએ અશક્ય ધારીને, એક સમયના કાયમ હારતા ખેલાડીઓ દ્વારા જ, પછીનાં સાત સાત વર્ષ સુધી એક પછી એક મોટી ટુર્નામેન્ટ ટીમને હાથે જીતાડી આપી .
આ ટીમ એક મેચ જીતે તો પણ એ અશક્યને આંબવા બરાબર હતું. પરંતુ બધાંનાં આશ્ચર્યની વચ્ચે, અમેરિકન ટીંમના કોચ,  હર્બ બ્રૂક્સએ અશક્ય ધારીને તે સિધ્ધ કરી બતાવ્યું. અમેરિકન ટીંમે પોતાની બધી મેચો જીતી, સોવિયેટ ટીમને પણ હરાવી અને સુવર્ણ ચંદ્રક જીતી બતાડ્યો.
શિક્ષણ ક્ષેત્રે અશ્ક્ય ધાર્યું
કેલીફોર્નીઆ સ્ટેટ યુનિવર્સિટી લોસ એન્જલસ (CSULA)ના પ્રોફેસર રીચાર્ડ રોબર્ટો વિશે તો કોઈએ સાંભળ્યું નથી. કોઈ જ જાતના પહેલાં અનુભવ વિના જ તેમના વિદ્યાર્થીઓએ ૧૯૯૦માં, પહેલવહેલી વાર સૂર્ય શક્તિથી ચાલતી કાર બનાવી અને ૧૬૦૦ માઈલની ઓર્લાન્ડોથી મિશિગન સુધીની રેસમાં ભાગ લીધો.
આ યુનિવર્સિટીમાં જોડાતા વિદ્યાર્થીઓ સામાન્ય કક્ષાના હોય છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ તો તેમનાં કુટુમ્બમાંથી યુનિવર્સિટીના દ્વાર જોનાર પહેલી વ્યક્તિ જ હતી. યુનિવર્સિટી એટલી મોટી પણ નથી.
પણ આ ટીમે અશક્ય ધાર્યું અને કરી બતાવ્યું તેઓ રાષ્ટ્રીય કક્ષાએ ચોથા આવ્યા. ડ્રકર હંમેશાં કહેતા, જે વાત બધાં જાણતાં હોય તે મોટા ભાગે ખોટી હોય છે. પહેલી વાર કદાચ ચમત્કાર થયો હશે, પણ ૧૯૯૩માં નવી ટીમ, નવી ડિઝાઈન અને નવી બનાવેલી કાર સાથે યુનિવર્સિટીની ટિમ રાષ્ટ્રિય કક્ષાએ બીજે નંબરે રહી. ૧૯૯૭માં ૩૬ બીજી ધાંસુ ટીમની સામે યુનિવર્સિટીની ટીમ પહેલી આવી !
પ્રોફેસર રોબર્ટો એક વાર નહીં પણ ત્રણ ત્રણ વાર અશકય કરવાનું ધાર્યું અને ત્રણે ત્રણ વાર સિધ્ધ કરી બતાવ્યું !
અશક્ય કરવા માટે તૈયારીઓ કરવી પડે
મેરી કૅ ઍશે તેમની મેરી કૅ કોસ્મેટીક્સ કોર્પોરેશન માત્ર $ ૫૦૦૦ની મૂડીથી ઊભું કર્યું હતું. પુરતી આવક ન થાય ત્યાં સુધી પતિના પગારથી ગાડૂં રોડવવાનું નક્કી કરીને વેચાણ માટે બહેનોને રોકી લેવાનું તેમણે વિચાર્યું. યોજનાનો અમલ થાય તે પહેલાંના બે અઠવાડીયાં પહેલાં તેમના પતિ અવસાન પામ્યા.
નિષ્ણાતોએ તેમને સમજાવ્યાં કે પરિસ્થિતિ હવે અશક્ય અબ્ની ગઈ છે, અને આ યોજના પડતી મૂકવા જણાવ્યું. પણ મેરી કેએ તો અશક્ય સામે લડવાના પાઠ બાળપણમાં શીખ્યા હતા. તેઓ જ્યારે ત્રણ વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા ક્ષયને કારણે કંઈ પણ કરવા અશક્તિમાન બની ગયા હતા. તેમના માએ જીવન નિર્વાહ માટે કરીને બહાર જઈને કામ કરવાનું શરૂ કર્યું. મેરી કે એ ઘરની સાફસફાઈ, રસોઇ અને પિતાની સારસંભાળ લેવા જેવાં ઘરનાં કામ ઉપાડી લીધાં. એ સમયે તેઓ નવેક વર્ષનાં હશે.
ઘરનો આખો ભાર તેમણે ઉપાડી લીધો. તેઓ અજાણ્યે જ અશક્ય કરવાનો નિર્ધાર કરતા નેતૃત્વની ભૂમિકા અદા કરવા લાગ્યાં. એ સમયે જે પદાર્થ પાઠ શીખ્યાં તે હવે તેમને કામ આવ્યા. તેમની ઉમરે મુશ્કેલ કામો પુરુષો માટે છોડીને સ્ત્રીઓએ ઘરની સલામતીમાં રહેવું જોઈએ તેવી સલાહને તેમણે અવગણી.
તમે પણ જો હજૂ અશક્ય કરવાનો નિર્ધાર ન કરી શક્યાં હો, તો એવો સ્વભાવ વિક્સાવવા માટે આટલું કરો -
  •                જોખમ ઊઠાવતાં શીખો - વધારેમાં વધારે ખરાબ શું થઈ શકે તે વિચારી લો અને પછી ઝંપલાવી દો !
  •       તમારા અત્મવિશ્વાસને વિકસાવવા માટે તમારાં નેતૃત્વનો હાથ હંમેશાં લંબાવો.

-         ન કરે નારાયણ, અને નિષ્ફળતા મળી, અને એવું અનેક વાર બની શકે છે, તો તમને તેમાંથી જરૂર મહત્ત્વના પદાર્થપાઠ શીખવા મળશે.
  •     ક્યારેક તો પહેલાં  બનવું પડે  - કોઈકે તો હરોળમાં સૌથી આગળ ઊભવું જ પડશે. તો કેમ તમે નહી? ૧૯૮૩ના વર્લ્ડ કપ પહેલાં બધાંએ કપિલ દેવને પણ એમ જ કહ્યું હશે ! ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને બધાં એમ જ કહ્યું હતું.

ડ્રકરનો માર્ગ અપનાવીને તમે પણ અશક્ય કરવા ધારો, અસાધારણ પરિણામો સિધ્ધ કરી શકશો.


અનુવાદક અશોક વૈષ્ણવ ǁ ૧૧ ડીસેમ્બર, ૨૦૧૯

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો